• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલના 76 કિ.મી. રૂટની જાહેરાત

By Kumar Dushyant
|

ગાંધીનગર, 29 સપ્ટેમ્બરઃ શહેરી વિકાસમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં વિશ્વકક્ષાની જાહેર પરિવહન સેવા સુવિધા પુરી પાડનારી અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલ પ્રોજેક્ટના અમદાવાદ-ગાંધીનગર શહેરોના વિવિધ વિસ્તારોને સાંકળતા ૭૬ કિ.મી. લંબાઇના રેલ રૂટનું આખરીકરણ કરવામાં આવ્યું છે.

આ રૂટ આખરીકરણની વિગતો આપતાં શહેરી વિકાસમંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના અપ્રતિમ ઔઘોગિક અને સર્વાંગી વિકાસની ફલશ્રુતિ તથા અમદાવાદ શહેરની આસપાસના વિસ્તારોમાં જે રીતે મોટા ઔઘોગિક પ્રોજેક્ટસ સ્થપાઇ રહયા છે તે જોતાં અમદાવાદ શહેર અને ગાંધીનગર સાંકળતી સુગ્રથીત-ઝડપી-સલામત અને સરળ જાહેર પરિવહન પધ્ધતિ વિકસાવવી આવશ્યક બની હતી.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બીઆરટીએસ જનમાર્ગ જેવી વિશ્વકક્ષાની આધુનિકરણ જાહેર પરિવહન સવલત અમદાવાદના નગરજનોને ભેટ ધર્યા બાદ, હવે સરળ, ઝડપી, પર્યાવરણલક્ષી તેમજ પબ્લીક ટ્રાન્સપોર્ટના આધુનિક સ્વરૂપની વિશ્વકક્ષાની મેટ્રો રેલ સેવાનું અમદાવાદ-ગાંધીનગરને નજરાણું ધરવા સંકલ્પ કર્યો છે તે પાર પાડવાની દિશામાં શ્રેણીબધ્ધ નક્કર આયોજન રાજ્યની વર્તમાન સરકારે કર્યા છે.

આ મેટ્રોરેલ પરિવહન સેવા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે લાખો નાગરિકોને ઝડપી અને સુગમ વાહનવ્યવહાર સુવિધાનો શ્રેષ્ઠ વિકલ્પ પૂરો પાડશે એમ તેમણે જણાવ્યું હતું.

શહેરી વિકાસમંત્રીએ જણાવ્યું કે, આ સંકલ્પની પૂર્તિ માટે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલને ઝડપથી આગળ ધપાવવા તથા રૂટ આખરીકરણ માટે એક ઉચ્ચસત્તાધિકારી સમિતિને કામગીરી સોંપવામાં આવી હતી. સમિતીએ સમગ્ર રૂટની સ્થળ મૂલાકાત તેમજ વિવિધ સ્તરે બેઠકો યોજીને ગાંધીનગર-અમદાવાદ શહેરના જોડાણ માટે તથા અમદાવાદ-ગાંધીનગર શહેરોના વિવિધ વિસ્તારોને સાંકળતા મેટ્રોરેલ પ્રોજેક્ટ રૂટનું આખરીકરણ કર્યું છે.

આ રૂટની વિસ્તૃત વિગતો આપતાં નિતીન પટેલે કહ્યું કે મેટ્રોરેલ પ્રોજેક્ટ રૂટની કુલ લંબાઇ આશરે ૭૬ કિ.મી. રહેશે. જેમાં અમદાવાદ શહેરી વિસ્તારમાં ૪૪ કિ.મી. તથા અમદાવાદ-ગાંધીનગર જોડાણ અને ગાંધીનગર શહેર વિસ્તારમાં રૂટની લંબાઇ ૩ર કિ.મી. રહેશે. અમદાવાદ શહેરનો પશ્ચિમ તરફનો મેટ્રોરેલ રૂટ APMC, વાસણા અમદાવાદથી શરૂ થઇને અંજલી, પાલડી, પરીમલ ગાર્ડન, પાંજરાપોળ, વિજય ચાર રસ્તા, નવરંગ છ-રસ્તા, ઉસ્માનપુરા થઇને વાડજ, રાણીપ સાબરમતી રેલ્વે સ્ટેશન થઇને ગાંધીનગર તરફ જશે. જે સંપૂર્ણ એલીવેટેડ રહેશે. તેની લંબાઇ આશરે ૧૬ કિ.મી. રહેશે.

આ મેટ્રોરેલના બીજા રૂટમાં અમદાવાદ શહેરનો પૂર્વ તરફનો મેટ્રોરેલ રૂટ બે વિભાગમાં વહેંચવામાં આવેલ છે. જે પૈકીનો પ્રથમ રૂટ પાલડીથી શરૂ થઇને જમાલપુર, દાણીલીમડા, ચંડોળા તળાવ, ઇસનપુર, ધોડાસર, હાટકેશ્વર, રખીયાલ, અજીતમીલ, બાપુનગર, મેમકો સ્પોર્ટસ કોમ્પલેક્ષ થઇને સિવિલ હોસ્પિટલ જશે. જે મુખ્યત્વે એલીવેટેડ રહેશે. (મેમકોથી સિવિલ હોસ્પિટલ સુધીનો રૂટ ભૂગર્ભ રૂટ રહેશે) જેની લંબાઇ રર.૮ કિ.મી. રહેશે. જ્યારે બીજો રૂટ જમાલપુરથી શરૂ થઇને શહેરના ટ્રાફીક વાળા સ્થળો જેવા કે ગીતામંદિર, કાલુપર રેલ્વે સ્ટેશન, સિવિલ હોસ્પિટલ થઇને વાડજ જશે. આ રૂટ લગભગ સિવિલ હોસ્પિટલ સુધી ભૂગર્ભ રૂટ રહેશે જેની લંબાઇ ૬ કિ.મી. રહેશે તેમ મંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું.

અમદાવાદ શહેરનાં ગાંધીનગર સાથેના જોડાણ માટેનો મેટ્રોરેલ રૂટ AEC જંકશનથી ગાંધીનગર અક્ષરધામ મંદિર સુધીનો રહેશે તેની રૂપરેખા આપતાં શહેરી વિકાસમંત્રીએ ઉમેર્યું કે AECથી સાબરમતી, વિસત પેટ્રોલપંપ, IIT ગાંધીનગર, તપોવન સર્કલ, કોબા સર્કલથી રાજ્યધોરી માર્ગ-૭૧ને ઓળંગી સાબરમતી નદીને સમાંતર કસ્તુરભાઇ કેમ્પસ, કોબા ગામ, PDPU, રાયસણ ગામ, ધોળાકુવા થઇને ચ રોડ પર થઇને ગાંધીનગર શહેરમાં મેટ્રોરેલ પ્રવેશશે જે ચ-ર, ચ-૩ થઇને છ રોડ પર પોલીસભવન, સચિવાલય થઇને અક્ષરધામ જશે. જ્યારે મહાત્મા મંદિર માટે અલગ રૂટ ચ-૩ થી પથિકાશ્રમ, ખ-૩ થઇને મહાત્મા મંદિર જશે. તેની કુલ લંબાઇ ૩ર કિ.મી. રહેશે.

આ ઉપરાંત ગીફટ સિટી અને અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના જોડાણ માટે જે અલગ રૂટ સૂચવાયેલા છે તેની વિગતો આપતાં શહેરીવિકાસ મંત્રીએ જણાવ્યું કે આ પૈકીનો એક રૂટ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના જોડાણ માટે અમદાવાદ તરફથી એઇસી જંકશનથી મોટેરા, હાંસોલ થઇને આંતરરાષ્ટ્રીય હવાઇ મથક જશે. બીજો રૂટ ગીફટ સિટીના જોડાણ માટે કસ્તુરભાઇ કેમ્પસથી સાબરમતી નદીને સમાંતર જઇને GNLU થઇને સાબરમતી નદી ઓળંગીને ગીફ્ટ સિટી જશે.

રૂટનું આખરીકરણ થતાં તાંત્રિક તજ્જ્ઞો સાથે પરામર્શમાં રહી પ્રોજેક્ટની અમલવારી માટે તબકકાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં મોનોપાઇલ ટેસ્ટીંગ, ડીપીઆરનું આખરીકરણ અને વિવિધ તાંત્રિક સર્વેનો સમાવેશ થાય છે જે કામગીરી પૂર્ણતાના આરે છે તેમ પણ નિતીન પટેલે જણાવ્યું હતું.

English summary
Gujarat Government has finalized the route of ambitious Ahmedabad-Gandhinagar Metro rail project, totaling 76 km, with a view to providing ambitious world-class comfortable, safe and fast travel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more