ચૂંટણી પહેલા શ્રમિકોને ખુશ કરવાનો ગુજરાત સરકારનો પ્રયાસ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત સરકાર દ્વારા શ્રમિકો માટે માત્ર રૂ.10માં સાત્વિક ભોજન પૂરું પાડવાના હેતુસર શ્રમિક અન્નપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં પ્રાયોગિક ધોરણે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ ઓજના હેઠળ સવારે 7થી 11 દરમિયાન શ્રમિકોને માત્ર રૂ.10માં સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવે છે. આ યોજનાનો પ્રારંભિક દોર ઘણો સફળ રહ્યો હતો. ત્યાર બાદ અમદાવાદ, ગાંધીનગર, કલોલ, વડોદરા, સુરત, જામનગર અને રાજકોટમાં 68થી વધુ કડિયાનાકાઓ પર આ યોજના હેઠળ ભોજન વિતરણના કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા.

shramik annapurna yojana

હાલ અમદાવાદ શહેરમાં 43 સ્થળોએ ભાજન વિતર કાઉન્ટર કાર્યરત છે. અહીં સવારે 7 થી 11 માં ફક્ત રૂપિયા 10 માં 5/7 રોટલી, દાળ- ભાત, શાક/ચટણી અને દર સોમવારે મીઠાઇ આપવામાં આવે છે. શ્રમિકોને આપવામાં આવતા ભોજનની એક થાળીની કુલ કિંમત થાય છે, રૂ.30. જેમાંથી થાળી દીઠ 20 રૂ.નો ખર્ચો સરકાર ઉપાડે છે અને શ્રમિકોને માત્ર રૂ.10માં ભરપેટ ભોજન આપવામાં આવે છે. નોંધનીય છે કે, ટૂંક સમયમાં જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આ પહેલાં સરકાર દ્વારા શ્રમિકોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય અમ લાગી રહ્યું છે.

English summary
BJP Government in Gujarat launched Shramik Annapurna Yojana for labors.
Please Wait while comments are loading...