સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

Subscribe to Oneindia News

રાજ્યભરમાં વાદળછાયા વાતારણ સાથે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વાદળછાયું વાતાવરણ રહેતા તાપમાનનો પારો ગગડ્યો હતો, આમ છતાં વાતાવરણમાં લોકોને બફારા અને ઉકળાટનો અનુભવ થયો હતો. હવામાન વિભાગની આગાહી સૂચવી રહી છે કે, આગામી ચાર દિવસો સુધી વાતાવરણમાં ખાસ ફેરફાર નહીં આવે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

weather forecast

અરબી સમુદ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સક્રિય થયેલ અપરએર સાઈકલોનિક સરક્યુલેશનથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ કારણે 27 જુનથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ અંગે આગાહી કરી છે. નોંધનીય છે કે, ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસુ વહેલું બેઠું છે.

weather forecast
English summary
Weather department's prediction for next four days, moderate to heavy rain in Saurashtra, Central Gujarat and coastal areas of the state.
Please Wait while comments are loading...