For Daily Alerts

વડોદરાઃ ફ્લાયઓવરને પ્રમુખ સ્વામીનું નામ...
પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજનો અંતિમ સંસ્કાર આજે 17મી ઓગસ્ટના રોજ સંપૂર્ણ હિંદુ વૈદિક વિધાન સાથે સાળંગપુર ખાતે કરવામાં આવશે. આજે સારંગુપર ખાતે ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. ત્યારે સ્વામી બાપાની અંત્યેષ્ઠી વિધીના દર્શન સૌ કરી શકે તે માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.
પૂજય પ્રમુખ સ્વામી મહારાજના ભક્તો આખા વિશ્વમાં ફેલાયેલા છે. તેમના માટે તેમનો પ્રેમ ખુબ જ વધારે છે. ગુજરાતમાં પ્રમુખ સ્વામી મહારાજ માટે નો પ્રેમ તો જોતા જ બને છે વડોદરા અને અમદાવાદ માં તેમના કરોડો ભક્તો છે.
શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ 1.14 કિલોમીટર લાંબા ફ્લાયઓવર બ્રિજને પ્રમુખ સ્વામી બ્રિજ તરીકે આજે બુધવારે નામકરણ કરવામાં આવ્યું છે. ફતેગંજ ખાતે બનેલ આ બ્રિજ શહેરનો સૌથી લાંબો ફલાયઓવર છે. 62 કરોડના ખર્ચે ફતેગંજ ખાતે બનેલ આ બ્રિજ શહેરનો સૌથી લાંબો ફલાયઓવર છે.
Comments
pramukh swami gujarat sarangpur swaminarayan visit news નરેન્દ્ર મોદી vadodara પ્રમુખ સ્વામી ગુજરાત સાળંગપુર સ્વામિનારાયણ મુલાકાત સમાચાર વડોદરા
English summary
Vadodara Flyover Named After Pramukh Swami
Story first published: Wednesday, August 17, 2016, 14:51 [IST]