સ્પેસ સાયન્સ પ્રેરણાદાયી અને ઉત્તેજક છે : ડૉ. કિરણ કુમાર

સાયન્સ અને સ્પેસ પ્રોગ્રામ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તેવા હેતુ સાથે યોજાયેલા કાર્યક્રમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હાજરી આપી હતી. ખીચોખીચ ભરેલા હોલમાં ડૉ. કિરણ કુમારે જણાવ્યું કે "સામાજિક વિકાસને સમજવા માટે અવકાશ અંગેની માહિતી અને તે માટે વાપરવામાં આવતી ટેકનોલોજીને સમજવી ખૂબ જરૂરી છે. કલ્પના મેટસેટ ઉપગ્રહે આપણા વાતાવરણને સમજવામાં ઘણી મદદ કરી છે. તે દર અડધા કલાકે આપણને હવામાન અંગેની માહિતી મોકલે છે. જેના કારણે હવામાનની આગાહી કરવી શક્ય બની છે."
આ પ્રસંગે કલ્પના મેટસેટ પર તૈયાર કરવામાં આવેલું દસ્તાવેજી ચિત્ર દર્શાવવામાં આવ્યું હતું. બે દિવસની કાર્યશિબિરમાં ઇસરોના વિજ્ઞાનીઓએ રૂબરૂ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને રસપ્રદ માહિતી પુરી પાડી હતી. આ પ્રસંગે સ્પેસ ફોર એજ્યુકેશન વિષય અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
