મોદીએ ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રીના કર્યા ભરપૂર વખાણ

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 21 મે: ગુજરાત વિધાનસભામાં પક્ષ-વિપક્ષના તમામ ધારાસભ્યોએ નરેન્દ્ર મોદીને ભાવભીની વિદાય આપી હતી. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ રાજ્યપાલ કમલા બેનીવાલને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ સુપરત કર્યું હતું. બાદમાં ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે આનંદીબેન પટેલના નામનું સૂચન કર્યું હતું, જેને તમામ ધારાસભ્યોએ ટેકો આપીને આનંદીબેન પટેલને ગુજરાતના 15માં મુખ્યમંત્રી તરીકે ચૂંટી લીધા હતા. પોતાને મુખ્યમંત્રી પદ માટે ચૂંટાતા આનંદીબેન ભાવુક બની ગયા હતા અને ગળગળા અવાજે સૌનો આભાર માન્યો હતો. આનંદીબેન પટેલ આવતીકાલે 22 તારીખે સવારે 12.39 કલાકે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

આનંદીબેન પટેલે શું કહ્યું:
પદનામીત મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગળગળા અવાજે ધારાસભ્યોનો માન્યો આભાર. રાજકારણમાં મહિલાઓને કામ કરવું અઘરુ પડે છે. જોકે ભાજપમાં મહિલાઓ મોકળાશથી કામ કરી શકે છે. ગુજરાતમાં 26 બેઠકો મેળવીને આપણી વર્ષોની તપસ્યા ફળી છે. મોદીભાઇ ગરીબોને કેન્દ્રમાં રાખીને ગુજરાતમાં વિકાસ સાધ્યો છે. સૌનો સાથ સૌનો વિકાસ માટે અમે પુરુષાર્થ કરીશું. રાજ્યના હિતમાં કામ કરવામાં પાછી પાની નહીં કરીએ. દલિત-શોષિતો માટે કામ કરીશું. ગુજરાત રાજ્યના સીએમ પીએમ બનવા જઇ રહ્યા છે એવી કોઇ ઘટના ભૂતકાળમાં બની નથી. એક આંખ રડી રહી છે અને બીજી આંખમાં ખુશી છે કારણ કે તેઓ ગુજરાત છોડીને જઇ રહ્યા છે અને બીજી બાજું દેશના 125 કરોડ લોકોના આંસુ લૂછવા જઇ રહ્યા છે.

મોદીએ પણ આ પ્રસંગે મન મૂકીને ધારાસભ્યોનું સંબોધન કર્યું હતું અને ગુજરાતના 15માં અને પહેલા મહિલા મુખ્યપ્રધાનના ભરપૂર વખાણ કર્યા હતા. વાંચો મોદીએ પોતાના ભાષણમાં શું કહ્યું..

ગુજરાતમાં સૌથી લાંબો સમય CM રહ્યો

ગુજરાતમાં સૌથી લાંબો સમય CM રહ્યો

ગુજરાતમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી તરીકે મેં કામ કર્યું, મને ચાર વાર મુખ્યમંત્રી બનવાનો અવસર મળ્યો. આટલા લાંબા સમયની તક ગુજરાત જ આપી શકે. મને એક સાથી તરીકે તમારી સાથે કામ કરવાનો અવસર મળ્યો છે. ભાજપે અને આ દેશે બહુ મોટી જવાબદારી મારા માથે મૂકી છે.

એક પણ ફાઇલ પેન્ડીંગ નથી

એક પણ ફાઇલ પેન્ડીંગ નથી

તમને જાણીને આનંદ થશે કે મે સીએમ પદથી રાજીનામુ આપ્યું ત્યારસુધી એક પણ ફાઇલ પેન્ડીંગ નથી. ચૂંટણી દરમિયાન પણ મે ફાઇલનું કામ કરી હતું. આ એટલા માટે કહું છું કે સામાન્યમાં સામાન્ય કાર્યકર પણ જો પરિશ્રમ કરે તો તે ઊંગી નીકળે જ. જે સીડી જડીને જાય તે નિશ્ચિત સ્થાને પહોંચે જ છે.

1995માં ગુજરાત છોડવું પડ્યું

1995માં ગુજરાત છોડવું પડ્યું

1995માં આપણી આંતરીક સ્થિતિના કારણે મારે ગુજરાત છોડવું પડ્યું ત્યારે કોંગ્રેસના મિત્રોને ઘણો આનંદ થયો હતો. પરંતુ 95થી 2002 સુધી હું ગુજરાતની બહાર રહ્યો.. પંજાબ, હરિયાણા દિલ્હી વગેરે ફર્યો. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા નસીબમાં પરિશ્રમ લખાયું જ છે. આ સંકલ્પ આપણો છે કે આ દેશ માટે આપણે કઇ કરવું છે. આપણો પક્ષ સર્વસંમતિથી નિર્ણયો લે છે, તેનો મને આનંદ છે.

આનંદીબેનના કર્યા વખણા

આનંદીબેનના કર્યા વખણા

મને આનંદ છે કે મને ગુજરાતની પહેલી મહિલા મુખ્યપ્રધાન ચૂંટવાની તક મળી છે. ગુજરાતને પહેલીવાર એવો મુખ્યમંત્રી મળી રહ્યા છે જે એમએસસી ગોલ્ડ મેડાલીસ્ટ છે. તેમણે શિક્ષક તરીકે રાષ્ટ્રપતિના હાથે પુરસ્કાર પ્રાપ્ત કરેલો છે. શિક્ષક સ્વભાવે કડક હોય પરંતુ તે વિદ્યાર્થીઓના હીત માટે જ હોય છે. તેઓને 16-17 વર્ષથી મંત્રી છે અને 10 જેટલા મંત્રાલય તેમણે ચલાવ્યા છે.

તેનો શ્રેય સમગ્ર દેશમાં આનંદીબેનને જાય છે

તેનો શ્રેય સમગ્ર દેશમાં આનંદીબેનને જાય છે

કેશુભાઇ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમનું ભાષણ 80 ટકા શિક્ષણ પર બોલાતુ હતું કારણ કે આનંદીબેન શિક્ષણમંત્રી હતા. છેલ્લા પાંચ-સાત વર્ષમાં રેવન્યૂના જે રિફોર્મ થયા છે, જે છેલ્લા દસ વર્ષમાં નથી થયું તે કરવાનો શ્રેય સમગ્ર દેશમાં આનંદીબેનને જાય છે. મહિલા તરીકે લોકોને આનંદીબેન મુખ્યમંત્રી તરીકે ઉત્તમ પૂરવાર થશે. મારે આગામી 20 વર્ષ માટેનું નેતૃત્વ તૈયાર કરીને જવું છે.

આખા દેશે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે

આખા દેશે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે

નેતા, અધ્યક્ષ, મંત્રીઓમાં સામાન્ય પડ્યું છે, જે સંગઠનની ક્ષમતા એ ગુજરાતને માટે ગૌરવની બાબત છે. મારી સિદ્ધિ હજારો લાખો કાર્યકરોના મહેનતું પરિણામ છે. 14 રાજ્યોને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ કોંગ્રેસ મુક્ત થઇ ગયા. આખા દેશે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. મે આખા દેશનો પ્રવાસ કર્યો છે મને એમ થતુ કે આ વર્ગ આપણા માટે આવે છે? શરીર પર કપડુ ના હોય પણ હાથમાં ભાજપનો ધ્વજ લઇને તે આવી જતા.

કોઇએ વિચાર્યું હતું કે ચા ક્રાંતિ કરશે?

કોઇએ વિચાર્યું હતું કે ચા ક્રાંતિ કરશે?

કોઇએ વિચાર્યું હતું કે ચા ક્રાંતિ કરે. જેમ કોંગ્રેસના મિત્રોએ સીબીઆઇ મોકલી, એમ ચાવાળાને ગાળો દીધી. આખા દેશમાં ચા ક્રાંતિ આવી ગઇ. આ ચૂંટણીમાં અનેક બાબતો હતી જે નજરે ચડે તેમ હતી. આ વિધાનસભાની ઘટના એ દેશના લોકોએ ચર્ચવી પડે તેવી હતી. આજે લોકો ગુજરાતના હિત માટે દેશના હિત માટે એક થઇ ગયા. આનંદીબેન ગુજરાતનો અવિરત વિકાસ કરશે તેનો મને વિશ્વાસ છે.

English summary
Anandiben Patel elected as next CM of Gujarat, Narendra Modi praised of Anandiben's work.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X