For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BMW કેસ: વિસ્મય શાહે જામીન અરજી પાછી ખેંચી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

vismay-shah
અમદાવાદ, 22 માર્ચ: ગત મહિને બે લોકોના જીવ લેનાર બીએમડબ્લ્યૂ હિટ એન્ડ રન કેસમાં આરોપી વિસ્મય શાહે પોતાની જામીન અરજી પાછી ખેંચી લીધી છે કારણ કે ગુજરાત હાઇકોર્ટ તેને નકારી કાઢવાની હતી. જસ્ટિસ એસ દવેએ કહ્યું હતું કે હાલમાં તેમને જામીન આપવા યોગ્ય નથી કારણ કે આ કેસની તપાસ ચાલુ છે અને આરોપ પત્ર પણ દાખલ કરવામાં આવ્યું નથી.

ત્યારબાદ વિસ્મય શાહે પોતાના વકિલ પ્રકાશ ઠક્કરના મારફતે જામીન અરપી પાછી ખેંચી લીધી હતી. ચર્ચા દરમિયાન પ્રકાશ ઠક્કરે કહ્યું હતું કે આ ટક્કર આકસ્મિક હતી અને બાઇક સવાર બંને વ્યક્તિ, જે આ અકસ્માતમાં મોતને ભેટ્યા છે કે રોંગ સાઇડમાં આવી રહ્યાં હતા. સેશન કોર્ટે 11 માર્ચના રોજ વિસ્મય શાહની જામીન અરજી નકારી કાઢી હતી. ત્યારબાદ હાઇકોર્ટમાં મુકવામાં આવી હતી. 25 ફેબ્રુઆરીના રોજ વિસ્મય શાહ (27) કથિત રીતે પોતાની બીએમડબ્લ્યૂ કાર વડે એક બાઇક પર ચડાવી દિધી હતી. અમદાવાદ શહેરના જજીસ બંગ્લોસ વિસ્તારમાં થયેલા આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યાં હતા.

English summary
Vismay Shah, an accused in the Vastrapur hit-and-run case in which two youths lost their lives last month, withdrew his bail application from Gujarat high court on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X