વડોદરામાં વડનગરી મોદી છીનવશે મિસ્ત્રીની મીઠાશ!

Google Oneindia Gujarati News

ગુજરાતમાં 30 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. દેશભરમાં મોદીની લહેર કહો કે પછી આંધી કેવી છે તે ગઇ કાલે એટલે કે 24 એપ્રિલે વારાણસી ખાતે મોદીના રોડ શોમાં હાજર રહેલી જનમેદનીથી માલુમ પડી જાય છે. 24 એપ્રિલે મોદીએ જે ગ્રાન્ડ રોડ શો યોજ્યો તેના પરથી ચોક્કસપણે કહી શકાય કે, મોદી 300 પ્લસ બેઠકો પર ભાજપના કમળનો ઉદય કરવા માટે આકરી મહેનત કરી રહ્યાં છે અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓથી માંડીને સ્થાનિક લેવલના કાર્યકર્તાઓ પર પોતાનું એડી ચોંટીનું જોર લગાવી રહ્યાં છે. મોદી વારાણસી અને વડોદરા આમ બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. વારાણસીમાં 12મી મેના રોજ તથા વડોદરામાં 30મી એપ્રિલના રોજ મતદાન થવાનું છે, ત્યારે વડોદરા બેઠક પર એક આછેરી નજર ફેરવીએ.

વડોદરા બેઠકની વાત કરવામાં આવે તો અહી મોદીનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે કારણ કે એક તો મોદી પીએમ પદના ઉમેદવાર છે અને બીજુ તેઓ છેલ્લી ત્રણ ટર્મથી ગુજરાતના મુખ્યમંત્રી છે અને પાછા વડાપ્રધાન પદ માટેના દાવેદારોમાં તેઓ એકમાત્ર ગુજરાતી છે, તેથી ચોક્કસપણે વડોદરાના મતદાતાઓ વડોદરાથી મોદીને ચૂંટીને દેશના વડાપ્રધાન માટે એક ગુજરાતીને મોકલવા માટે કટિબદ્ધ હશે. બીજી તરફ કોંગ્રેસે મધુસુદન મિસ્ત્રીને ઉભા રાખ્યા છે. વડોદરા ખાતે તેમણે પોતાની આભા ઉભી કરવાના પ્રયાસો કર્યા હતા પરંતુ જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેઓ મોદીના પ્રભાવ હેઠળ દબાઇ રહ્યાં છે. તો આમ આદમી પાર્ટી દ્વારા ઉભા રાખવામાં આવેલા ઉમેદવારની કોઇ પકડ હજી સુધી વડોદરામાં જોવા મળી રહી નથી.

વડોદરા બેઠકના ઇતિહાસ પર એક નજર ફેરવવામાં આવે તો 1991થી આ બેઠક પર ભાજપ વિજયી થતું આવ્યું છે, માત્ર એક જ ટર્મ એવી હતી જેમાં ભાજપને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. 1996માં કોંગ્રેસના સત્યજીત ગાયકવાડ સામે ભાજપના જીતુભાઇ સુખડિયાનો પરાજય થયો હતો. ત્યારબાદ ભાજપે ઉમેદવાર બદલ્યા અને 1998માં જયા બેન ઠક્કરને ઉમેદવાર બનાવ્યા હતા, જેઓ 1998, 1999 અને 2004માં વિજયી થયા હતા, જ્યારે 2009માં ભાજપે બાલકૃષ્ણ શુક્લને ઉભા રાખ્યા હતા અને તેઓ પણ વિજયી થયા હતા, આ વખતે બાલકૃષ્ણ શુક્લે મોદી માટે પોતાની આ બેઠક ખાલી કરી આપી છે. તો ચાલો તસવીરો થકી આ બેઠક અને વધુ વિગતો મેળવીએ.

પોરબંદર</a>। <a href=ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર જુનાગઢ રાજકોટ આણંદ ખેડા પંચમહાલ ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી" title="પોરબંદર ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર જુનાગઢ રાજકોટ આણંદ ખેડા પંચમહાલ ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી" />પોરબંદર ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર જુનાગઢ રાજકોટ આણંદ ખેડા પંચમહાલ ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે તો તેઓ છેલ્લી ત્રણ ટર્મથી ગુજરાતના મુખ્યમંત્રી છે, અને ચોક્કસપણે ગુજરાતના મુખ્યમંત્રી હોવાની સાથોસાથ તેઓ પીએમ પદના ઉમેદવાર છે, તેથી વડોદરા બેઠક પર તેમનો જાદૂ છવાશે, તેમાં બે મત નથી. મોદી વિકાસના મુદ્દાને લઇને ચૂંટણી લડી રહ્યાં છે અને વડોદરા શહેર પણ ગુજરાતમાં થયેલા વિકાસનું ભાગીદાર રહ્યું છે, જેનું તાજું ઉદાહરણ ત્યાંનું નવનિર્મિત બસ સ્ટોપ છે.

મધુસુદન મિસ્ત્રી

મધુસુદન મિસ્ત્રી

મધુસુદન મિસ્ત્રીની રાજકીય કારકિર્દી પર એક જનર ફેરવીએ તો મિસ્ત્રી 1998 અને 2004ની લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પર વિજયી થયા હતા. 2009ની ચૂંટણી પક્ષમાં આંતરિક વિખવાદ થયો હતો અને તેઓ ભાજપના ઉમેદવાર સામે પરાજિત થયા હતા. તાજેતરના પ્રદર્શનની વાત કરવામાં આવે તો કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમને કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા હતા અને તેમની આગેવાની હેઠળ કર્ણાટકમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો. ત્યારબાદ કોંગ્રેસની સર્વોચ્ચ બોડી ગણાતી કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં તેમને સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે વડોદરા બેઠક પર મોદી સામે તેમનું પલડું નીચું હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.

આમ આદમી પાર્ટીનો ઉમેદવાર

આમ આદમી પાર્ટીનો ઉમેદવાર

આમ આદમી પાર્ટીના ઉમેદવારની વાત કરવામાં આવે તો અહીં પાર્ટીને કોઇ દિગ્ગજ નેતા મળ્યો નથી કે જે મોદી સામે ટક્કર લઇ શકે તેથી પાર્ટીએ એક નવોદિતને અહી ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ બાંદકામના વ્યવસાયમાં સંકળાયેલા સુનિલ કુલકર્ણની ટિકિટ આપી છે. ટિકિટ વહેંચણીને લઇને એક આશ્ચર્યની વાત બહાર આવી હતી કે જ્યારે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી ત્યાં સુધી વડોદરાના પાર્ટી સંયોજકને પણ નહોતી ખબર કે કોને ટિકિટ આપવામાં આવી રહી છે.

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

વડોદરા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠકમાં 2.4 લાખની આજુબાજુ ક્ષત્રિયો છે, 1.7 લાખની આજુબાજુ પટેલ અને મુસ્લિમ મતદાતાઓ છે, તેમજ 1.7 લાખની આસપાસ મહારાષ્ટ્રિયન મતદાતાઓ વડોદરામાં છે.

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1951
કોંગ્રેસઃ- ઇન્દુભાઇ અમીન- 91419
એસપી(સોશિયલિસ્ટ પાર્ટી):- હરી ગોખલે- 55595
તફાવતઃ- 35824

1957
કોંગ્રેસઃ- ફતેહસિંહ રાવ ગાયકવાડ-151461
આઇએનડીઃ- પશાભાઇ પટેલ- 87815
તફાવતઃ- 63646

1962
કોંગ્રેસઃ- ફતેહસિંહ રાવ ગાયકવાડ- 189562
આઇએનડીઃ- મિઠાભાઇ પટેલ- 45590
તફાવતઃ- 143972

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1967
સ્વતંત્રઃ- પીસી પટેલ- 152903
કોંગ્રેસઃ- એનડી ચોકસી- 130586
તફાવતઃ- 22317

1971
એનસીઓઃ- ફતેહસિંહ રાવ- 169382
પીએસપીઃ- સનત મહેતા- 97418
તફાવતઃ- 71964

1977
કોંગ્રેસઃ- ફતેહસિંહ ગાયકવાડ- 219101
બીએલડીઃ- મનુભાઇ પટેલ- 178178
તફાવતઃ- 40923

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1980
કોંગ્રેસઃ- રણજીતસિંહ ગાયકવાડ- 265277
જનતા પાર્ટીઃ- પ્રભુદાસ પટેલ- 169784
તફાવતઃ- 95493

1984
કોંગ્રેસઃ- રણજીતસિંહ ગાયકવાડ- 296716
ભાજપઃ- જસપાલસિંગ નિરંજન સિંગ- 144164
તફાવતઃ- 152552

1989
જનતાદળઃ- પ્રકાશ બ્રહ્મભટ્ટ- 346397
કોંગ્રેસઃ- રણજીત સિંહ ગાયકવાડ- 293499
તફાવતઃ- 52898

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1991
ભાજપઃ- દીપિકા ચિખલિયા- 276038
કોંગ્રેસઃ- રણજીત સિંહ ગાયકવાડ- 241850
તફાવતઃ- 34188

1996
કોંગ્રેસઃ- સત્યજીતસિંહ ગાયકવાડ- 131248
ભાજપઃ- જીતુભાઇ સુખડિયા- 131231
તફાવતઃ- 17

1998
ભાજપઃ- જયાબેન ઠક્કર- 387798
કોંગ્રેસઃ- સત્યજીતસિંહ ગાયકવાડ- 335381
તફાવતઃ- 52417

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1999
ભાજપઃ- જયાબેન ઠક્કર- 322758
કોંગ્રેસઃ- ડો. ઉર્મિલાબેન પટેલ- 230109
તફાવતઃ- 92649

2004
ભાજપઃ- જયાબેન ઠક્કર- 316089
કોંગ્રેસઃ- સત્યજીતસિંહ ગાયકવાડ- 309486
તફાવતઃ- 6603

2009
ભાજપઃ- બાલકૃષ્ણ શુક્લ- 428833
કોંગ્રેસઃ- સત્યજીતસિંહ ગાયકવાડ- 292805
તફાવતઃ- 136028

English summary
lok sabha election analysis vadodara constituency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X