• search

‘હવે બાપુ ગર્વથી કહી શકશે, દેશના PM મારા સ્કૂટરમાં ફરતા’

ગાંધીનગર, 21 મેઃ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિધાનસભાના ખાસ સત્રને સંબોધિત કરતી વખતે નરેન્દ્ર મોદી ભાવુક બની ગયા હતા. તેમણે જે કંઇપણ તેઓ શીખ્યા છે તે આ ગૃહમાંથી શીખ્યા હોવાનું કહ્યું હતું. તેમણે આ તકે વિરોક્ષ પક્ષ અને અધ્યક્ષનો વિશેષ આભાર માન્યો હતો. મોદી દેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યાં હોય એ માટે આ ખાસ સત્ર વિપક્ષની રજામંદીથી બોલવવામાં આવ્યો હતો. પહેલીવાર ગૃહમાં કોઇ પ્રકારના વાદ-વિવાદ વગર બધા એકજૂટ થઇને મોદીને વડાપ્રધાન બનવા જઇ રહ્યાં હોવાની શુભેચ્છા પાઠવી હતી. આ તકે મોદી ઘણા ભાવુક થઇ ગયા હતા અને પોતાનાથી કોઇ ભૂલ થઇ હોય અથવા ઉણપ રહી હોય તો તમે હંમેશા મને સાથ આપ્યો છે, તે બદલ આભાર માનું છું.

હું સૌપ્રથમ આપનું અને વિપક્ષના નેતાનો આભાર માનું છું, કારણ કે આજનો આ અવસર તમારા થકી છે. દેશ-દુનિયાના લોકો પૂછે છેકે આ ગુજરાત મોડલ શું છે, આ ઘટના એ ગુજરાત મોડલ છે. જ્યાં સૌ સાથે મળીને સારુ કરવા માટે મંથન કરતા હોય છે, આજે અહિયા શ્રેષ્ઠીજનો પધાર્યા છે. ગુજરાત તેની સ્વર્ણિમ જંયતિ ઉજવતો હતો, જે ઉમળકામાં સાથે મળીને આ ગૃહમાં એક નવો અવસર ઉભો કર્યો હતો, એ એક ઐતિહાસિક પળ હતી, હિન્દુસ્તાનની લોકશાહી પરંપરામાં આ ઘટના પણ, જેનો શ્રેય વિપક્ષને જાય, શંકરસિંહજીએ કહ્યું તેમ, વજુભાઇએ સીટ છોડી અને મારી યાત્રા શરુ થઇ તેમ પછી હું ધારાસભ્ય બન્યો.

આ ગૃહમાં જ હું બધુ શીખ્યો છું. આ ગૃહ પાસેથી વરિષ્ઠ નેતાઓ પાસેથી ઘણું બધું શિખવા મળ્યું છે. અમરસિંહભાઇનો હું સ્મરણ કરીશ કે તેમણે અંગત રીતે મારું ધ્યાન દોરતા હતા, સામાન્ય રીતે વિપક્ષ નેતા આવું ના કરે, આપણા ગુજરાતની ઉજવળ પરંપરા રહી છે, તેના કારણે આપણે ગુજરાતને આગળ વધારી શક્યા છીએ.

દેશના વડાપ્રધાન મારી મોટરસાઇકલ પર ફરતા

દેશના વડાપ્રધાન મારી મોટરસાઇકલ પર ફરતા

મારો એવો ક્યારેય મત નથી કે આ 12-13 વર્ષમાં થયું છે. આ બધુ ગુજરાતના નિર્માણથી થતું આવ્યું છે. એ દિવસો હું યાદ કરુ છું કે, ભૂકંપ પછી મારે અહી આવ્યું, દૂકાળ, નાગરીક બેન્કોના ગોટાળાઓ, તેવા વાતાવરણમાં આ જવાબદારી મારી પાસે આવી હતી. હમણા શંકરસિંહે સારી રીતે સારી રીતે વ્યક્ત કર્યું કે આ સરકાર કેટલા કામો બાકી મુકીને ગઇ છે. મને વિશ્વાસ છેકે જેમ ગુજરાત આગળ આવ્યું તેમ દેશ પણ આગળ જશે. શંકરસિંહજી ગૌરવથી કહી શકશે કે દેશના વડાપ્રધાન મારી મોટરસાઇકલ પર ફરતા હતા.

મારા માટે ધારાસભ્ય લોકશાહીમાં સર્વોપરી

મારા માટે ધારાસભ્ય લોકશાહીમાં સર્વોપરી

કદાચ ગુજરાતનો એકપણ જીલ્લો એવો નહીં હોય કે અમે સાથે ફર્યા નહીં હોય, જીપ હોય તો પણ બુલેટ ફેરવાનો શોખ હતો. આજે તેમણે વ્યક્તિગત રીતે મારી ચિંતા કરી ત્યારે જૂની વાતો યાદ આવે તે સ્વાભાવિક છે. લોકશાહી પંરપરામાં સંવેધાનિક વાતોનું ઘણું મૂલ્ય છે. જ્યારે વિધાનસભા ગૃહ મળતું હતું, પ્રશ્નકાળ ચાલતો હતો, પરંતુ સરકારમાં એક એવી વ્યવસ્થા ઉભી કરી હતી, જેનો લાભ ગુજરાતને થશે. મારા માટે ધારાસભ્ય લોકશાહીમાં સર્વોપરી છે. ગૃહમાં સરકારી કામોની ઉણપની વાતો થવી જોઇએ. તેનો ઉપાય મે શોધ્યો, ભલે વિપક્ષોના પ્રશ્નો હોય, દરેક વિભાગ એ પ્રશ્નોનો ઉપાય કરવો, તેનો જવાબ માગ્યો હતો. આપણે એક એવું મિકેનિઝમ ઉભુ કર્યું, જેમાં ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નોની પાછળ સરકારી તંત્ર કામે લગાડ્યું.

મોદીના ગયા પછી રાજ્યનો વિકાસ તિવ્ર ગતિથી આગળ વધે તેમાં સફળતા

મોદીના ગયા પછી રાજ્યનો વિકાસ તિવ્ર ગતિથી આગળ વધે તેમાં સફળતા

આપણે એક એવી વ્યવસ્થા ઉભી કરી કે સીએજીના રિપોર્ટનો ઉપયોગ રાજકીય તુતુ મેમે માટે નહીં સીએજીના પેરાનો મૂળ શું છે, તેના આવી કેટલીક વ્યવસ્થા અપનાવી છે. રાજ્યાનું ભલુ કરવા માટે નવા ઉપાયો શોધવામાં આપણે સફળ નિવડ્યા છીએ. માની લો કે 12 વર્ષમાં વિકાસ છે, મોદીની સફળતાં એમા નથી કે મોદી હતા ત્યારે રાજ્યનો વિકાસ થયો છે, મોદીની સફળતાં એમા છેકે મોદીના ગયા પછી રાજ્યનો વિકાસ તિવ્ર ગતિથી આગળ વધે. એક પ્રયાસ આ કાર્યકાળ દરમિયાન કર્યો છે. જો સ્થાયી ભાવ કેળવવું હોય તો આઇડિયાને ઇન્સ્ટિટ્યૂશનિંગ કરવાની છે.

ગુજરાતને તેના હકનું મળવું જોઇએ

ગુજરાતને તેના હકનું મળવું જોઇએ

ગુજરાતના 12-13 વર્ષા કાળખંડનું મહત્વનું મુલ્યાકંન એ થશે કે સંસ્થાને સશક્ત બનાવવાનો પ્રયાસ થયો છે. વ્યવસ્થા આપોઆપ તેને રિસ્પોન્ડ કરતી જશે. પ્રારંભિક કાળખંડમાં ઘણા કામ થયા હતા. કાળક્રમે ગતિવિધિ બંધ થઇ ગઇ અને કદાચ 30-40 વર્ષના લાંબા ગાળા બાદ આ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. તેને બારિકાઇથી વિકસાવવાનો પ્રયાસ કર્યો છે, તે ગુજરાત માટે ઉર્જાવાન રાજ્ય બનાવવા માટે, ગતિશિલ રાજ્ય બનાવવા માટે ઉપકારક સાબિત થશે, એક ગુજરાતી તરીકે ગુજરાતીઓને મારા પર હક સ્વાભાવિક છે, પરંતુ દેશની જવાબદારી આવી ત્યારે ક્યારેક એવું પણ થાય, ગુજરાતને તેના હકનું મળવું જોઇએ. દેશના કોઇ પણ ખૂણાને એવું ના થાય કે તેને ઓછું મળ્યું.

ગુજરાતે મને એ સંસ્કાર આપ્યા છે

ગુજરાતે મને એ સંસ્કાર આપ્યા છે

હું અને શંકરસિંહ ગમે તેટલા મિત્રો હોઇએ એ સ્થાને તેમણે તેમની જવાબદારી નિભાવવી જોઇએ. ગુજરાતે મને એ સંસ્કાર આપ્યા છે અને એ સંસ્કાર સાથે આગળ વધવાનું છે. એક વાત નિશ્ચિત છેકે દેશની સામે સમસ્યાઓ ઘણી છે, સમસ્યાઓ ઘણી છે તો સમાધાનના રસ્તા પણ ઘણા છે. સંકટ છે તો સંકટને પાર કરવાનું સામર્થ્યવાન દેશના યુવાનો અને જનમાનસ પણ છે. તેના આધારે જે કંઇ કામ થશે, દેશની ભલાઇનું કામ હશે.

શંકરસિંહએ આવીને મને ખેસ પહેરાવી તે અવિસ્મરણિય

શંકરસિંહએ આવીને મને ખેસ પહેરાવી તે અવિસ્મરણિય

આ સદને મને ઘણું બધું આપ્યું છે, આ પ્રસંગ દુનિયામાં ભલે વાહવાહી થાય, તેના કરતા પોતાનાઓની અંદર વાહવાહી થાય તે સ્વાભાવિક છે. શંકરસિંહએ આવીને મને ખેસ પહેરાવી તે અવિસ્મરણિય છે. હવે વડાપ્રધાન કાર્યાલયમાં ગુજરાતી પણ બોલાશે. ખાખરાનું માર્કેટ વધશે, માણસ જાય ત્યારે પોતાનું ઘણું બધુ સાથે લઇને જતો હશે. એક મોટી જવાબદારી છે અને તમારી શુભકામનાઓ મને શક્તિ આપશે તેવી આશા છે. મને મારામાં જેટલો વિશ્વાસ છે, તેના કરતા વધારે વિશ્વાસ તમારી શુભકામનાઓમાં છે. તમારી શુભકામના મારી પ્રેરણા છે.

સદનમાં હુ ઘણું ઓછું બોલ્યો

સદનમાં હુ ઘણું ઓછું બોલ્યો

મારે એક વાત કહેવી પડશે કે સદનમાં હુ ઘણું ઓછું બોલ્યો, મારા મનની લાગણી રહી કે સદનમાં મારે સૌને સાંભળવા જોઇએ, તમે એ માર્ક કર્યું હશે કે વિપક્ષના ઘણા મુદ્દાઓને સરકારમાં સમાવી છે, સરકારના બજેટમાં તમે સાંભળશો તો તમને ખબર પડશે કે આ વાત તો મે ક્યાકં કર્યું હશે. મોસાળમાં મા પીરસનારી હોય તો ફેર પડે છે. બળવંતસિંહને એક વાક્ય કહ્યું હતું, 2005થી બળવંતસિંહ કહેતા આવ્યા છેકે તમે મને એકવાર વડાપ્રધાન કાર્યાલયમાં ચા પિવડાવજો. હું આ સદનનો હૃદયપુર્વક આભાર માનું છું.

મોદી ભાવુક થયા

મોદી ભાવુક થયા

મારા કામમાં ક્ષતિ રહી હોય મારા વ્યવહારમાં દોષ રહ્યો હોય, કોઇ ઉણપ રહી હોય, વર્તમાનમાં જે બેઠા છે તે અને અગાઉ આ સદનમાં હતા તે, જાણે અજાણે કોઇ પણ એવી ઉણપ રહી હોય, હંમેશા મને જે સાથ આપ્યો છે, તે બદલ બધાને આદર કરું છું અને વદન કરું છું, માન્ય અધ્યક્ષ અને પ્રતિપક્ષનો આભાર માનું છું. દિલ્હીમાં બીજા કાઉન્ટરની જરૂર નથી, પરમાત્માએ આપેલા હૃદયનું કાઉન્ટર તમારું જ છે.

English summary
Narendra Modi speak at Gujarat Assembly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more