કયા ફિક્સ પગારદારોને રાજ્ય સરકારે આપ્યો બમણો લાભ? જાણો

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અસર હાલ ગુજરાત સરકારના તમામ નિર્ણયો પર સ્પષ્ટ દેખાઇ રહી છે. રાજ્ય સરકારે બુધવારે 75 હજાર કર્મચારીઓને 7માં પગારપંચનો લાભ આપવાની જાહેરાત કરી છે. એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ દિવસ છે ત્યારે જ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરીને કર્મચારીઓને ખુશ કરી દીધા છે. જેમાં મોટો ફાયદો વિદ્યાસહાયકો, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા જળ સંપત્તિ વિકાસ નિગમના અધિકારીઓને થયો છે.ગુજરાતના પાણી પુરવઠા બોર્ડના 2359 કર્મચારી, જળ સંપત્તિ વિકાસ નિગમના 2073 કર્મચારીને 7 માં પગાર પંચનો લાભ આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેના લીધે સરકાર પર 27 કરોડનો બોજો પડશે. આ લાભ કર્મચારીઓને 1 ઓગસ્ટ 2017થી મળશે પહેલી જાન્યુઆરી 2016 થી એરિયસનો લાભ પણ આપવામાં આવશે.

nitin patel

વધુમાં રાજ્ય સરકારની ગ્રાન્ટ પર ચાલતી નગરપાલિકા અને મહાનગરપાલિકા સંચાલિત શાળામાં કામ કરતા ફિક્સ પગારદાર શિક્ષકોને 7 માં પગાર પંચનો લાભ આપીને બમણો પગાર કરી દેવામાં આવ્યો છે. મનપા અને નપાના ફિક્સ પગારદાર શિક્ષકોને અત્યારે 11500 પગાર મળે છે. તેમને 7માં પગારપંચના પ્રથમ સ્કેલમાં અમુકીને તેમનો પગાર રૂપિયા 19,950 કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમનો અમલ પહેલી ફ્રેબુઆરી 2017 થી થશે.

English summary
Gujarat : Nitin patel announcement on 7th Pay Commission. Read here in details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.