ગુજરાતમાં ઠંડીની જમાવટ, નલિયા 8.3 ડિગ્રી સાથે સૌથી વધુ ઠર્યુ

Subscribe to Oneindia News

રાજ્યમાં હવે ધીમા પગલે ઠંડકમાં વધારો થઈ રહ્યો છે. કચ્છ જિલ્લાનું નલિયા 8.3 ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. રાજ્યના મોટાભાગના શહેરોમાં પણ લઘુત્તમ તાપમાન 12 થી 13 ડિગ્રી નોંધાયું હતું.

winter

જો કે બપોર થતા થોડી ગરમીનો અનુભવ અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. અમદાવાદમાં ગત રોજ લઘુત્તમ તાપમાન 12. 4 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. જ્યારે ગાંધીનગર 10.2 ડિગ્રી, આને વડોદરામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. હાલમાં જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમ વર્ષાને કારણે ઠંડીમાં વધારો થયો છે. આ ઠંડા પવનો ગુજરાત તરફ આવતા હોવાથી ઠંડીમાં જમાવટ જોવા મળી રહી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ઉત્તર પૂર્વના ઠંડા પવનોથી આગામી સમયમાં ઠંડી વધશે.

English summary
winter in gujarat, naliya 8.3 degree
Please Wait while comments are loading...