For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં જોવા મળતી આ દુર્લભ પ્રજાતિ પર નજર રાખશે ઉપગ્રહ

By Super
|
Google Oneindia Gujarati News

great-indian-bustard
અમદાવાદ, 17 જૂનઃ ભારતીય વન્યજીવ સંસ્થાન(ડબલ્યુઆઇઆઇ) વિશ્વના વિલુપ્તપ્રાય પક્ષીઓમાં સામેલ ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પર ઉપગ્રહની મદદથી ટ્રેક કરવામાં આવશે, જેથી દુર્લભ પક્ષીની ગતિવિધિઓ અને તેના મનપસંદ વાસ અંગે માહિતી એકઠી કરી શકાય.

આ પગલું ભારત અને પાકિસ્તાનના કેટલાક ક્ષેત્રમો મળી આવતા આ વિલુપ્તપ્રાય પ્રજાતિને બચાવવા માટે મોટા પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે. આ પક્ષી ગુજરાત અને રાજસ્થાન ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં પણ મળી આવે છે, પરંતુ શિકાર અને તેના પ્રાકૃતિક વાસ(ઘાસના સુકા મેદાનો)ની અછતના કારણે તેના અસ્તિત્વ પર જોખમ તોળાઇ રહ્યું છે.

ગુજરાતના વન પ્રમુખ ચીફ વનજીવ સંરક્ષક સીએન પાન્ડેએ કહ્યું કે દેહરાદુનમાં સરકારી સંસ્થાન ડબલ્યુઆઇઆઇને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પર ઉપગ્રહથી નજર રાખવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપગ્રહ થકી નજર રાખવાથી આ લાંબા પગ અને લાંબી ગરદનવાળા દૂર્લભ પક્ષીઓની ગતિવિધિઓને જાણવા માટે મદદ મળશે. આ પક્ષી હવે ગુજરાતના કચ્છ વિસ્તાર અને રાજસ્થાનના ભાગોમાં મળી આવે છે.

ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ વિશ્વમાં આજે મળી આવતા પક્ષીઓમાં સૌથી લાંબુ ઉડતું જીવ છે. આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ(આઇયૂસીએન) રેડલિસ્ટે 2011માં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડને ગંભીર રીતે સંકટગ્રસ્ત પક્ષી ગણાવ્યું હતું. આઇયૂસીએનના પોર્ટલનું કહેવું છે કે, વર્ષ 2008માં આ પ્રજાતિની અનુમત સંખ્યા 300 હતી.

અધિકારીઓએ જણાવ્યું કે શિકાર અને પ્રાકૃતિક રહેવાસની અછતના કારણે 2011માં 250 પક્ષીઓ જ જીવિત રહે તેવી આશા છે. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડને ભારતીય વન્યજીવ(સંરક્ષણ) કાયદો, 1972ની અનુસૂચી એકમાં શામેલ કરવામાં આવ્યું હતું અને તેનું આતંરરાષ્ટ્રીય વ્યાપાર પ્રતિબંધિત છે.

આ પક્ષીની સતત ઓછી સંખ્યાથી ચિતિત તઇને કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયે બસ્ટર્ડની ત્રણ પ્રજાતિઓ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, બંગાળ ફ્લોરિકન અને લેસર ફ્લોરિકન માટે 2012માં એક કાર્યક્રમ તૈયાર કર્યા હતા.

રાજસ્થાન સરકારે તાજેતરમાં 12 કરોડ રૂપિયાથી વધારેની પરિયોજના શરૂ કરી છે, જેતી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડની ઓછી તથી સંખ્યા પર કાબુ કરવા માટે તેમની ઓળખ કરી શકાય અને તેમને સુરક્ષિત પ્રજનન સ્થળ પ્રદાન કરી શકે.

English summary
The Great Indian Bustard, one of the endangered flying bird species in the world, will soon be tracked by satellite.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X