વિધાનસભામાં કોંગ્રેસ વિધાયક અને BJPના વિધાયક વચ્ચે લાફાવાળી

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભામાં આજે છૂટાહાથની મારમમારી દ્રશ્યો સર્જાયા હતા. ગુજરાત વિધાનસભા જેવી ગરિમાવાળી જગ્યાએ આજે આ ખુબ શરમજનક ઘટના ઘટી છે. જેણે લોકશાહી શર્મસાર કરી હતી. જેના પગલે ગૃહને 10 મિનિટ મોકૂફ રાખવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી મુજબ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમને સવાલ ન પૂછવા દેવામાં આવતા આ મામલો તે ગુસ્સે ભરાયા હતા. જે પછી કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત અને ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ વચ્ચે છૂટાહાથે મારામારી થઈ. વળી કોંગ્રેસના ધારાસભ્યો ઘટના દરમિયાન વેલમાં ધસી આવ્યાં હતાં. અને લાફાવાળી થઇ હોવાની પણ જાણકારી બહાર આવી છે.

gujarat

વિક્રમ માડમને રોકવામાં જગદીશ પંચાલ અને પ્રતાપ દૂધાત એકબીજા સાથે લડી પડતા જોઇ સુરક્ષાકર્મીઓ પણ મામલો શાંંત પાડવા વચ્ચે પડ્યા હતા. જો કે તેમ છતાં બંને વચ્ચે છૂટા હાથની મારપીટ થઇ હતી. આ મારપીટ પછી વિક્રમ માડમ અને અમરિષ ડેરને સસપેન્ડ કરવામાં આવ્યા હતા. અને સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતને સમગ્ર સત્ર માટે સસપેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે લોકશાહીના મંદિર સમાન વિધાનસભામાં બેલ્ડથી મારામારી અને લાફાવાળી થતા સ્પીકર સમેત હાજર નેતાઓ પણ હતપ્રત થઇ ગયા હતા.ઉલ્લેખનીય છે કે અમરિશ ડેર રાજુલાના ધારાસભ્ય છે. અને તેમને અને વિક્રમ માડમને સવાલ ન પૂછવા દેવામાં આવતા તેમણે વિધાનસભામાં આ હંગામો કર્યો હતો.

gujarat

English summary
gujarat, assembly, congress, bjp, mla, ગુજરાત વિધાનસભા, કોંગ્રેસ, ભાજપ, ધારાસભ્ય, મારપીટ

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.