For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલેજો શરૂ થતા હોસ્ટેલો શરૂ કરવા એનએસયુઆઈની માંગણી

કોરોનાને લઈને રાજ્યમાં લાંબા સમય બાદ શાળા-કોલેજો ધીરે ધીરે ખોલવામાં આવી રહી છે. 15 જુલાઈથી રાજ્યમાં કોલેજો શરૂ કરવામાં આવી છે ત્યારે હવે હોસ્ટેલો પણ શરૂ કરવા માંગ ઉઠી છે.

|
Google Oneindia Gujarati News

કોરોનાને લઈને રાજ્યમાં લાંબા સમય બાદ શાળા-કોલેજો ધીરે ધીરે ખોલવામાં આવી રહી છે. 15 જુલાઈથી રાજ્યમાં કોલેજો શરૂ કરવામાં આવી છે ત્યારે હવે હોસ્ટેલો પણ શરૂ કરવા માંગ ઉઠી છે.

Nsui

કોલેજો શરૂ થયા બાદ હવે વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા પરિક્ષાઓ પણ યોજવામાં આવી રહી છે. આ બધા વચ્ચે અંતરિયાળ વિસ્તારના અને અમદાવાદમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી સમસ્યાઓ ઉભી થઈ છે. કોરોનાને લઈને રાજ્ય સરકારે કોલેજો તો શરૂ કરાઈ છે પરંતુ હોસ્ટેલો શરૂ ન કરાતા હવે વિદ્યાર્થીઓ હવે પીજી અથવા હોટેલનો સહારો લેવા મજબુર બન્યા છે.

વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને એનએસયુઆઈએ હોસ્ટેલો શરૂ કરવા માંંગ કરી છે. એનએસયુઆઈની માંગ છે કે કોલેજો સાથે સાથે હવે હોસ્ટેલો પણ શરૂ કરવામાં આવે, જેથી અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓની હાલાકીનો અંત આવે. હોસ્ટેલ બંધ હોવાથી વિદ્યાર્થીઓએ પીજી અથવા હોટેલમાં રોકાવુ પડે છે, જેના કારણે આર્થિક બોઝ પડે છે, આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરિવહન ખર્ચ પણ ભોગવવો પડે છે. બીજી તરફ પરિક્ષાઓ હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીઓ ઉભી થાય છે.

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં શાળા અને કોલેજો ધીરે ધીરે એક પછી એક ખોલવામાં આવી છે. પરંતુ હજુ હોસ્ટેલો શરૂ કરવાની કોઈ વાત સરકારે કરી નથી. ત્યારે હવે એનએસયુઆઈએ વહેલી તકે હોસ્ટેલ શરૂ કરવાની માંગ કરી છે.

English summary
NSUI demands to start hostels in the state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X