દીનુ સોલંકીને જામીન પણ જળવાઇ રહેશે સીબીઆઇનો સંકજો

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, અમિત જેઠવા હત્યા કેસમાં જુનાગઢના સાંસદ દીનુ બોઘા સોલંકીના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરી લેવામાં આવ્યા છે, જ્યારે ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો અને સીબીઆઇ તપાસ વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. વડોદરા જિલ્લાના પાદરા, નસવાડી, સંખેડા, કરજણ, ડભોઇ, બોડેલી તેમજ પાવિજેતપુર અને છોટાઉદેપુર જિલ્લાના કેટલાક સ્થળો પર મોડી રાત્રે વરસાદ સાથે બરફના કરા પડ્યાં હતા, જેણે લોકોમાં કુતૂહલ સર્જ્યું હતું. તેમજ વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલ પણ સાંપડ્યા છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

દીનુ સોલંકીને જામીન પણ જળવાઇ રહેશે સીબીઆઇનો સંકજો

દીનુ સોલંકીને જામીન પણ જળવાઇ રહેશે સીબીઆઇનો સંકજો

અમિત જેઠવા હત્યા કેસમાં જુનાગઢના સાંસદ દીનુ બોઘા સોલંકીના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરી લેવામાં આવ્યા છે, જ્યારે ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો અને સીબીઆઇ તપાસ વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

વડોદરા જિલ્લામાં પડ્યાં બરફના કરા

વડોદરા જિલ્લામાં પડ્યાં બરફના કરા

વડોદરા જિલ્લાના પાદરા, નસવાડી, સંખેડા, કરજણ, ડભોઇ, બોડેલી તેમજ પાવિજેતપુર અને છોટાઉદેપુર જિલ્લાના કેટલાક સ્થળો પર મોડી રાત્રે વરસાદ સાથે બરફના કરા પડ્યાં હતા, જેણે લોકોમાં કુતૂહલ સર્જ્યું હતું. તેમજ વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલ પણ સાંપડ્યા છે.

કોસંબા પાસે અકસ્માતમાં ત્રણના મોત

કોસંબા પાસે અકસ્માતમાં ત્રણના મોત

સુરત નેશનલ હાઇવે પર કોસંબા પાસે બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે સાત વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે કામરેજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વાંકાનેર પાસે અજાણ્યા યુવકની લાશ મળી

વાંકાનેર પાસે અજાણ્યા યુવકની લાશ મળી

વાંકાનેર રેલવે ટ્રેક ખાતે એક અજણાવ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર મૃતકની અન્ય સ્થળે હત્યા કરવામાં આવ્યા બાદ તેની લાશને રેલવે ટ્રેક પાસે ફેંકી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

રાજકોટઃ પતિએ પત્નીને જીવતી સળગાવી

રાજકોટઃ પતિએ પત્નીને જીવતી સળગાવી

રાજકોટમાં દારૂ માટે પૈસા નહીં આપતા ચુનારાવાડ વિસ્તારમાં એક પતિએ તેની પત્નીને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટનાએ ચકચાર મચાવ્યો છે. મોડી રાત્રે ગંભીર રીતે દાઝી ગયેલી પૂનમ વાછાણી નામની પરીણિતાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

English summary
Amit Jethwa murder case, SC grants bail to BJP MP Dinubhai Solanki. here is the top news of gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.