કવિ હૃદય નરેન્દ્ર મોદીની '...ટહુકે વસંત' કવિતા સાંભળી?

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી છે. ડિસેમ્બર માસમાં તેઓ ચૂંટણીમાં વ્યસ્ત રહ્યા. ચૂંટણી જીત્યાબાદ વિજય સભામાં વ્યસ્ત રહ્યા. કાંકરિયા કાર્નિવલનું આયોજન કર્યું. ત્યારબાદ માત્ર દસ દિવસમાં જ વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કર્યું. ગુજરાતમાં ખેલમહાકુંભનું આયોજન કર્યું. વગેરે વગેરે કામની વ્યસ્તતાઓની વચ્ચે પણ નરેન્દ્ર મોદીનું કવિ હૃદય સમયમળ્યે કવિતા કરતું જાય છે.
આજે વસંત પંચમીના અવસરે મોદીની આ કવિતા તમારા સુધી પહોંચાડવી રહી. નરેન્દ્ર મોદીએ વસંત પર પોતાની ભાવનાઓ કવિતામાં રેડી છે. દેશમાં અટલ બિહારી વાજપેઇ બાદ નરેન્દ્ર મોદી પ્રથમ એવા રાજકીય નેતા છે જે કવિતા કરી જાણે છે.
અંતમાં આરંભ અને આરંભમાં અંત,
પાનખરના હૈયામાં ટહુકે વસંત.
સોળ વરસની વય, ક્યાંક કોયલનો લય,
કેસૂડાનો કોના પર ઊછળે પ્રણય?
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત.
પાનખરના હૈયામાં ટહુકે વસંત.
આજે તો વનમાં કોના વિવાહ,
એક એક વૃક્ષમાં પ્રકટે દીવા.
આશીર્વાદ આપવા આવે છે સંત.
પાનખરના હૈયામાં ટહુકે વસંત.
મોદીની આ કવિતા જેટલી વાંચવામાં સારી લાગે છે તેટલી સાંભળવામાં પણ લાગે છે. આ કવિતાને સંગીતકાર પાર્થીવ ગોહીલે સુંદર સ્વરબધ્ધ કરી છે. જેનો વીડિયો અત્રે પ્રસ્તુત છે.












Click it and Unblock the Notifications
