For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'હું 181 બેઠકો પર મહેનત કરું, તમે માત્ર મણીનગરને વિજયી બનાવો'

By Super
|
Google Oneindia Gujarati News

narendra modi
અમદાવાદ, 20 નવેમ્બરઃ નરેન્દ્ર મોદીએ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. પહેલા 3ડી થકી રાજ્યના ચાર શહેરોમાં લોકોને સંબોધિત કર્યા બાદ સોમવારે મોદીએ પોતાના મતવિસ્તાર એવા મણીનગરમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને ભાજપ-કોંગ્રેસ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. આ તકે કાર્યકરોમાં જૂસ્સો લાવવા માટે તેમણે કહ્યું હતું કે હું 181 બેઠકો પર મહેનત કરું છું તમે માત્ર આ એક બેઠકને વિજયી બનાવવા માટે મહેનત કરો.

પોતે મણીનગર ખાતેથી જ ચૂંટણી લડવાના હોવાની વાતને સ્પષ્ટ કરતા નરેન્દ્ર મોદીએ સોમવારે ભાજપના સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને કહ્યું હતું કે ચાલો આપણે સ્પર્ધા કરીએ, તમે મણીનગરમાં જંગી લીડ માટે પ્રયાસ કરો અને હું 181 બેઠકોમાંથી વધુને વધુ બેઠકો જીતવા મહેનત કરું. મારો કાર્યકર વિજયી બનવા સઘન પ્રયાસ કરશે એવો મને વિશ્વાસ છે.

આ તકે પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવાનું નહીં ચુકતા મોદીએ કહ્યું કે, ગુજરાતમાં લાંબા સમયથી સત્તા પરથી દૂર રહેલી કોંગ્રેસે બેફામ જુઠાણા, કાદવ ઉછાળવા માટે એક અલાયદો વિભાગ ખોલ્યો છે અને તેની પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું છે, પરંતુ ગુજરાતની જનતા એમને ઓળખી ગઇ છે અને એટલા માટે જ લાંબા સમયથી તેને સત્તાથી દૂર રાખી છે, મને વિશ્વાસ છે કે આ વખતે પણ જનતા કોંગ્રેસને ગુજરાતની બહાર કરી દેશે.

English summary
Gujarat Chief Minister Narendra Modi today indicated he will seek re election from Maninagar Assembly constituency and asked BJP workers to work hard to ensure he wins the seat with a record margin.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X