ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક સમયે ચા વેચતા'તા
ગાંધીનગર, 20 ડિસેમ્બર: ગુજરાતમાં નરેન્દ્ર મોદીની જીત બાદ ફરી એકવાર મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે આ સાથે-સાથે લોકસભાની ચુંટણીમાં તેમને ભાજપ તરફથી વડાપ્રધાન પદના દાવેદાર પણ માનવામાં આવે છે. વિશેષજ્ઞોના અનુસાર ભષ્ટ્રાચાર અને જૂથવાદનો સામનો કરી રહેલી ભાજપને હવે નરેન્દ્ર મોદીનો જ સહારો છે જે તેમને કેન્દ્રમાં ફરી લઇ જઇ શકે છે.
ભારતીય રાજકારણમાં એક અલગ પ્રકારની છબિ ધરાવનાર નરેન્દ્ર મોદીનું જીવન ફિલ્મી સ્ટોરી જેવું છે. નરેન્દ્ર મોદીનો જન્મ 17 ડિસેમ્બર 1950ના મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો. તેમના ઘરની આર્થિક સ્થિતી ખરાબ હતી. તેમના પિતા દામોદરદાસ મુળચંદદાસ મોદી રેલવે સ્ટેશન પર ચાની દુકાન ચલાવતા હતા. નરેન્દ્ર મોદીની માતાનું નામ હિરાબેન છે.
નરેન્દ્ર મોદી જ્યારે 14 વર્ષના હતા ત્યારે તેમને ચાની દુકાનમાં પોતાના પિતાની મદદ કરવાની શરૂઆત કરી દિધી હતી. તેમના પડોશીઓના જણાવ્યા અનુસાર જ્યારે ટ્રેન આવતી હતી ત્યારે નરેન્દ્ર મોદી ચાની કિટલી લઇને દોડવા લાગતાં હતા. આ ઉપરાંત પાંચ-પાંચ પૈસામાં તે પાણીના ગ્લાસ વેચતા હતા. પૈસા કમાવવા માટે નાની ઉંમરે તે એક ઓઇલ કંપનીમાં પીપ ઉપાડતા હતા અને તેમને એક પીપ ઉપાડવાના એવરેજ પાંચ પૈસા મળતા હતા.

નરેન્દ્ર મોદી તેમના વિદ્યાર્થી જીવનમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંધના પ્રચારક તરીકે જોડાઇ ગયા હતા. તે સંધ પ્રચારકોની ચા માટે સવારે પાંચ વાગે દૂધ લેવા માટે જતા હતા. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. ઇતિહાસ અને સમાજશાસ્ત્ર નરેન્દ્ર મોદીનો પ્રિય વિષય હતો. તેમને સંઘને એક કાર્યકર્તા થી માંડીને મુખ્યમંત્રી બનવા સુધીની સફર પાર કરી છે. 7 ઑક્ટોબર 2001માં પાર્ટીનું નેતૃત્વ પરિવર્તન કરી ભાજપે કેશુભાઇને હટાવીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદ પર બેસાડ્યા. ત્યારબાદ 2002, 2007 અને હવે 2012માં જીત મેળવી છે.
આ દરમિયાન 2002માં થયેલા કોમી હુલ્લડો બાદ આખો દેશ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ થઇ ગયો. ખાસ કરીને કેટલીક પાર્ટીઓએ મિડીયાનો સહારો લઇને નરેન્દ્ર મોદીની છાપને હિન્દુવાદી નેતાના રૂપમાં રજૂ કરી અને લોકોના મનમાં એવી છાપ ઉભી કરાવાનો પ્રયત્ન કર્યો કે નરેન્દ્ર મોદી મુસ્લિમ વિરોધી નેતા છે. તેમછતાં 2007માં નરેન્દ્ર મોદી ફરી એકવાર ભવ્ય જીત મેળવી મુખ્યમંત્રી બન્યા.
તેમના આ કાર્યકાળ દરમિયાન લોકોએ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ અભિયાન છેડ્યું, જેમાં આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટનો સહારો લીધો. જ્યારે-જ્યારે ગોધરા કાંડના મામલે ચુકાદો આવે છે ત્યારે વિશ્વભરના મિડીયાવાળા નરેન્દ્ર મોદી પાછળ પડી જાય છે. પરંતુ વિરોધી દળો અને મિડીયાના અભિયાનને નરેન્દ્ર મોદીના વિકાસ રથે પછાડતાં સ્પીડ પકડી લીધી.
નરેન્દ્ર મોદીના રથની ગતિનો ફાયદો જેટલો ભાજપને પહોંચ્યો છે તેના કરતાં વધારે ફાયદો ગુજરાતને થયો છે. આજે દેશમાં નંબર 1 રાજ્યના રૂપમાં ગુજરાત સામે આવી ગયું છે. આટલું જ નહી 2012માં નરેન્દ્ર મોદીને નંબર 1 મુખ્યમંત્રી તરીકે પણ પસંદ કરવામાં આવ્યાં. અમેરિકાના થિંક ટેંકથી માંડીને ટાઇમ મેગેજીને નરેન્દ્ર મોદીના પેટ ભરીને વખાણ કર્યા. આ બધાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી નો અર્થ વિકાસ થાય છે અને હવે આ વિકાસ રથ દિલ્હી તરફ આગળ વધી રહ્યો છે.
-
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો











Click it and Unblock the Notifications
