સુરતના કીમમાં મોડી ટ્રેનના મુદ્દે મુસાફરોનો હોબાળો

Subscribe to Oneindia News

સુરત અને બારડોલી વચ્ચે આવેલા કીમ સ્ટેશને મુસાફરોએ બુધવારે વહેલી સવારથી ભારે હોબાળો મચાવ્યો હતો અને ચેઇન ખેંચીને ટ્રેન પણ અટકાવી હતી. ઉલ્લેખનીય છેકે થોડા સમય પહેલા મહેમદાવાદ સ્ટેશને પણ ટ્રેનના સમય બદલાતા મુસાફરો હેરાન થયા હતા અને તેઓને એસટી પર ચઢીને કે ખાનગી બસોમાં જવાની ફરજ પડી હતી. આ સમયે ફરી એક વાર મુસાફરોએ કીમ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો અને અજમેર-પુરી એક્સપ્રેસ રોકી હતી. મુસાફરોના જણાવ્યા મુજબ તેઓ નિયત સમયે રોજબરોજ કામધંધે પહોંચી શકતા નથી.

Gujarat

આથી મુસાફરોએ ભેગા થઈને સ્ટેશને ભારે હલ્લો મચાવ્યો હતો અને તાત્કાલિક પોતાના પ્રશ્નો ઉકેલવા માંગણી કરી હતી. આ ભારે હોબાળા બાદ સ્ટેશન માસ્ટરે લોકેને પ્રશ્ન ઉકેલવાન ખાતરી આપી હતી અને ટ્રેન રવાના કરવામાં આવી હતી. નોંધનીય છે કે અનેક સ્ટેશન પર ટ્રેનના અવર જવરના ટાઇમિંગમાં ફેરફાર થવાના કારણે યાત્રીઓની મુશ્કેલીઓ વધી રહી છે. ત્યારે સુરતના કીમ ખાતે પણ યાત્રીઓએ ભેગા મળીને આ અંગે વિરોધ નોંધાવ્યો હતો.

English summary
surat passangers protest as train are getting late at station. Read more here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.