ટ્રેનના પાટાની એંગલો તૂટી, શાહીબાગ પાસે થયો ભારે ટ્રાફિક જામ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, અમદાવાદમાં શાહીબાગ અંડરબ્રિજ પાસે રેલવે ટ્રેકના સપોર્ટ માટે લગાવવામાં આવેલી એંગલો ટૂતી જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે. એંગલો તૂટી જવાના કારણે શાહીબાગ અન્ડરબ્રિજની આસપાસ ભારે ટ્રાફિક જામ થયો છે. એક સમયના રાજ્યના મંત્રી અને ભાજપમાંથી વિખૂટા ગોરધન ઝડફિયા ફરી ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની ગઇ છે. જેના ભાગરૂપે તેઓ આજે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરશે તેવી શક્યતાઓ છે, અને આવતી કાલે ગુજરાત પરિવર્તન પાર્ટીનું ગાંધીનગરના ટાઉનહોલ ખાતે ભાજપમાં વિલિનીકરણ થશે તેવી આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

ટ્રેનના પાટાની એંગલો તૂટી, શાહીબાગ પાસે થયો ભારે ટ્રાફિક જામ

ટ્રેનના પાટાની એંગલો તૂટી, શાહીબાગ પાસે થયો ભારે ટ્રાફિક જામ

અમદાવાદમાં શાહીબાગ અંડરબ્રિજ પાસે રેલવે ટ્રેકના સપોર્ટ માટે લગાવવામાં આવેલી એંગલો ટૂતી જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે. એંગલો તૂટી જવાના કારણે શાહીબાગ અન્ડરબ્રિજની આસપાસ ભારે ટ્રાફિક જામ થયો છે અને જ્યાં સુધી સમારકામ પૂર્ણ નહીં થાય ત્યાં સુદી અંડરબ્રિજ બંધ રાખવામાં આવશે તેવા અહેવાલ છે. એંગલો તૂટી જવાના કારણે કાળૂપુર, પ્રેમ દરવાજા, ગીરધરનગર બ્રિજ, દિલ્હી દરવાજા સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો છે અને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

ગાંધીનગરમાં મોદી સાથે મુકાલાત કરશે ગોરઘન ઝડફિયા

ગાંધીનગરમાં મોદી સાથે મુકાલાત કરશે ગોરઘન ઝડફિયા

એક સમયના રાજ્યના મંત્રી અને ભાજપમાંથી વિખૂટા ગોરધન ઝડફિયા ફરી ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની ગઇ છે. જેના ભાગરૂપે તેઓ આજે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરશે તેવી શક્યતાઓ છે, અને આવતી કાલે ગુજરાત પરિવર્તન પાર્ટીનું ગાંધીનગરના ટાઉનહોલ ખાતે ભાજપમાં વિલિનીકરણ થશે તેવી આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

શંકરસિહ વાઘેલાની સભામાં મોદી તરફી સૂત્રોચ્ચાર

શંકરસિહ વાઘેલાની સભામાં મોદી તરફી સૂત્રોચ્ચાર

હિંમતનગરના ઇલોલ ગામે એક શાળાના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના અગ્રણી નેતા અને રાજ્યના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની સભામાં કેટલાક યુવાનો દ્વારા ભાજપ અને નરેન્દ્ર મોદી તરફી સૂત્રોચ્ચાર કરવાની શરૂઆત કરવામામાં આવતાં શંકરસિંહ વાઘેલા સભા સ્થળ છોડીને જતાં રહ્યાં હતાં.

રાજકોટઃ કેદીનો આત્મહત્યા કરવાનો પ્રયાસ

રાજકોટઃ કેદીનો આત્મહત્યા કરવાનો પ્રયાસ

મળતી માહિતી અનુસાર રાજકોટ સ્થિત સેન્ટ્રલ જેલમાં એક કેદી દ્વારા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેલ પ્રશાસનને એ વાતની જાણ થતાં જ પ્રશાસન દ્વારા તેને ત્વરિત ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જો કે, કેદી દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવાનું પગલું શા માટે હાથ ધરવામાં આવ્યું, તે અંગે હજુ કંઇ જાણી શકાયું નથી.

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા વચ્ચે ડેમુ ટ્રેન શરૂ, ભાડું રૂ.10

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા વચ્ચે ડેમુ ટ્રેન શરૂ, ભાડું રૂ.10

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્ર વચ્ચે નવી ડેમુ ટ્રેનનો કેન્દ્રિય ખાણખનીજ મંત્રી દિનશા પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે. આ ટ્રેન આજથી રોજ ચાર ટ્રીપ કરશે. 35 કિ.મીના અંતરમાં ટ્રેન કટુડા અને રાજસીતાપુર ખાતે થોભશે. જેનું ભાડું 10 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ડીસા પાસે અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત

ડીસા પાસે અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત

બનાસકાંઠાના ડીસા હાઇવે પર સુરતથી રાજસ્થાન વતને જઇ રહેલા જૈન પરિવારની કારને અકસ્માત નડતા એક પરિવારના ચાર લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે એક 14 વર્ષીય કિશોરીનો આબાદ બચાવ થયો છે. માહિતી અનુસાર એક અજાણ્યા વાહને ટક્કર મારતા જૈન પરિવારની કાર નાળામાં ખાબકી હતી અને પાણીમાં ડૂબી જવાથી ચાર લોકોના મોત નીપજ્યાં હતાં.

અપહરણ કરી અમદાવાદની છાત્રા પર ગુજારાયો અત્યાચાર

અપહરણ કરી અમદાવાદની છાત્રા પર ગુજારાયો અત્યાચાર

અડાલજની એન્જીનીયરીંગ કોલેજની એક છાત્રાનું કોલેજના ક્લાર્કે અપહરણ કરી આઠ માસ સુધી ત્રાસ ગુજાર્યો હોવાની અને મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાધ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ક્લાર્ક અને તેના પરિવારથી છૂટકારો મેળવવા માટે છાત્રા ધોરાજી ખાતે પોતાના નાનાના ઘરે પહોંચી હતી અને આપવીતિ જણાવી હતી. જે સબબ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

English summary
railway track damage near shahibaug under bridge. heavy traffic jam in some part of ahmedabad city. here is the top news of gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.