For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ ઉમેદવારોના નામોની જાહેરાત બાદના ડેમેજ કંટ્રોલ માટે નેતાઓને સોપી જવાબદારી

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં 166 ઉમેદરવારોના નામોની જાહેતા કરવામાં આવી હતી. ભાજપ 16 બેઠકો પર હજી મનોમંથન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ગુજરાતની 32 બેઠકો એવી છે જ્યારે ભાજપમાં આંતરીક વિવાદ

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં 166 ઉમેદરવારોના નામોની જાહેતા કરવામાં આવી હતી. ભાજપ 16 બેઠકો પર હજી મનોમંથન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ગુજરાતની 32 બેઠકો એવી છે જ્યારે ભાજપમાં આંતરીક વિવાદ સામે આવ્યો છે. ભાજપના કાર્યકર્તાઓમાં આયાતી ઉમેદવારોને ટીકિટ આપવામા આવી છે તેને લઇને પણ આંતરીક વિરોધ જોવા મળી રહ્યો છે પરંતુ કોઇ સામે આવીને બોલવા તૈયાર નથી. જે કાર્યકર્તા ટીવી ડીબેટમાં કોગ્રેસના નેતાનો વિરોધ કરતા હતા તેના માટે પ્રચાર કરવાનું ભાજપના ઉમેદવારોને પસંદ નથી.

BJP

ભાજપ દ્વારા 166 બેઠકોના ઉમેદવારોના નામોની જાહેરાત કર્યા બાદ 32 બેઠકો પર કાર્યકર્તાઓ અને ટીટિટ નહી મેળવનાર નેતાઓની નારાજગી જોવા મળી રહી છે. આ 32 બેઠકોમાથી ભાજપની 2017 માં 11 બેઠકો પર હાર થઇ હતી. 2022 ની ચૂટણીમાં ભાજપ રેકોર્ડબ્રેક જીત મેળવવા માગ છે ત્યાર આ પ્રકારની હારવાળી બેઠકો પર નારાજગી પોષાય તેમ નથી. તેને જોતા આ નારાજગી દૂર કરવા માટે ભાજ દ્વારા રાષ્ટ્રીય અને પ્રદેશિક નેતાઓને ઝોન વાઇઝ જવાબદારી સોપી છે.

ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ માટે દક્ષિણ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને જવાબદારી સોપવામાં આવી છે. તો અમદાવાદની જવાબદારી પ્રદિપસિંહ વાધેલાને જવાબદારી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી પુરસત્તોમ રુપાલાને અને મધ્ય ગુજરાતમાં હર્ષ સંઘવી અને ભાર્ગવ ભટ્ટ અને સૌરાષ્ટ્રમાં વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને સોપવામાં આવી છે. ડેમેજ કંટ્રોલ માટે હાલ આ નેતાઓ સતત પ્રવાસ કરી રહ્યા છે. જો વિવાદનો અંત નહી આવે તો ભાજપને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારે પડી શકે છે.

English summary
Zone wise leaders responsible for damage control in 32 seats
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X