બુલેટ ટ્રેન: PM મોદી અને PM શિન્ઝો આબેના હસ્તે શિલાન્યાસ

Written By:
Subscribe to Oneindia News

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબે બુધવારે બપોરે અમદાવાદ પધાર્યા હતા. મુલાકાતના પ્રથમ દિવસે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રોડ શોમાં ભાગ લીધો હતો અને ત્યાર બાદ ગાંધી આશ્રમ અને સીદી સૈયદની જાળી જેવા સ્થળોની મુલાકાત લીધી હતી. શિન્ઝો આબેની મુલાકાતના બીજા દિવસે એટલે કે ગુરૂવારે સવારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત કરશે. મુંબઇ અમદાવાદ હાઇ સ્પીડ રેલ એ મોદી સરકારનો અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આ અંગેની તાજેતરની માહિતી મેળવવા માટે આ પેજ રિફ્રેશ કરતા રહો.

dandi kutir

11.46 AM: બંને પીએમ ગાંધી કુટિર પહોંચ્યા, ગાંધીજીની જીવનશૈલીની ઝાંખી મેળવી. પીએમ મોદી બન્યા શિન્ઝો આબેના ગાઇડ. પીએમ મોદી અહીં દીવાલ પર લાગેલ ગુજરાતનો નકશો બતાવી રાજ્ય અંગે પીએમ શિન્ઝોને માહિતી આપતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મ્યૂઝિયમ મહાત્મા ગાંધીને સમર્પિત છે.

11.20 AM: બંને પીએમ ગાંધીનગર જવા રવાના, ગાંધી કુટિરની લેશે મુલાકાત. મહાત્મા મંદિરમાં જ નિર્મિત છે દાંડી કુટિર.

11.05 AM: ભારતનું રેલવે નેટવર્ક એટલું વિશાળ છે કે, અહીં દર અઠવાડિયએ રેલવેમાં મુસાફરી કરતા લોકોનું સંખ્યા જાપાનની કુલ વસતી બરાબર છે. આશા રાખીએ કે, આપણા દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થનાર વર્ષ 2022-23માં હું અને પીએમ શિન્ઝો આબે બુલેટ ટ્રેનનું ઉદ્ઘાગન કરતા હોઇશું: નરેન્દ્ર મોદી

10.57 AM: આવનારી પેઢીઓની અનુકૂળતા પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થાય, એની પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આનાથી મેક ઇન ઇન્ડિયાને પણ ફાયદો. મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે વડોદરામાં હાઇ-સ્પીડ રેલ ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવશે, જેથી ભારતના અને ગુજરાતના નવ યુવકોને આ નવી ટેક્નોલોજીના સંચાલન માટે ટ્રેઇન કરી શકાય. આ યોજનામાં પણ જાપાન મદદરૂપ. 

10.50 AM: દેશમાં આવતી નવી ટેક્નોલોજીનો ઉપયોગ અમીરો તો સરળતાથી કરી શકે છે. પરંતુ મારું માનવું છે કે, ટેક્નોલોજીનો સાચો ઉપયોગ ત્યારે છે, જ્યારે દેશના દરેક ગરીબને એનો લાભ મળે. આ ટેક્નોલોજીનો ઉપયોગ ગરીબોના સશક્તિકરણ માટે થશે. ટેક્નોલોજી ભલે જાપાનમાંથી આવી રહી હોય, પરંતુ તેનું સંચાલન ભારતીય દ્વારા થશે: નરેન્દ્ર મોદી

10.45 AM: જો કોઇ કહે કે, અત્યારે લોન લો અને 50 વર્ષ પછી ચૂકવશો? તો શું તમને વિશ્વાસ થશે? પરંતુ જાપાન એવું મિત્ર છે, જેણે આ પ્રોજેક્ટ માટે ભારતને સાવ નજીવા 0.1 ટકાના વ્યાજદરે 88 હજાર કરોડની લોન આપી. એમ કહી શકાય કે, સાવ મફતની કિંમતે આ સંપૂર્ણ પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યો છે. આ ટ્રેન આપણા અમદાવાદથી આમચી મુંબઇ જશે: નરેન્દ્ર મોદી

10.40 AM: દેશના વિકાસમાં પરિવહન ક્ષેત્રના વિકાસનું ઘણું મહત્વ છે. આર્થિક પ્રગતિનો સીધો સંબંધ પ્રોડક્વિટી પર છે. More Productivity with High Speed Connectivity આપણું લક્ષ્ય છે. હવે આગલી પેઢીનો વિકાસ ત્યાં સર્જાશે જ્યાે હાઇ સ્પીડ કોરિડોર હશે. રેલવે, હાઇ વે, વોટર વે, એર વે, તમામ ક્ષેત્રની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે: નરેન્દ્ર મોદી

10.38 AM: અમેરિકામાં રેલવેની શરૂઆત બાદ પ્રગતિ થઇ. બીજા વિશ્વયુદ્ધ બાદ જાપાનની પરિસ્થિતિ પણ ખૂબ ખરાબ હતી, પરંતુ બુલેટ ટ્રેનના આગમન બાદ જાપાનના અર્થતંત્રને ઘણો ફાયદો થયો છે. આ યોજનાથી ભારતમાં પરિવહન ક્ષેત્રે સગવડ ઉપરાંત વેપારને પણ બળ મળશે, પ્રત્યક્ષ અને પોરક્ષ રોજગારની પણ વધુ તકો મળશે.

narendra modi

10.35 AM: નરેન્દ્ર મોદીનું સંબોધન, શિન્ઝો આબેના સ્વાગત માટે ગુજરાતીઓનો આભાર. આ બુલેટ ટ્રેનનું આટલા ઓછા સમયમાં શિલાન્યાસ થયો, એનો શ્રેય શિન્ઝો આબેને જાય છે. તેમણે આ યોજનામાં વ્યક્તિગત રસ લઇ એ સુનિશ્ચિત કર્યું કે, યોજનામાં કોઇ ખામી ન રહે. આ બુલેટ ટ્રેન ભારત અને જાપાન વચ્ચેના મજબૂત સંબંધોનું પણ પ્રતિક છે. ફાસ્ટ ટેક્નોલોજીથી ઝડપી પરિણામ મળશે. આ બુલેટ ટ્રેનમાં સુવિધા સાથે સુરક્ષા પણ. બુલેટ ટ્રેન એ ન્યૂ ઇન્ડિયાના સપના સાકાર કરવાની શરૂઆત છે.

10.30 AM: થોડા સમયમાં સમગ્ર ભારતમાં બુલેટ ટ્રેન હશે, મને આશા છે કે, હવે પછી જ્યારે હું અહીં આવીશ ત્યારે પીએમ મોદી સાથે બુલેટ ટ્રેનમાં બેસીને આવીશ. મને ગુજરાત અને ભારત ખૂબ પસંદ પડ્યું છે. ભારત માટે હું જે પણ કરી શકું એ કરીશ. હુ જય જાપાન-જય ભારતની દેશામાં કામ કરીશ: શિન્ઝો આબે

10.24 AM: નરેન્દ્ર મોદીએ ન્યૂ ઇન્ડિયા બનાવવાનો નિર્ણય કર્યો અને જાપાનને સાથીદાર બનાવ્યું. આ નિર્ણયને અમારો પૂરો સહયોગ છે. મેક ઇ ઇન્ડિાયની યોજનાને જાપાનનું પણ સમર્થન છે. જો આપણે(ભારત અને જાપાન) સાથે મળીને કામ કરીએ તો કશું જ અશક્ય નથી: શિન્ઝો આબે

shinzo abe

10.20 AM: જાપાનના પીએમ શિન્ઝો આબેનું સંબોધન, નમસ્કાર કહી કરી સંબોધનની શરૂઆત. ભારતમાં નવા અધ્યાયની શરૂઆત થઇ છે. શક્તિશાળી ભારતમાં જાપાનનું પણ હિત છે. ભારત વિશ્વનું કારખાનું બની શકે છે. મારા મિત્ર મોદી એક દૂરંદેશી નેતા છે.

10.18 AM: જાપાનના પીએમ શિન્ઝો આબે અને પીએમ મોદીએ કર્યો બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ

bullet train

10.10 AM: મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સંબોધન, મહાત્માની ધરતી પર બુલેટ ટ્રેનની શરૂઆત થવા જઇ રહી છે અને ગુજરાતના આ વિકાસમાં જાપાનનું યોગદાન છે.

10.05 AM: મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસનું સંબોધન, બુલેટ ટ્રેનની સાથે જ ન્યૂ ઇન્ડિયાની પણ શરૂઆત. બુલેટ ટ્રેનથી રોજગારીની નવી તકો ઊભી થશે

10.00 AM: રેલવે મંત્રી પિયુષ ગોયલનું સંબોધન, ભારત અને જાપાનની ભાઇચારાનું પ્રતિક છે આ બુલેટ ટ્રેન. જ્યારે રાજધાની ટ્રેન શરૂ કરવામાં આવી ત્યારે ઘણાએ તેની આલોચના કરી હતી. પરંતુ આજે આ એક એવી ટ્રેન છે, જેમાં સૌ કોઇ મુસાફરી કરવા માંગે છે.

9.55 AM: બંને પીએમ એ કર્યું બુલેટ ટ્રેન મોડેલનું નીરિક્ષણ

9.50 AM: જાપાનના પીએમ શિન્ઝો આબે પણ પહોંચ્યા સાબરમતી ગ્રાઉન્ડ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસપણ હાજર

9.43 AM: સાબરમતી એથલિટ ગ્રાઉન્ડ પહોંચ્યા પીએમ મોદી

9.15 AM: પીએમ મોદી અને પીએમ શિન્ઝો આબેના સ્વાગતની તમામ તૈયારીઓ થઇ ચૂકી છે

sabarmati ground

8.50 AM: બુલેટ ટ્રેનના ખાતમુહૂર્ત પહેલાં કેશુભાઇ પટેલના મળવા પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તેમણે કેશુભાઇને મળીને તેમને સાંત્વના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ કેશુભાઇના અમેરિકા ખાતે રહેતા પુત્રનું નિધન થયું હતું.

keshubhai patel pm modi

8.46 AM: જાપાનના ફર્સ્ટ લેડી અકી આબે લેશે અમદાવાદના અંધજન મંડળની મુલાકાત

English summary
PM Narendra Modi and Japanese PM Shinzo Abe will lay foundation of Mumbai Ahmedabad High Speed Rail project in Ahmedabad today.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.