કોંગ્રેસમાં ફરીથી કકળાટ, કિરીટ પટેલે દંડક પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી
ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પક્ષના દંડક પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. પોતાની અવગણના અને પક્ષમાં થયેલી ખોટી નિમણૂકોથી નારાજગી વ્યક્ત કરતા તેમણે આવતીકાલે આ પદ છોડવાની જાહેરાત કરી છે.

કિરીટ પટેલે પ્રદેશ નેતૃત્વ સામે મોરચો ખોલ્યો છે. પાટણમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની નિમણૂકથી તે નારાજ છે. તેમણે ચીમકી આપી છે કે જો તેમની વાત સાંભળવામાં નહીં આવે તો કડક પગલું લેશે. માંગણીઓ ન સંતોષાતા આવતીકાલે તેઓ દંડક પદેથી વિધિવત રાજીનામું આપશે.
કિરીટ પટેલે સાચા કાર્યકરોની કદર ન થતી હોવાનો આક્ષેપ કર્યો છે. પ્રદેશ નેતાગીરી પર પ્રહાર કરતા મીડિયાને જણાવ્યુ કે, ચૂંટણીમાં જે લોકોએ મને હરાવવા માટે રાત-દિવસ એક કર્યા હતા, તેમને જ આજે સંગઠનમાં મોટા હોદ્દા આપવામાં આવી રહ્યા છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વિશ્વાસમાં ન લેવાતા નિર્ણયો પર રોષ ઠાલવ્યો છે. છેલ્લા એક મહિનાથી માત્ર વાયદા અપાઈ રહ્યા છે, નક્કર પગલાં લેવાયા નથી.
કિરીટ પટેલે માત્ર રાજીનામાની વાત નથી કરી, પરંતુ પરિસ્થિતિ વણસી શકે તેવો ઈશારો આપ્યો. તેમણે જણાવ્યું કે પાટણ કોંગ્રેસના પાયાના કાર્યકરો આ નિર્ણયોથી ગુસ્સામાં છે. જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો નારાજ કાર્યકરો તોડફોડ કરતા પણ નહીં અચકાય. જો પ્રદેશ નેતાઓ ગંભીર નહીં બને, તો પાટણ જેવી આગ અન્ય શહેરોમાં પણ ફેલાઈ શકે છે.
એક તરફ કિરીટ પટેલે રાજીનામાનું શસ્ત્ર ઉગામ્યું છે, તો બીજી તરફ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ડેમેજ કંટ્રોલના પ્રયાસમાં લાગ્યા છે. તેમણે સ્વીકાર્યું કે SC વિભાગની નિમણૂકને લઈને અસંતોષ છે, પરંતુ તેને ઘરનો આંતરિક મામલો ગણાવ્યો. ચાવડાએ દાવો કર્યો કે બંને જૂથોને સાથે બેસાડી આ વિવાદનો સુખદ અંત લાવવામાં આવશે.
-
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી









Click it and Unblock the Notifications
