For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં 15 મેં સુધી રહેશે સંપુર્ણ લોકડાઉન, આ બે સેવાને પરવાનગી

અમદાવાદમાં બેકાબૂ કોરોના વાયરસ સામે લડવા માટે વહીવટીતંત્રે 15 મે સુધી સંપુર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં દૂધ અને દવાની દુકાન સિવાયની કરિયાણા સહિતની તમામ જરૂરી દુકાનો બંધ રહેશે, જ્યારે અ

|
Google Oneindia Gujarati News

અમદાવાદમાં બેકાબૂ કોરોના વાયરસ સામે લડવા માટે વહીવટીતંત્રે 15 મે સુધી સંપુર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં દૂધ અને દવાની દુકાન સિવાયની કરિયાણા સહિતની તમામ જરૂરી દુકાનો બંધ રહેશે, જ્યારે અમદાવાદના રેડ ઝોનની તમામ બેંકો પણ બંધ રહેશે.

Corona

અમદાવાદના મનપા કમિશનર વિજય નેહરાની ક્વોરેન્ટાઇન બાદ સરકારે વરિષ્ઠ આઈએએસ અધિકારી અને પર્યાવરણ મંત્રાલયના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ ગુપ્તાને અમદાવાદની અનિયંત્રિત પરિસ્થિતિને અંકુશમાં રાખવા વિશેષ જવાબદારી સોંપી છે અને મુકેશકુમારને મનપસ કમિશનરનો હવાલો સોંપાયો છે. . ડો.રાજીવ ગુપ્તા અને મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે બુધવારે તમામ ઝોનના નાયબ કમિશનરો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને કોરોનાને લગતી વ્યૂહરચના નક્કી કરી હતી.

અમદાવાદના મનપા કમિશનર મુકેશ કુમારે જણાવ્યું હતું કે બુધવારે રાત્રે 12 વાગ્યે અમદાવાદની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ફક્ત દૂધ અને દવાઓની દુકાન જ ખુલ્લી રહેશે. કરિયાણાની દુકાન પણ ખુલી શકશે નહીં. શાકભાજી પણ વેચી શકાશશે નહી. આ નિયમ 15 મે સુધી અમલમાં રહેશે. ગુરુવારથી રેડ ઝોનમાં તમામ બેંકો બંધ રહેશે. કોરોના વાયરસના દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને નવ હોસ્પિટલોને અમદાવાદની કોવિડ -19 હોસ્પિટલો જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: કોરોના: પ્રાાઇવેટ ડોક્ટરોએ કરવું પડશે સરકારી હોસ્પિટલમાં કામ

English summary
There will be a complete lockdown in Ahmedabad till May 15, these two services will be allowed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X