For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી સરદાર સરોવર ડેમ પહોંચ્યા, પૂજા અર્ચના કરી

પીએમ નરેન્દ્ર મોદી આજે 69 વર્ષના થઈ ગયા છે. તેઓ તેમનો જન્મદિવસ ગુજરાતમાં ઉજવશે. મંગળવારે પીએમ મોદી માતાના આશીર્વાદ લીધા બાદ સરદાર સરોવર ડેમ પર પહોંચ્યા છે.

|
Google Oneindia Gujarati News

પીએમ નરેન્દ્ર મોદી આજે 69 વર્ષના થઈ ગયા છે. તેઓ તેમનો જન્મદિવસ ગુજરાતમાં ઉજવશે. મંગળવારે પીએમ મોદી માતાના આશીર્વાદ લીધા બાદ સરદાર સરોવર ડેમ પર પહોંચ્યા છે. અહીં તેઓએ નર્મદા નદી પર પૂજા-અર્ચના કરી. આપને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન 101 પંડિતોએ મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના કરી હતી. આ અગાઉ પીએમ મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયામાં ખલવાની ઇકો-ટૂરિઝમ સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે પણ હાજર રહ્યા હતા.

pm modi

તમને જણાવી દઇએ કે પીએમ નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ માટે ઉપવાસ કર્યા હતા. બાદમાં તેનું ઉદ્ઘાટન પણ કરાયું હતું. તમને જણાવી દઈએ કે પીએમ એવા સમયે નર્મદા ડેમની મુલાકાત લઈ રહ્યા છે જ્યારે તેનું જળ સ્તર 138.68 મીટરની ટોચની સપાટીએ પહોંચી ગયું છે. આ સમય દરમિયાન પીએમ મોદી નમામી નર્મદા મહોત્સવની પણ શરૂઆત કરશે. આ સરદાર સરોવર ડેમનું નિર્માણ 131 શહેરી કેન્દ્રોના 9633 ગ્રામજનોને પીવાનું પાણી પહોંચાડવાના હેતુથી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સૈનિક બનીને દેશની સેવા કરવા ઈચ્છતા હતા મોદી પરંતુ આર્મી સ્કૂલમાં ન મળ્યો પ્રવેશ...

આ સહાયથી 18.54 હેક્ટર ખેતરોમાં સિંચાઇનું પાણી મળશે, જે 15 જિલ્લાના 3112 ગામોમાં પહોંચશે. પીએમ મોદીના કાર્યક્રમ જોતા સરદાર સરોવર ડેમ પર તૈયારીઓ ચાલી રહી છે. ગઈકાલે રાત્રે મોદી અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાત્રે રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: પીએમ મોદીના જન્મદિવસે અડધી રાતે કાપવામાં આવ્યો 69 કિલોનો લાડુ, જાણો ક્યાં...

English summary
PM Modi arrives at Sardar Sarovar Dam, performs puja
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X