For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NSUIના 5 હજાર જેટલા કાર્યકર્તા ભાજપમાં જોડાશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi-bjp
અમદાવાદ, 30 મે: ગુજરાતમાં યૂથ કોંગ્રેસને ભાજપ દ્વારા જોરદાર ઝટકો આપ્યો છે. ગુજરાતમાં આજે NSUIના 5 હજાર કાર્યકર્તા ભાજપમાં જોડાશે. એનએસયુઆઇ કાર્યકર્તાઓને નરેન્દ્ર મોદી સામે ભાજપની પ્રાથમિક સદસ્યતા સોંપવામાં આવશે. ગુજરાતમાં એનએસયુઆઇના નેતા હાર્દિક ડોડિયાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની પાર્ટીમાં યુવાનો માટે જગ્યા નથી.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુરૂવારે એટલે કે આજે એનએસયુઆઇના 5 હજાર જેટલા કાર્યકર્તા ભાજપમાં જોડાશે. શહેરના એસ જી હાઇવે સ્થિત અમીરાજ ફાર્મ હાઉસમાં સાંજે પાંચે વાગે આ સંમેલન યોજાનારા આ સંમેલનમાં 5 હજાર લોકો ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં કોંગ્રેસનો રાજકીયથી માંડીને સંગઠન સ્તરે સફાયો કરવાની રણનિતી પર કામ કરી રહેલી ભાજપે ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી નરહરિ અમીન, પૂર્વ મંત્રી ગિરિશ પરમાર, ગાંધીનગર મહાનગર પાલિકાના મહેન્દ્ર રાણા સહિત કોંગ્રેસના અન્ય કેટલાક દિગ્ગજોને ભાજપમાં સામેલ કર્યા હતા.

ત્યારબાદ આ વર્ષે બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ ધારાસભ્ય રહી ચૂકેલા વિઠ્ઠલ રાદડિયા અને તેમના પુત્ર જયેશ રાદડિયાને પણ ભાજપમાં સામેલ કરી કોંગ્રેસના ગઢ સમાન સૌરાષ્ટ્રમાં પગ પેસારો કરી લીધો છે.

હવે કોંગ્રેસની યુવા એકમનો વારો આવ્યો છે જેમાં એનએસયુઆઇ વિદ્યાર્થી સંગઠનને તોડી પાડવાનું કામ શરૂ કરી દિધું છે. જેમાં તાજેતરમાં ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ નેતા નરહરિ અમન જેવા નેતાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

English summary
Gujarat NSUI general secretary Hardik Dodia, who was expelled from the organisation Tuesday for anti-party activities, is joining the BJP on Thursday in the presence of Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X