For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

36 કલાક સુધી 15 લાખથી વધુ રિક્ષા ડ્રાઇવર્સ કરશે હળતાલ

CNGમાં થઇ રહેલા સતત ભાવ વધારાને કારણે રિક્ષા ડ્રાઇવર્સ દ્વારા પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

CNGમાં થઇ રહેલા સતત ભાવ વધારાને કારણે રિક્ષા ડ્રાઇવર્સ દ્વારા પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. ત્યારે બુધવારના રોજ ફરી એકવાર અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાંથી રિક્ષા ડ્રાઇવર્સ યુનિયનના પ્રતિનિધિઓ તથા ટેક્સી ડ્રાઇવર્સ રિપ્રેઝન્ટેટીવ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

15 અને 16 નવેમ્બરના રોજ રાજ્ય વ્યાપી હડતાળનું આહવાન

અમદાવાદ ખાતે યોજાનાર આ બેઠકમાં હવે ટેક્સી ડ્રાઇવર્સ પણ રિક્ષા ડ્રાઇવર્સના આંદોલનમાં જોડાયા છે. આ બેઠકમાં આવનાર દિવસોમાં CNGના ભાવ વધારા સામે કેવી રીતે લડત આપવી તે અંગે ચર્ચા કરવામાં આવશે. આ અગાઉ રિક્ષા ડ્રાઇવર્સ આગામી 15 અને 16 નવેમ્બરના રોજ રાજ્ય વ્યાપી હડતાળનું આહવાન કરી ચૂક્યા છે.

rickshaw drivers

સમગ્ર રાજ્યના રિક્ષા ડ્રાઇવર્સ 36 કલાક રાખશે હડતાળ

પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGમાં પણ ભાવ વધારો લોકોની કમર તૂટી ગઇ છે. CNGના ભાવ વધારા સામે હવે ગુજરાતના રિક્ષા ડ્રાઇવર્સ લડી લેવાના મૂડ છે. 15 અને 16 નવેમ્બરના રોજ રાજ્યના રિક્ષા ડ્રાઇવર્સ દ્વારા 36 કલાક સુધી હડતાળ કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં રિક્ષા ડ્રાઇવર્સ CNGના ભાવ વધારના વિરોધમાં 14 નવેમ્બર કાળીપટ્ટી બાંધીને વિરોધ નોંધાવશે. 15 અને 16 નવેમ્બર સમગ્ર રાજ્યના રિક્ષા ડ્રાઇવર્સ 36 કલાક સુધી હડતાળ કરશે. સમગ્ર રાજ્યમાં 15 લાખ રિક્ષા રોકાઇ જશે, તેમ રિક્ષા ચાલક સમિતિએ દાવો કર્યો છે.

કાળી પટ્ટી બાંધી રિક્ષા ડ્રાઇવર્સ નોંધાવશે વિરોધ

ગુરૂવારના રોજ સમગ્ર રાજ્યના વિવિધ રિક્ષા ડ્રાઇવર્સ યુનિયનની બેઠક મળશે, તો 12 નવેમ્બરના રોજ રિક્ષા ડ્રાઇવર્સ યુનિયન રાજ્યપાલને આવેદન પાઠવીને રજૂઆત કરશે. જે બાદ 14 નવેમ્બરના રોજ કાળી પટ્ટી બાંધી રિક્ષા ડ્રાઇવર્સ વિરોધ નોંધાવશે. CNGના ભાવમાં ઘટાડો કરવા સહિત આર્થિક સહાય આપી રિક્ષા ભાડું વધારવા માટેની માગ કરવામાં આવી છે.

રિક્ષા ડ્રાઇવર્સ દ્વારા વેટમાં ઘટાડો કરીને રાહત આપવાની માગ કરાઇ

થોડા દિવસ પહેલા પ્રધાન પૂર્ણેશ મોદી સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેથી ત્રણ વ્યક્તને બોલાવીને ભાવ વધારો મંજૂર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. જે કારણે હવે 18 રૂપિયાથી વધારીને ન્યૂનતમ ભાડું 20 રૂપિયા કરવાની માગ કરાઇ રહી છે. આ સાથે પેટ્રોલ-ડીઝલમાં વેટનો ઘટાડો કર્યો તેમ CNG ના ભાવમાં પણ વેટમાં ઘટાડો કરીને રાહત આપવાની માગ રિક્ષા ડ્રાઇવર્સ દ્વારા કરવામાં આવી રહી છે.

English summary
Rickshaw drivers are protesting against the continuous price hike in CNG.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X