નલિયાકાંડ: કોંગ્રેસ શરૂ કરી યાત્રા તો અસ્મિતા મંચ શરૂ કર્યો વિરોધ

Posted By:
Subscribe to Oneindia News

નલિયા દુષ્કર્મ કાંડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે નલિયાથી ગાંધીનગર સુધી બેટી બચાવો યાત્રા શરૂ કરવામાં આવી હતી. જે બાદ ગાંધીનગર ખાતે 21મી તારીખે જ્યારે બજેટ રજૂ થશે તે પહેલા કોંગ્રેસ દ્વારા વિધાનસભાને પણ ઘેરવાનો કોંગ્રેસનો પ્લાન છે. ત્યારે નલિયા ખાતેથી આજે ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસની બેટી બચાવો યાત્રા શરૂ કરવામાં આવી ત્યારે અસ્મિતા મંચ કાળા વાવટા ફરકાવીને આ યાત્રાનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો.

bharat sing congress

નોંધનીય છે કે અસ્મિતા મંચની માંગણી હતી કે કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા કચ્છ અંગે કહેલી તેમની ટિપ્પણી પર માફી માંગે. નોંધનીય છે કે શંકરસિંહ વાઘેલાએ કચ્છ અને નલિયાકાંડને લઇને તેને સેક્સસીટી બની ગઇ હોવાની ટિપ્પણી કરી હતી. જે અંગે અસ્મિતા મંચ વાઘેલાની માફીની માંગણી કરી રહ્યો છે. જો કે ભારે વિરોધ બાદ પણ પોલીસ દ્વારા આ યાત્રાને આગળ વધારવામાં આવી હતી. આ પ્રસંગે શંકરસિંહ વાધેલાએ કહ્યું હતું કે ભાજપે કચ્છને લૂંટ્યું છે. અને આ નલિયાકાંડ નહીં ભાજપ કાંડ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા નીકળામાં આવી રહેલી આ યાત્રા બાદ 21મી તારીખે પણ બજેટ સત્રની વખતે કોંગ્રેસ દ્વારા વિધાનસભાને ઘેરીને વિરોધ પ્રદર્શન કરશે તેવું જાણાવ્યું હતું.

English summary
Naliya Rape case: Asmita Manch protest against congress.
Please Wait while comments are loading...