નગર પાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખોની વરણી

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

નગર પાલિકાની ચૂંટણી બાદ આજે વિવિધ જગ્યાએ પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં ભાજપનું પલડું ભારે રહ્યું હતું. હળવદ પાલિકાના પ્રમુખ તરીકે હિનાબેન અજયભાઇ રાવલ ઉપપ્રમુખ તરીકે જયેશ વાસુદેવભાઇ પટેલવિકાસ કાર્યોને વેગ આપી લોકોની સુવિધા વધારવાનો પદાધિકારીઓએ વચન આપ્યું હતું.

ડોદરા ની કરજણ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ભાજપના મનુભાઈ વસાવા અને ઉપ પ્રમુખ તરીકે ભાજપ ના જયેશ ભાઈ પટેલની વરણી કરાઈ.

nagarpalika

ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ તરીકે બળવંતભાઈ બારોટ ની નિમણૂક ઉપ પ્રમુખ તરીકે વશાંતિબેન વશરામ ભાઈ ગલચરની નિમણૂક. દ્વારકા નગર પાલિકા ના પ્રમુખ તરીકે જીતુભા મેપાભા માણેક ની જ્યારે ઉપપ્રમુખ તરીકે પરેશ શામજીભાઈ જાખરીયાની વરણી. દ્વારકા નગર પાલિકા ની સામાન્ય ચૂંટણી માં કુલ 7 વોર્ડ ની 28 બેઠકો પૈકી ભાજપ પાસે 25 જ્યારે અન્ય ને 3 બેઠકો મળી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગર પાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી

ભાણવડ નગર પાલિકા 7ની સામાન્ય ચૂંટણીમાં કુલ 6 વોર્ડ ની 24 બેઠકો પૈકી ભાજપ પાસે 16 અને કોંગ્રેસ ને ફાળે 8 બેઠકો મળી.તો ભાજપે બહુમતી સાથે ફરી એક વખત સત્તા સંભાળી છે. પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન હિતેશભાઈ સાગઠિયા જ્યારે ઉપપ્રમુખ તરીકે કિશોર નરશી ખાણધરની વરણી કરવામાં આવી છે. તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા નગરપાલિકા કોગ્રેસમા ધબડકો વળ્કોયો છે અને કોંગ્રેસના 5 સભ્યો ગેરહાજર રહેતા નગર પાલિકામાં ભાજપે પ્રમુખ- જીનલ પટેલ. ઉપપ્રમુખ- અરવિંદ ઠક્કર

તલોદ નગરપાલિકા કોગ્રેસ

  • પ્રમુખ- નરેન્દ્રસિહ સોલંકી
  • ઉપપ્રમુખ- તેજુસિહ ઝાલા

પ્રાંતિજ નગરપાલિકા ભાજપ
  • પ્રમુખ- ગીતાબેન પટેલ
  • ઉપપ્રમુખ- નયનભાઇ દેસાઇ

ઇડર નગરપાલિકા ભાજપ
  • પ્રમુખ- જશવંતકુમારી વાઘેલા કુંપાવત
  • ઉપપ્રમુખ- પ્રિતેશભાઇ શાહ. 

તો બનાસકાંઠામાં અપક્સોએ ભાજપને સાથ આપીને સત્તા બનાવી ઇતિહાસ રચ્યો છે. થરાદ પાલિકા પ્રમુખ તરીકે ભાજપના લવજીભાઈ દલિતની વરણી, થરાદ નગરપાલિકા ઉપપ્રમુખ ચોથાભાઈ રબારીની વરણી ભાજપના 12 સભ્યો ને 5 અપક્ષોનુ મળ્યુ સમર્થન. ભાજપ 17 સભ્યો સાથે બહુમતી સાબિત કરવામાં સફળ.
English summary
Nagarpalika pramukh varni

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.