For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નર્મદાના પાણીથી લખાશે દેશનો સ્વર્ણિમ ઇતિહાસ: PM

કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સરદાર સરોવર ડેમનું લોકાર્પણ

By Shachi
|
Google Oneindia Gujarati News

આજે એટલે કે 17 સપ્ટેમ્બર ને રવિવારના રોજ સમગ્ર દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 67મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આજના દિવસ પીએમ મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે છે. તેઓ જ્યારે પણ ગુજરાત આવે ત્યારે માતા હીરાબાને અચૂક મળે છે. તો જન્મદિવસ જેવા ખાસ પ્રસંગે તેઓ માતાના આશીર્વાદ ન લે એવું તો બને જ કેમ! પીએમ મોદી શનિવારે રાત્રે જ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. રવિવારે સવારે સૌ પ્રથમ તેઓ માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. પીએમ મોદીએ વહેલી સવારે માતા હીરાબા સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ કેવડિયા કોલોની ખાતે તેમણે શાસ્ત્રોક્ત વિધિનુસાર સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કર્યું હતું. આ અંગે તાજેતરની માહિતી મેળવવા માટે આ પેજ રિફ્રેશ કરતા રહો.

Modi

1.12 હું થોડા દિવસો પહેલાં જ 1965ના યુદ્ધના હીરો અર્જન સિંહને મળ્યો હતો. તેમના લોહીમાં જ શિસ્તતા વહેતી હતી. હું તેમને સલામ કરું છું: નરેન્દ્ર મોદી

1.00 ભારતની સ્વતંત્રતા માટે સરદાર પટેલને કોઇક કારણસર જોઇતો યશ ન મળ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટિ દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાંજલિ મળશે અને વળી તે મુસાફરોના આકર્ષણનું પણ કેન્દ્ર બનશે. સાથે જ આદિવાસી જાતિના આપણ સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ યાદ કરું છું, જેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વનો ફાળો આપ્યો હતો:નરેન્દ્ર મોદી

12.57 સરદાર સરોવર યોજનામાં ગુજરાતના સાધુ-સંતોનો ફાળો પણ ઘણો મહત્વપૂર્ણ છે. જ્યારે વર્લ્ડ બેંકે આ યોજના માટે પૈસા આપવાની ના પાડી દીધી, ત્યારે ગુજરાતના મંદિરોએ પૈસા આપ્યા હતા: નરેન્દ્ર મોદી

12.56 આ માત્ર ગુજરાત નહીં, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ખેડૂતોના પણ ભાગ્યને બદલનારો પ્રોજેક્ટ છે:નરેન્દ્ર મોદી

12 45 આ કોઇ દળ કે સરકારનો પ્રોજેક્ટ નથી, આ તો પાણી માટે તરસતા લોકોનો પ્રોજેક્ટ છે. માં નર્મદા માટે કંઇ પણ કરવું મારા માટે અત્યંત ભાવુક કામ છે. નર્મદાનું પાણી પારસ છે. નર્મદાના પાણીથી ભારતનો સ્વર્ણિમ ઇતિહાસ લખાશે: નરેન્દ્ર મોદી

12.43 સરદાર સરોવર યોજનાને અનેક મુસીબતોનો સામનો કરવાનો વારો આવ્યો. વર્લ્ડ બેંકે પણ પર્યાવરણની બહાનું આપતાં ફંડ આપવાની ના પાડી દીધી હતી. પરંતુ અમે નક્કી કરી લીધું હતું કે, આ યોજના પૂર્ણ કરીશું. આ ડેમ બનાવવા માટે ભારતના જ પૈસાનો ઉપયોગ થયો. રાજકારણની દ્રષ્ટિએ પણ આ યોજનામાં અનેક અવરોધો ઊભા કરવામાં આવ્યા હતા. પરંતુ મેં નક્કી કરી લીધું હતું કે, આ યોજનાને રાજકારણનો ભાગ નહીં બનવા દઉં: નરેન્દ્ર મોદી

modi

12.37 આ બંને મહાપુરૂષોને આટલા જલ્દી ગુમાવવા એ આપણું દુર્ભાગ્ય છે: નરેન્દ્ર મોદી

12.35 એવા બીજા મહાપુરૂષ હતા, બાબાસાહેબ આંબેડકર. મંત્રી તરીકેના અલપકાળમાં તેમણે જળ શક્તિને લગતી જેટલી યોજનાઓ ઘડી હતી, કલ્પના કરી હતી, એ યોજનાના વિચારો કદાચ જ કોઇ સરકારે કરી હશે. આપણે પૂરનો વિનાશ જોયો, દુષ્કાળનો સમય જોયો, જે ઓ મહાપુરૂષ પણ જીવીત રહ્યા હોત, તો દેશને આ સમસ્યાઓનો સામનો કરવાનો વારો ન આવ્યો હોત અને ભારતે પ્રગતિની નવી ઊંચાઇઓ સર કરી હોત: નરેન્દ્ર મોદી

12.32 સરદાર વલ્લભભાઇ પટેલની આત્મા આજે અંતરથી આશિષ આપી રહી હશે. સરદારે વર્ષો પહેલાં, મારા પણ જન્મ પહેલાં સરદાર સરોવર ડેમનું સ્વપ્ન જોયું હતું. તેઓ થોડા વધુ વર્ષો જીવીત રહ્યા હોત, તો પશ્ચિમના તમામ રાજ્યો હર્યાભર્યા થઇ ગયા હોત: નરેન્દ્ર મોદી

12.31 એક ગાંધી જો દેશના લોકોને આઝાદી માટે જોડી શકે છે, તો નર્મદા અને સાબરમતીના આશીર્વાદથી તો દેશવાસીઓ પણ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયે એક ન્યૂ ઇન્ડિયાનાની યોજનામાં કોઇ કમી નહીં રાખે, એનો પૂરો વિશ્વાસ છે.

12.30 જન્મદિવસની અનેક શુભકામનો મળી, સૌનો ધન્યવાદ. આ શુભકામના સાથે જે ભાવનાઓ મળી, એ સૌ સાકાર કરવાનો પ્રયત્ન કરીશ: નરેન્દ્ર મોદી

12.28 વિશ્વકર્મા જયંતિ પર વિશ્વકર્મા ઉપાસકો, જેમણે સરદાર સરોવર ડેમનું નિર્માણ કામ કર્યું છે, તેમને યાદ કરતાં આજના જ દિવસે સરદાર સરોવર ડેમ દેશને સમર્પિત કરવાનું સૌભાગ્ય મને મળ્યું: નરેન્દ્ર મોદી

12.24 નરેન્દ્ર મોદીનું સંબોધન, ડભોઇ ઘણીવાર આવ્યો છું. ક્યારેક બસમાં તો ક્યારેક સ્કૂટર પર. અનેક યાદો તમારી સાથે જોડાયેલી છે. વિરાટ જનસાગર માં નર્મદાની ભક્તિનું જીવતું જાગતું પ્રતિક છે. આજે વિશ્વકર્મા જયંતિ. ભારતમાં સદીઓથી હાથથા કામ કરી, પરસેવો વહોવી શ્રમ કરી નિર્માણ કામ કરતા ટેક્નિશિયર, એન્જિનિયર, સ્થાપત્યના કામ સાથે જોડાયેલા સૌને ભારતને વિશ્વકર્મા તરીકે જોવાય છે.

12.15 આદિવાસી સ્વતંત્ર સેનાની સંગ્રહાલયનો પીએમ મોદીના હસ્તે શિલાન્યાસ.

12.00 કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવાલેનું નિવેદન, તમામ પાટીદારો સમૃદ્ધ નથી. પાટીદારોને અનામત મળવી જોઇએ.

11.58 મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સંબોધન, મુખ્યમંત્રીએ પણ પીએમને જનમદિવસની શુભેચ્છા પાઠવી. 1961માં શરૂ થયેલ નર્મદા ડેમનું કામ આજે પૂર્ણ થયું. નરેન્દ્ર મોદીએ સરદાર પટેલનું સ્વપ્ન પૂર્ણ કર્યું. કોંગ્રેસ પર પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, તેમણે માત્ર કામમાં રોડા નાંખવાનું કામ કર્યું.

11.50 કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ પીએમને જન્મદિવસની શુભકામના પાઠવી કરી સંબોધનની શરૂઆત, આજનો દિવસ દેશ માટે યાદગાર. ખેડૂતો વતી પીએમનો આભાર વ્યક્ત કરું છું. અમે પર્યાવરણની રક્ષા કરવા માટે કટિબદ્ધ છીએ. નર્મદા યોજનાથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળશે. છેવાડાના માણસનો વિકાસ જ દેશનો સાચો વિકાસ છે.

11.30 આદિવાસી સ્વતંત્ર સેનાની મ્યૂઝિયમના ભૂમિપુજન માટે ડભોઇ પહોંચ્યા પીએમ મોદી. અહીં પારંપરિક રીતે તીર કામઠા આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું

modi

11.14 પીએમ હેલિકોપ્ટર મારફતે ડભોઇ પહોંચ્યા

10.55 ડભોઇ જવા રવાના પીએમ મોદી

ડભોઇ માટે રવાના થતાં પહેલા તેમણે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટિના નિર્માણકામનું નિરીક્ષણ કર્યું હતું.

10.28 સરદાર સરોવર ડેમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ, વિશ્વના બીજા સૌથી મોટા કોંક્રિટ ડેમનું લોકાર્પણ

pm modi
sardar sarovar dam

10.25 શાસ્ત્રોક્ત વિધિનુસાર મા નર્મદા અને ડેમનું પૂજન કર્યું પીએમ મોદીએ

pm modi

10.22 પીએમ મોદીએ પ્રથમ સરદારની મૂર્તિને ફૂલ અર્પણ કર્યા

10.19 કેવડિયા કોલોની ખાતે પીએમ મોદીએ ડેમનું નિરીક્ષણ કર્યું

9.58 કેવડિયા પહોંચ્યા પીએમ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન ગડકરી પણ ઉપસ્થિત

9.28 વાતાવરણ બગડતાં પીએમ નરેન્દ્ર મોદીનું ચોપર કેવડિયાની જગ્યાએ ડભોઇ ઉતર્યું, સરદાર સરોવર ડેમના લોકાર્પણ અર્થે પીએમ બાય રોડ ડભોઇથી કેવડિયા પહોંચશે.

9.01 પીએમ મોદી કેવડિયા કોલોની જવા રવાના

7.30 વહેલી સવારે પીએમ પ્રોટોકલ અને પોતાની સુરક્ષાની ચિંતા કર્યા વિના કોઇ સિક્યોરિટી વિના માતા હીરા બાને મળવા પહોંચ્યા હતા. માતાના આશીર્વાદ લઇ તેમના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી હતી અને તેમની સાથે હળવાશભર્યો સમય પસાર કર્યો હતો.

pm modi

શનિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ.પી.કોહલી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી એરપોર્ટ પર હાજર રહ્યાં હતા.

pm modi

ખાસ વાતો:

  • ભાજપના કાર્યકર્તાઓ પીએમના જન્મદિવસની ઉજવણી 'સેવા દિવસ' તરીકે કરશે.
  • પોતાના જન્મદિવસે પીએમ મોદી સરદાર સરોવર ડેમના 30 દરવાજા ખોલી ડેમ દેશને સમર્પિત કરશે.
  • ડેમના દરેક દરવાજાનું વજન 450 ટન છે.
  • આ ભારતનો ત્રીજા નંબરનો સૌથી ઊંચો અને સૌથી વધુ પાણીની સંગ્રહશક્તિ ધરાવતો ડેમ છે.
  • આ ડેમનું લોકાર્પણ 5 એપ્રિલ 1961ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે થયું હતું.
  • સાથે જ તેઓ 'સ્ટેચ્યૂ ઓફ યુનિટિ'નું નીરિક્ષણ પણ કરશે.
  • 182 મીટર ઊંચા આ 'સ્ટેચ્યૂ ઓફ યુનિટિ'ની પહેલ પીએમ મોદીએ જ કરી હતી અને તેઓ ખાસા સમયથી સરદાર સરોવર ડેમની ઊંચાઇ વધારવાના પક્ષમાં છે.
  • આ ડેમની ઊંચાઇ હાલ 138.68 મીટર કરવામાં આવી છે.
English summary
PM Narendra Modi to inaugurate Sardar Sarovar Dam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X