For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર ગુજરાતમાં ગરમીનો ભરડો વધવાની શક્યતાઓ

હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો શઈ શકે છે.આગામી બે ત્રણ દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીના વધારાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના તાપમાન અને હવામાનમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. કચ્છ, જસદણ, અરવલ્લી સહિત ક્યાંક ક્યાંક બે દિવસમાં છૂટાછવાયા વરસાદી છાપટાં પડ્યા હતા તો બીજી તરફ અમદાવાદ, મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં વાદળછાયા વાતાવરણ બાદ હવે ગરમી વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો શઈ શકે છે.આગામી બે ત્રણ દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીના વધારાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેનાથી અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો વધશે. રાજકોટ, જામનગર જિલ્લામાં પણ ગરમી વધશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે હળવા ઝાપટા પડવાની સંભાવના છે.

summer

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં વાતાવરણ પલટાયું હતું અને વરસાદી માહોલ સર્જાયો હતો. જેને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. જો કે હવે ગરમીના એંધાણથી લોકોને ગરમીનો માર સહન કરવો પડી શકે છે. તો ખાસ કરીને એપ્રિલના મધ્યમાં ઉત્તર ગુજરાતમાં વધુ ગરમી પડે તેવી શક્યતા છે. થોડ દિવસો પહેલા સ્કાયમેટ નામની ખાનગી વેબસાઇટે આગાહી કરી હતી કે આ વર્ષે વરસાદ સારો રહેશે. તે સમાચાર સામાન્ય નાગરિકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર બનીને આવ્યા હતા. પરંતુ ગરમીના આકરા પ્રકોપથી લોકો પરેશાન થઈ રહ્યા છે.
mango


મિશ્ર વાતાવરણને પગલે કેરીના પાકને અસર

રાજ્યમાં મિશ્ર વાતાવરણને પગલે ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીના પાકને માઠી અસર થઈ રહી છે ખેતર માલિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા થોડા દિવસથી સવારમાં ખૂબ જ ઝાકળ પડે છે જ્યારે બપોર થતા જ કાળઝાળ ગરમી અને ક્યારેક વાદળ તેને પગલે કેરીના પાકને અતિશય નુકસાન થઈ રહ્યુ છે અને જેવો જોઈએ તેવો ફાલ ઉતરવાની હાલમાં તો કોઈ શક્યતા દેખાતી નથી. જો આગામી સમયમાં ઝાકળ પડવાનું બંધ થશે અને કેસર કેરીના મ્હોર સારી રીતે ફાલશે તો મે મહિનાના અંત સુધીમાં કેસર કેરી માર્કેટમાં વેચાવા માટે આવી શકે છે. જોકે આ તમામ પરિસ્થિતિને કારણે કેસર કેરીના ભાવ આસમાનને આંબે તેવી શક્યતા અત્યારથી જ સેવાઈ રહી છેચ.

English summary
Uttar Gujarat facing harsh summer heat this time. Weather department report on it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X