અમદાવાદ: 'કોઈનું ખૂન થયું છે' એમ કહી વૃદ્ધાને લૂંટ્યા

Subscribe to Oneindia News

''આગળ કોઇનું ખુન થયું છે'', પોલીસ ચેકિંગ કરી રહી છે. તમારા દાગીના થેલીમાં મુકો" એમ કહીને છેતરપીંડી થયાના અનેક બનાવો બને છે. જો કે, પોલીસ મોટાભાગના કેસમાં હજુ સુધી કોઇ આરોપીઓને પકડી શકી નથી. ત્યારે અમદાવાદમાં વસ્ત્રાપુર આઝાદ સોસાયટી પાસે શનિવારે સવારે ચાર ગઠીયાઓએ 76 વર્ષની વૃદ્ધાને ટારગેટ કરીને રૂપિયા 40 હજારની કિંમતની સોનાની બંગડીઓ સેરવી લીધી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. આ બનાવની વિગતો એવી છે કે, અમદાવાદના 132 ફુટ રીંગ રોડ કેશવબાગ પાર્ટી પ્લોટ પાસે આવેલા વિદ્યાનગર ફલેટમાં રહેતા જ્યોત્સનાબેન સાડીવાલા શનિવારે સવારે નવેક વાગ્યાના સુમારે ચાલતા ચાલતા આઝાદ સોસાયટી વસ્ત્રાપુરમાં આવેલી નંદાલય હવેલી ખાતે દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. ત્યારે આઝાદ સોસાયટી પાસેના મેઇન ગેટ પાસે બે બાઇક પર ચાર યુવાનો આવ્યા હતા અને તેમણે જ્યોત્સનાબેનને રોકીને કહ્યું હતું કે, માજી આગળ ખુુન થયુ છે અને પોલીસ તપાસ કરી રહી છે. જેથી તમારી થેલીમાં સોાના દાગીના કાઢીને મુકી દો. નહીંતર તમને તકલીફ પડશે.

crime

જેથી જ્યોત્સનાબેને વિશ્વાસમાં આવીને પોતાના જાતે જ સોનાની ચાર બંગડી કાઢીને થેલીમાં મુકી દીધી હતી. આ દરમિયાન અન્ય એક યુવકે થેલી બરાબર છે કે નહીં તે જોવાનું કહી ગાંઠ મારીને થેલી પરત આપી દીધી હતી અને પછી ત્યાંથી બધા નીકળી ગયા હતા. જો કે, જ્યોત્સના બેન જ્યારે હવેલી પહોંચ્યા અને થેલીમાં સોનાની ચાર બંગડી તપાસી હતી ત્યારે ચોંકી ગયા હતા. કારણ કે થેલીમાં કોઇ દાગીના હતા જ નહી. યુવકોએ તેમની સાથે છેતરપીંડી કરીને દાગીના સેરવી લીધા હતા. આ અંગે જ્યોત્સનાબેને ઘરે આવીને જાણ કરતા પરિવારજનો સેટેલાઇટ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. બી રાણા કહે છે કે અમે સીસીટીવીના આધારે તેમજ મોડ્સ ઓપરેન્ડીના આધારે તપાસ શરૂ કરી છે.

English summary
Satelight Ahmedabad loot 40 thousand.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.