કુખ્યાત ભુપત આહીર સુરતમાંથી હથિયાર સાથે ઝડપાયો

Subscribe to Oneindia News

કુખ્યાત આરોપી ભુપત આહીરને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વરાછા વિસ્તારમાંથી રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો હતો. ભુપત આહીર છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, સુરતમાં જમીન દલાલ અપહરણ કેસનો આરોપી ભુપત આહીર સુરતના વરાછા વિસ્તારમાં લૂંટને અંજામ માટે આવ્યો છે અને તેની પાસે હથિયાર પણ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વરાછા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ભુપત આહીર ત્યાં આવતાની સાથે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો તથા તેની પાસેથી એક રિવોલ્વર પણ કબ્જે કરી હતી.

crime

પોલીસ દ્વારા ભુપત આહીરની પૂછપરછ કરાતાં તેણે અનેક ગુના કબુલ્યા હતા. ભુપત આહીરનું નામ અપહરણ, ખંડણી, ચોરી, મારપીટ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલું છે. તે 14 લૂંટ, 2 અપહરણ સાથે ખંડણી, 2 આર્મ એક્ટના ગુના, લૂંટ સાથે ફાયરીંગ કરી હત્યા નો 1 ગુનો, લૂંટ તથા પોલીસ પર ફાયરીંગનો 1 ગુનો, કેદી જાપ્તામાંથી ફરારનો 1 ગુનો, મારામારીના 2 અને ચોરીના 3 ગુનાઓને અંજામ આપી ચુક્યો છે.

અહીં વાંચો - મહેસાણામાં વૃદ્ધે પોતાનાથી 40 વર્ષ નાની યુવતી પર કર્યું દુષ્કર્મ

ભુપત આહીરને રાજ્યભરની પોલીસ શોધી રહી હતી. ભુપત આહીર 12 વર્ષનો હતો ત્યારથી ગુના ખોરીમાં સંડોવાયેલો છે. તેણે સુરતના જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિનું અપહરણ કરી તેની પાસે 50 લાખની ખંડણી માંગી હતી. પોલીસ સમક્ષ રિમાન્ડ દરમ્યાન ભુપત આહીરે અંજામ આપેલ અન્ય ગુનાના ખુલાસા થાય તેવી શક્યતા છે.

English summary
Surat Crime Branch arrested the want criminal Bhupat Ahir from Varachha.
Please Wait while comments are loading...