For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેકવર્ડથી ફાસ્ટ ફોરવર્ડની ઝૂંબેશ એટલે 'We are one'

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 15 જૂન: દલિતો અને શોષિતોને તેમના અધિકારો અપાવવા ડો. ભીમરાવ આંબેડકરે અથાગ પ્રયાસો કર્યા, આ જ દિશામાં એક ડગલુ આગળ ધપાવવા ગાંધીનગરના સર્કિટ હાઉસમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન રવિવારે થઇ ગયું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે ઊમદા પ્રદાન કરનાર નરેશ કનોડીયાની વિશેષ ઉપસ્થિતિ રહી. આ કાર્યક્રમનું આયોજન નિમેષભાઇ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.

નિમેષભાઈ તરફથી એક 'we are one' નામની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે, જેનું ઉદ્દેશ્ય દલિતો, શોષિતો અને બેકવર્ડ ક્લાસના લોકોને સાથે લાવવાનો એક અભિગમ છે. જેનું મૂળમંત્ર છે 'બેકવર્ડ'ના સિક્કાને ભૂસીને 'ફોરવર્ડ'ને પણ પાછળ રાખી દઈ 'ફાસ્ટ ફોરવર્ડ' પ્રગતિની વાત છે.'

નિમેષભાઇનું કહેવું છે કે ''we are one' એટલે આપણે સૌ એક છીએ આધુનિક સમયમાં એકતા અને સંગઠન એ જ શકિત છે. નાની અમથી કીડીઓ જો એક થઇ જાય તો હાથીને પણ દોડાવી શકે છે. બસ આ જ વિચારધારાને વળગીને અમે નાત-જાતના ભેદભાવ ભૂલીને શોષિતોના અવાજને મહેલો સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે.'

આ પ્રસંગે અભિનેતા નરેશ કનોડીયાએ જણાવ્યું હતું કે 'જ્યારે મને અનામત બેઠક પરથી ચૂંટણી લડવાની તક મળી ત્યારે મને દલિત હોવાનો અહેસાસ થયો. ક્યાંક અન્યાય થઇ રહ્યો છે. છેલ્લા 65 વર્ષથી ગુજરાતી ફિલ્મ જગતમાં કાર્યરત છું, શા માટે કોઇ દલિત કલાકારને પદ્મપુરસ્કાર નથી મળ્યો તેનો મને આશ્ચર્ય છે. નિમેષભાઇ સારુ કામ કરી રહ્યા છે, તેમને સહકાર આપીએ અને આપણે સાથે મળીશું તો જ આપણે આગળ આવીશું.'

આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ આઇએએસ અધિકારી પી.કે.વાલેરાએ જણાવ્યું કે 'પછાત બાળકોને અંગ્રેજી ભણાવવા માટે નર્સરી ઊભી કરવી જોઇએ. યોજાનારા કાર્યક્રમમાં રાજકીય વક્તાઓ પણ આવે તેમાં રાજકીય અસ્પૃશ્યતા ના હોવી જોઈએ. સાથે સાથે તેમણે એ પણ સલાહ આપી કે વી આર વનને એક આદર્શ સંસ્થા બનાવવા માટે હંમેશા સક્રીય રહેવું પડશે, એવું નહીં કે બીલાડીના ટોપની જેમ ઊંગ્યા અને વિલાઈ ગયા!'

પૂર્વ આઇપીએસ અધિકારી રાજન પ્રિયદર્શન પોતાના સૂચનો આપતા જણાવ્યું કે 'ગુજરાતમાં 13 હજાર પ્રાથમિક શાળાઓ બંધ થઇ ગઇ છે, શાળાઓનું ખાનગીકરણ થઇ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. તેમજ દલિતોને યોગ્ય ન્યાય નથી મળતો જે દિશામાં આપણે હવે આપણા રક્ષક ખુદ બનવાની જરૂર છે. વધુમાં તેમણે જણાવ્યું કે દલિતને ગૃહપ્રધાન બનાવવો જોઇએ, દલિત સરપંચને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની આઝાદી હોવી જોઇએ.'

આ પ્રસંગે પૂર્વ ચીફ જસ્ટીસ ભૈરવીયાજીએ જણાવ્યું હતું કે 'પછાત સમાજમાં માત્ર કોઇ એક સમાજને ઉપર લાવવાની વાત કરવી નકામી છે, સમગ્ર પછાત જાતીને સાથે ઉપર લાવવાની દિશામાં કામ કરવું જોઇએ. તેમણે જણાવ્યું હતું કે માત્ર વણકર જ નહીં પરંતુ વાલ્મિકી સમાજના પણ ઉત્થાનની દિશામાં ભગીરથ કાર્ય કરવું જોઇએ. આ પ્રસંગે તેમણે નિમેષભાઇને પોતાના એક પુસ્તકની ભેટ પણ આપી હતી.'

આ પ્રસંગે હાજર પ્રક્ષકોના સૂચનો પણ લેવામાં આવ્યા હતા જેમાંથી કેટલાંક સૂચનો આ પ્રમાણે છે.

નરેશ કનોડીયા

નરેશ કનોડીયા

આ પ્રસંગે અભિનેતા નરેશ કનોડીયાએ જણાવ્યું હતું કે 'જ્યારે મને અનામત બેઠક પરથી ચૂંટણી લડવાની તક મળી ત્યારે મને દલિત હોવાનો અહેસાસ થયો. '

અરવિંદ સોલંકી, કોર્ટ ગાંધીનગર

અરવિંદ સોલંકી, કોર્ટ ગાંધીનગર

દલિતોમાં શિક્ષણના સ્તરને ઊંચુ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવી જોઇએ. વિના મૂલ્યે શૈક્ષણિક પ્રવૃત્તિ થવી જોઇએ. જેમ રાજ્ય સરકારે 86માં સુધારામાં શિક્ષણની જોગવાઇ કરી એ રીતે આપણા સમાજે પણ એવું કાર્ય કરવું જોઇએ.

મોહનભાઇ પરમાર

મોહનભાઇ પરમાર

દરેકજણ પોતાનો સિંહફાળો આપે તેવું મંચ ઊભુ કરવાની જરૂર છે. પોલીસી ચેન્જર બનવા માટે એક થવાની જરૂર છે. અને તેના માટે નિમેષભાઇને સાથ આપીએ અને સમાજને તોડાનારાઓને બાજુએ મૂકતા જઇએ.

નટવરભાઇ લેઉવા

નટવરભાઇ લેઉવા

આપણે કલા તરફ ધ્યાન નથી દોરતા. કલા એક એવું ક્ષેત્ર છે જ્યાં કોઇપ્રકારની અસ્પૃશ્યતા નથી નડતી. અહીં તમારામાં કલાત્મક ક્ષમતા હશે તો આપ ચોક્કસ ફતેહ કરી શકશો.

પ્રવિણ શ્રીમાળી

પ્રવિણ શ્રીમાળી

જે બાળકોના વાલીની આવક 2.5 લાખ હોય તેમને લાભ આપવા જોઇએ. દલિત કર્મચારીઓ, કર્મશીલો, અધિકારીઓ અને નિવૃત્ત અધિકારીઓને નિમંત્રણ આપી તેમના સૂચનોની એક પુસ્તિકા છપાવવી જોઇએ અને તેનો અમલ કરવો જોઇએ.

નિમેષભાઇ વાઘેલા

નિમેષભાઇ વાઘેલા

આ પ્રસંગે નિમેષભાઇએ પોતાના નવચેતના ગ્રુપની પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે નજીવા દરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના વર્ગો શરૂ કર્યા જેમાં અમને સારો એવો પ્રતિસાદ મળ્યો છે.

વી આર વન ટીમ

વી આર વન ટીમ

We Are One ટીમે કાર્યક્રમ બાદ નરેશ કનોડિયાની મુલાકાત લીધી હતી.

We Are One ટીમ

We Are One ટીમ

નિમેષભાઇ અને તેમની ટીમ નરેશ કનોડીયા સાથે હળવાશની પળોમાં.

દલિતોમાં શિક્ષણના સ્તરને ઊંચુ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવી જોઇએ. વિના મૂલ્યે શૈક્ષણિક પ્રવૃત્તિ થવી જોઇએ. જેમ રાજ્ય સરકારે 86માં સુધારામાં શિક્ષણની જોગવાઇ કરી એ રીતે આપણા સમાજે પણ એવું કાર્ય કરવું જોઇએ. - અરવિંદ સોલંકી, કોર્ટ ગાંધીનગર

દરેકજણ પોતાનો સિંહફાળો આપે તેવું મંચ ઊભુ કરવાની જરૂર છે. પોલીસી ચેન્જર બનવા માટે એક થવાની જરૂર છે. અને તેના માટે નિમેષભાઇને સાથ આપીએ અને સમાજને તોડાનારાઓને બાજુએ મૂકતા જઇએ. - મોહનભાઇ પરમાર

આપણે કલા તરફ ધ્યાન નથી દોરતા. કલા એક એવું ક્ષેત્ર છે જ્યાં કોઇપ્રકારની અસ્પૃશ્યતા નથી નડતી. અહીં તમારામાં કલાત્મક ક્ષમતા હશે તો આપ ચોક્કસ ફતેહ કરી શકશો. - નટવરભાઇ લેઉવા

જે બાળકોના વાલીની આવક 2.5 લાખ હોય તેમને લાભ આપવા જોઇએ. દલિત કર્મચારીઓ, કર્મશીલો, અધિકારીઓ અને નિવૃત્ત અધિકારીઓને નિમંત્રણ આપી તેમના સૂચનોની એક પુસ્તિકા છપાવવી જોઇએ અને તેનો અમલ કરવો જોઇએ. - પ્રણીવ શ્રીમાળી

English summary
'We are one' is a movement for rising up to backward class people, function held at Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X