For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ અગ્રણી નરહરિ અમીન ભાજપમાં જોડાઇ શકે

|
Google Oneindia Gujarati News

narhari-amin
અમદાવાદ, 30 નવેમ્બર : ગુજરાત પ્રદેશના દિગ્ગજ નેતા, પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના ઉપ મુખ્યમંત્રી રહી ચૂકેલા નરહરિ અમીન કોંગ્રેસથી ભારે નારાજ થયા છે. આ વખતે કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના બંને તબક્કા પૈકી એક પણ વિધાનસભા મતવિસ્તાર માટે નરહરિ અમીનને ટિકીટ ફાળવવામાં આવી નથી. આ કારણે નારાજ અમીન આજે ભાજપમાં જોડાઇ શકે તેવી શક્યતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નરહરિ અમીન પાછલી વખતે માતર વિધાનસભા મતવિસ્તારથી ચૂંટણી લડ્યા હતા. પણ તેઓ જીતી શક્યા ન હતા. પ્રદેશ કોંગ્રેસમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા નરહરિ અમીનને આશા હતી કે આ વખતની ચૂંટણીમાં તેમને પટેલ આગેવાન તરીકે ટિકીટ ફાળવવામાં આવશે. બંને તબક્કાના ઉમેદવારોના નામ જાહેર થઇ જતા હવે નરહરિ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા ભાજપમાં જોડાવા અંગે વિચાર કરી રહ્યા છે.

સૂત્રો જણાવે છે કે નરહરિ અમીન ભાજપમાં જોડાશે અને ચર્ચા મુજબ સાબરમતી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. વર્તમાનમાં ભાજપે સાબરમતી બેઠક પર અરવિંદ પટેલને ટિકીટ આપી છે. આ અંગે નરહરિ અમીને જણાવ્યું કે "મેં હજી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી. હું આગેવાનો અને મારા સમર્થકો સાથે ચર્ચા કરીશ. મારા કોઇ પણ નિર્ણયની મારી રાજકીય કારકિર્દી પર કેવી અસર પડી શકે તે અંગે વિચાર કરીને હું આગામી બે-ત્રેણ દિવસમાં મારો નિર્ણય લઇશ."

ઉલ્લેખનીય છે કે નરહરિ અમીન લગભગ 16 વર્ષ સુધી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ રહ્યા છે. તેઓ અગાઉ ભાજપમાં હતા અને પછીથી કોંગ્રેસમાં જોડાયા હતા. નરહરિ અમીનને ટિકીટ નહીં મળવાથી અન્ય ચૂંટણી સમીકરણો પર અસર પડી શકે છે.

ભાજપના પ્રથમ તબક્કાની ઉમેદવારોની યાદી જોવા અહીં ક્લિક કરો.

ભાજપના બીજા તબક્કાની ઉમેદવારોની યાદી જોવા અહીં ક્લિક કરો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 સંબંધિત સમાચારો માટે અહીં ક્લિક કરો.

English summary
Senior Congress leader Narhari Amin would join BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X