વર્ષ 2016માં ગુજરાતને કોઇ ફાયદો થયો? જાણો અહીં

Posted By:
Subscribe to Oneindia News

નોંધનીય આટલા વખતની રાજ્યમાં રહેલી ભાજપા સરકાર કેન્દ્ર રહેલી કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવતી હતી કે તેમની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે. ત્યારે 2016માં કેન્દ્ર અને રાજ્ય બન્નેમાં ભાજપની સરકાર હતી. તો શું ખરેખરમાં કેન્દ્રમાં પણ ભાજપની સરકાર આવવાથી ગુજરાતને રાજ્ય તરીકે કોઇ ફાયદો થયો છે ખરો?

Read also: 2016માં છવાયેલા આ લોકોમાં કેટલો "દમ" છે, તે 2017માં ખબર પડશે

શું 2016નું વર્ષ ગુજરાત માટે કોઇ રીતે ફાયદાકારક સાબિત થયું છે. તેનો ક્યાસ કાઢવાનો અમે પ્રયાસ કર્યો છે. ત્યારે 2016 કયા ગુજરાતી લોકો કેન્દ્રમાં મહત્વના પદ મળ્યા, ગુજરાતની જનતાને કોઇ લાભ મળ્યો કે કેમ તે તમામ અંગે વિગતવાર જાણો અહીં

ગુજરાતીઓની બોલબાલા

ગુજરાતીઓની બોલબાલા

આરબીઆઇ ગર્વનર બનવાની વાત હોય કે કેન્દ્રમાં રાજ્યમંત્રી તરીકે ગુજરાતી નેતાઓને સમાવવાની વાત હોય ગુજરાતીઓ 2016માં છવાયેલા રહ્યા છે. નોંધનીય છે કે આરબીઆઇના ગર્વનર તરીકે ઉર્જિત પટેલની નિમણૂક કરવામાં આવી છે. તો રાજ્યમંત્રી તરીકે પણ પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને કેન્દ્ર સ્તરે સ્થાન મળ્યું છે. વળી હાલમાં જ સીબીઆઇના અંતરિમ વડા તરીકે ગુજરાતી આઇપીએસ અધિકારી રાકેશ અસ્થાનાની નિમણૂક કરવામાં આવી છે. આમ એક રીતે ગુજરાતીઓ કેન્દ્રીય ફલક પર આ વર્ષે છવાયેલા રહ્યા હતા.

ગુજરાત રોકણ માટે શ્રેષ્ઠ

ગુજરાત રોકણ માટે શ્રેષ્ઠ

વિદેશોમાં પણ ગુજરાતના ડંકો વાગ્યો. રોકાણ માટે ગુજરાતને 2016માં શ્રેષ્ઠ ગણવામાં આવ્યું. એટલું જ નહીં ગુજરાતને ભારતના વિકાસના એન્જિસ સાથે સરખાવવામાં આવ્યું છે. વધુ વાંચો અહીં...

Read also: ગુજરાત ભારતના વિકાસનું એન્જિન છે: USIBC

સ્માર્ટ સીટી

સ્માર્ટ સીટી

ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, વડોદરા અને સુરતને સ્માર્ટ સીટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને આ ત્રણેય શહેરાના વિકાસ માટે અંદાજે 1 લાખ 44 હજાર 700 કરોડનું રકમ ફાળવવામાં આવશે. જે હેઠળ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે. ત્યારે કેન્દ્ર સરકારની સ્માર્ટ સીટી બનાવવાની આ મહત્વપૂર્ણ યોજનાથી ગુજરાતના આ ત્રણેય શહેરોને ફાયદો મળશે તેવી સંભાવના છે.

પદ્મ એવોર્ડે

પદ્મ એવોર્ડે

આ વર્ષે 3 ગુજરાતી લોકોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ત્રણેય લોકોને તેમની વ્યક્તિગત સફળતાના કારણે આ એવોર્ડ મળ્યો હતો. જેમાં જાણીતા લોકગાયક ભીખુદાન ગઢવીને આ વર્ષે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તો દયાભાઇ શાસ્ત્રીને લેખત માટે અને ડૉ. સુધીર વી શાહને ન્યૂમેરોલોજી પણ દેશના સર્વોચ્ચ એવોર્ડથી આ વર્ષે સન્માનિત કરવામાં આવ્યા હતા.

English summary
Read here ,What kind of benefit Gujarat got from Year 2016.
Please Wait while comments are loading...