For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યાત્રિકોની સુરક્ષાના ભાગરૂપે અંબાજી ગબ્બર રોપ વે ખાતે મોક ડ્રિલ યોજાઈ

યાત્રિકોની સુરક્ષાના ભાગરૂપે અંબાજી ગબ્બર રોપ વે ખાતે મોક ડ્રિલ યોજાઈ

By Desk
|
Google Oneindia Gujarati News

ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષીને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઇને અંબાજી ગબ્બર રોપ વે ઓથોરિટી અને વહીવટીતંત્રના સંકલન દ્વારા ગબ્બર તળેટી ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારા સમયમાં દેશનો સૌથી મોટો ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે.કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી આ મેળો યોજાઈ શક્યો નથી ત્યારે ચાલુ વર્ષે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમા આ મેળાની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. આ વખતે કરોડોની સંખ્યામાં યાત્રિકો-શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટવાની સંભાવના છે ત્યારે યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી અંબાજી ગબ્બર રોપ વે નું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા મોકડ્રિલ કરવામાં આવી હતી. જેમાં રોપ વે માં ફસાયેલા યાત્રિકોનું સુરક્ષા ટિમ દ્વારા દિલધડક લાઈવ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

mock drill

દર્શનાર્થીઓ ગબ્બર પર્વત પર પણ દર્શને જતા હોય છે ત્યારે માનવ મહેરામણની સલામતી અને સુરક્ષા જરૂરી બની જાય છે.આવા સમયે રોપ વે દ્વારા ગબ્બર પર દર્શન કરવા જતાં યાત્રિકો શ્રદ્ધાળુઓ સાથે કોઈ દુર્ઘટના ઘટે તો ગબ્બર રોપ વે ઓથોરિટી યાત્રિકોની સલામતી માટે ગમે તેવા કપરા સંજોગોમાં પણ તેમનું રેસ્ક્યુ કરી યાત્રિકોનો જીવ બચાવી શકે છે તેવા હેતુસર આ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોકડ્રિલ દ્વારા રોપ વેની સાર સંભાળ અને સુરક્ષાના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી. રોપ વે ઓથોરિટી દ્વારા યાત્રિકોની સુરક્ષાના ભાગરૂપે અવારનવાર આવી મોકડ્રિલનું આયોજન કરી સુરક્ષાની ચકાસણી અને ખાતરી કરવામાં આવતી હોય છે.

English summary
યાત્રિકોની સુરક્ષાના ભાગરૂપે અંબાજી ગબ્બર રોપ વે ખાતે મોક ડ્રિલ યોજાઈ
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X