For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Morbi Cable Bridge Collapse: મોરબી કેબલ બ્રીજ દુર્ઘટનાએ ઉભા કર્યા આ સવાલ

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર આવેલ કેબલ બ્રિજ તુટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 141થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીત ઘણા લોકો ઘટનાસ્થળે પહોચ્યા હતા. પીએમ મોદીએ પણ દુખ જતાવ્યુ હતુ અને લોકોને

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર આવેલ કેબલ બ્રિજ તુટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 141થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીત ઘણા લોકો ઘટનાસ્થળે પહોચ્યા હતા. પીએમ મોદીએ પણ દુખ જતાવ્યુ હતુ અને લોકોને સાંત્વના આપી હતી. ઘટના બાદ તરત જ ગુજરાત સરકારે તપાસના આદેશ આપ્યા હતા, પરંતુ આ અકસ્માતને લઈને લોકોના મનમાં હજુ પણ અનેક સવાલો છે.

ભીડને કેમ નિયંત્રીત ના કરાઇ?

ભીડને કેમ નિયંત્રીત ના કરાઇ?

લગભગ 100 લોકોની ક્ષમતા ધરાવતો આ પુલ ઘણો જૂનો છે, પરંતુ દુર્ઘટના સમયે તેના પર 250થી વધુ લોકો હાજર હતા. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે વહીવટીતંત્ર પુલની ક્ષમતાથી સંપૂર્ણ વાકેફ હતું ત્યારે ત્યાં ભીડને કાબૂમાં લેવા માટે કોઈ નક્કર પગલાં કેમ લેવામાં આવ્યાં નહીં?

ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી નહી?

ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી નહી?

આ પુલ એકદમ જર્જરિત થઈ ગયો હતો, જે બાદ એક ખાનગી કંપનીને તેનું ટેન્ડર આપવામાં આવ્યું હતું. જેમણે 7 મહિના પહેલા પુલનું સમારકામ કર્યું હતું. દુર્ઘટનાના ચાર દિવસ પહેલા પુલને લોકો માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પુલને પાલિકા પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું ન હતું. આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જવાબદાર અધિકારીઓએ બ્રિજનું નિરીક્ષણ કરીને ફિટનેસ સર્ટિફિકેટ લેવાનું કેમ જરૂરી ન માન્યું?

દુર્ઘટના કે કાવતરૂ?

સાંજે 6.30 વાગ્યાની આસપાસ બ્રિજ તૂટી પડ્યો તે પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બ્રિજ પર જરૂરિયાત કરતા વધુ લોકો જોવા મળ્યા હતા. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક યુવકો પુલને હલાવી રહ્યાં હતા. કેટલાક લોકો તેને લાત મારીને તેના સસ્પેન્સને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ અકસ્માત હતો કે કાવતરું?

ટિકિટ વેચવા માટે સુવિધા હતી પણ સુરક્ષા પર ધ્યાન ન અપાયુ

ટિકિટ વેચવા માટે સુવિધા હતી પણ સુરક્ષા પર ધ્યાન ન અપાયુ

આ પુલ વિસ્તારમાં પિકનિક સ્પોટ બની ગયો હતો. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યાં કેટલાક કર્મચારીઓ હાજર હતા, જેઓ ટિકિટ વેચી રહ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કર્મચારીઓનું સંપૂર્ણ ધ્યાન મહત્તમ ટિકિટો વેચીને નફો મેળવવા પર હતું, જેના કારણે કોઈએ ભીડ પર ધ્યાન આપ્યું નહીં. આ ઉપરાંત સવાલ એ પણ ઊભો થાય છે કે, જ્યારે પ્રશાસનને ભીડની ખબર હતી તો ત્યાં પૂરતા સુરક્ષાકર્મીઓ કેમ તૈનાત ન હતા?

સીસીટીવી હોવા છતે પણ કેમ બેદરકારી દાખવાઇ?

સીસીટીવી હોવા છતે પણ કેમ બેદરકારી દાખવાઇ?

સ્થળની નજીક કેટલાક સીસીટીવી લગાવવામાં આવ્યા હતા, જે સંપૂર્ણ રીતે કાર્યરત હતા. તેના દ્વારા જવાબદાર લોકોને લાઈવ ફીડ મળતું હતું, તો સવાલ એ થાય છે કે તેઓએ પોલીસ કે ઉચ્ચ અધિકારીઓને કેમ જાણ ન કરી? શું તેઓ આવા અકસ્માતની રાહ જોઈ રહ્યા હતા?

English summary
The Morbi Cable Bridge tragedy raised this question
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X