વલસાડઃ મોદીની લહેર તોડી શકશે કોંગ્રેસની મજબૂત પકડ?

Google Oneindia Gujarati News

ગુજરાતમાં 30 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે અને તેને હવે એક દિવસનો સમય જ રહી ગયો છે. રાજ્યભરમાં ચૂંટણી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યની 26 બેઠકોમાંથી કેટલી બેઠકો કોને મળશે તેનું ગણીત રાજકીય વિશ્લેષકો લગાવી રહ્યાં છે, તો દેશની બે મોટી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં સૌથી વધારે બેઠકો પર પોતાના ઉમેદવારોને વિજયી બનાવવામાં લાગી ગઇ છે. દેશમાં એક તરફ મોદીની લહેર છે અને જે ઓપિનિયન પોલ બહાર આવી રહ્યાં છે, તેમાં પણ ગુજરાતમાં ભાજપ 20 કરતા વધુ બેઠકો મેળવશે તેવો અદાંજો લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે વલસાડની બેઠકનો ચિતાર કેવો છે, તેના પર નજર ફેરવીએ.

વલસાડની બેઠક અંગે વાત કરવામા આવે તો આ બેઠકમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. 1980, 1984, 1991, 2004 અને 2009માં આ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે ભાજપ આ બેઠક પર 1996,98 અને 1999માં વિજયી થયું હતું. 2004 અને 2009માં કોંગ્રેસે આ વિસ્તારમાં પોતાની પકડ મજબૂત બનાવી છે, તેમ છતાં જે પ્રકારનો માહોલ દેશમાં જોવા મળી રહ્યો છે અને તેમાં પણ વારાણસી ખાતે મોદીના રોડ શોમાં જે પ્રકારની ભીડ એકઠી થઇ હતી તેનાથી સ્પષ્ટપણે કહી શકાય છે કે આ વખતે આ બેઠકમાં પણ મોદીની લહેરની અસર જોવા મળી શકે છે અને કોંગ્રેસની જે મજબૂત પકડ વલસાડ પર છે તે તૂટી શકે છે. તો ચાલો તસવીરો થકી આ બેઠક અંગે વધુ માહિતી મેળવીએ.

પોરબંદર</a>। <a href=ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર જુનાગઢ રાજકોટ આણંદ ખેડા પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ બારડોલી સુરત નવસારી ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી" title="પોરબંદર ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર જુનાગઢ રાજકોટ આણંદ ખેડા પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ બારડોલી સુરત નવસારી ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી" />પોરબંદર ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર જુનાગઢ રાજકોટ આણંદ ખેડા પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ બારડોલી સુરત નવસારી ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર કેસી પટેલે કહ્યું છેકે, માછીમારો અને આદિવાસી લોકો સાથે જોડાયેલા પ્રશ્નો ઉઠાવવામાં આવશે. પાકિસ્તાની જેલમાં રહેલા અહીના માછીમારોના મુદ્દાનું નિરાકરણ લાવવામાં આવશે. આ વિસ્તારમાં માછીમારો માટે વધુ પોર્ટ્સની જરૂર છે. વલસાડ-નાસીક રેલવે લાઇન પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવશે.

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર કિશન પટેલે કહ્યું છેકે, આદિવાસી યુનિવર્સિટીની રચના કરવામાં આવશે. કોસ્ટલ વિલેજની સુરક્ષા માટે કોસ્ટલાઇન તિથલથી ઉમરગામ ખાતે દિવાલ ઉભી કરવામાં આવશે. આદિવાસીઓને જમીન અધિકાર અપાવવામાં આવશે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોવિંદ પટેલે કહ્યું છેકે, સ્થાનિક કક્ષાએ જે ભ્રષ્ટાચાર છે તેને દૂર કરવા પ્રયાસો કરીશ કારણ કે તેનાથી આદિવાસી લોકોનું જીવન દયનીય થઇ ગયું છે. સ્થાનિક લોકો માટે રોજગારી ઉભી કરવાના પ્રયાસો કરાશે તથા પર્યાવરણ બચાવવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવશે.

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

આ બેઠકમાં કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ અંગે વાત કરવામાં આવે તો 3.68 લાખ, કુકણા 2.27 લાખ, વારલી 1.89 લાખ, કોળી પટેલ 1 લાખ, ઓબીસી એક લાખ, મુસ્લિમ 55 હજાર અને અન્ય 2.96 લાખ છે.

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1977
બીએલડીઃ- નાનુભાઇ પટેલ- 161861
કોંગ્રેસઃ- નિર્મલાબેન પટેલ- 143897
તફાવતઃ- 17964

1980
કોંગ્રેસઃ- ઉત્તમભાઇ પટેલ- 179241
જનતા પાર્ટીઃ- રામુભાઇ જાદવ- 153294
તફાવતઃ- 25947

1984
કોંગ્રેસઃ- ઉત્તમભાઇ પટેલ- 220217
ભાજપઃ- કાનજીભાઇ પટેલ- 165527
તફાવતઃ- 54690

1989
જનતાદળઃ- અર્જુનભાઇ પટેલ- 223146
કોંગ્રેસઃ- ઉત્તમભાઇ પટેલ- 201061
તફાવતઃ- 22085

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1991
કોંગ્રેસઃ- ઉત્તમભાઇ પટેલ- 190868
ભાજપઃ- ખાલપાભાઇ પટેલ- 125260
તફાવતઃ- 65608

1996
ભાજપઃ- મનીભાઇ ચૌધરી- 198531
કોંગ્રેસઃ- ઉત્તમભાઇ પટેલ- 198163
તસવીરઃ- 368

1998
ભાજપઃ- મનીભાઇ ચૌધરી- 290312
કોંગ્રેસઃ- ઉત્તમભાઇ પટેલ- 273036
તફાવતઃ- 17276

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1999
ભાજપઃ- મનીભાઇ ચૌધરી- 300195
કોંગ્રેસઃ- ઉત્તમભાઇ પટેલ- 273409
તફાવતઃ- 26786

2004
કોંગ્રેસઃ- કિશનભાઇ પટેલ- 321769
ભાજપઃ- મનીભાઇ ચૌધરી- 277283
તફાવતઃ- 44486

2009
કોંગ્રેસઃ- કિશનભાઇ પટેલ- 357755
ભાજપઃ- ધિરુભાઇ પટેલ- 350586
તફાવતઃ- 7169

English summary
lok sabha election analysis valsad constituency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X