For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

68 વર્ષમાં પહેલીવાર આ ચૂંટણીમાં જોવા મળશે આ 10 અનોખી બાબત

68 વર્ષમાં પહેલીવાર આ ચૂંટણીમાં જોવા મળશે આ 10 અનોખી બાબત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વર્ષ 1951માં પહેલી વખત ભારતમાં લોકસભા ચૂંટણી થઈ હતી. ત્યારથી લઈ ભારતીય ચૂંટણી વ્યવસ્થાના કેટલાય બદલાવ જોવા મળી ચૂક્યા છે. આજે આપણે દુનિયાના સૌથી મોટા અને સૌથી સશક્ત લોકતંત્ર છીએ, તો તેમાં આપણા ચૂંટણી પંચની ભૂમિકા સૌથી મહત્વની છે. ચૂંટણી પંચે દર વખતે ચૂંટણી પ્રક્રિામાં સુધારો કર્યો છે, જેનાથી ભારત અને ભારતીય લોકતંત્રની પ્રતિષ્ઠા આખા વિશ્વમાં વધતી ગઈ છે. ચૂંટણી પંચે ચૂંટણી સુધારની પ્રક્રિયા ચાલુ રાખતા આ વિશે પણ કેટલાક પ્રયોગ કરવાનો ફેસલો કર્યો છે, જે 68 વર્ષમાં પહેલીવાર થઈ રહ્યો છે. આવો જાણીએ એવી 10 ચીજ વિશે, જે લોકસભા 2019ની ચૂંટણીમાં પહેલીવખત થવા જઈ રહી છે.

100 ટકા મતોની કાપલી નાખવામાં આવી

100 ટકા મતોની કાપલી નાખવામાં આવી

આ ચૂંટણીમાં જેટલાં પણ વોટ પડશે, તેનો બધાનો રેકોર્ડ પેપરની કાપલી પર નોંધાશે, જેથી કોઈપણ ફરિયાદ પર તેની તપાસ થઈ શકે. ઉલ્લેખનીય છે કે વિપક્ષ સતત આ માગણી કરી રહ્યું છે. ઈવીએમને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. જેને પગલે ચૂંટણી પંચે આ વખતે વીવીપેટમાં બધી જ ડિટેલ નોંધવાની વ્યવસ્થા કરી છે. જેનો ફાયદો એ છે કે મતદાન વખતે માત્ર મતદાતા જ જોઈ શકશે કે તેનો વોટ સાચી જગ્યાએ પડ્યો છે કે નહિ. જેની મદદથી ઈવીએમ દ્વારા ધાંધલીની ફરિયાદો દૂર કરવી સહેલી રહેશે. આ ઉપરાંત ચૂંટણી પંચે આવખતે એ પણ અનિવાર્ય કરી દીધું છે કે તમામ ઉમેદવાર નામાંકનના સમયે પોતાનું એફિડેવિટમાં પાછલા 5 વર્ષની પોતાની ઉંમરની પણ વિગત આપશે. જો તેની પાસે દેશ બહાર પણ કોઈ સંપત્તિ છે તો તેની પણ જાણકારી આપવાની રહેશે. એટલે કે ક્યારેય પણ ગડબડી થાય તો કાયદાકીય પ્રાવધાનો અંતર્ગત કાર્યવાહી કરવી સહેલી રહેશે અને જો જૂઠાં એફિડેવિટને આધારે ચૂંટણી જીતવામાં આવી તો તેનું સભ્યપદ પણ રદ થઈ શકે છે. મતદાતાઓને પણ વોટ નાખતા પહેલા તેમની સંપત્તિ વિશે જાણકારી મળી જશે.

ઉમેદવારોના ગુનાહિત બેકગ્રાઉન્ડ વિશે જાણકારી રહેશે

ઉમેદવારોના ગુનાહિત બેકગ્રાઉન્ડ વિશે જાણકારી રહેશે

ઉમેદવારોની અપરાધિક બેકગ્રાઉન્ડ વિશે પણ આ વખેત બદલાવ વિશે જાણતા પહેલા સૈન્યકર્મિઓને આપનાર નવી સુવિધા વિશે ચર્ચા કરી લઈએ. આપણા સૈનિકો દેશની સેવામાં લાગ્યા હોવાના કારણે સરખી રીતે વોટિંગ નથી કરી શકતા. તેઓ ડાક બેલેટનો ઉપયોગ કરે છે, પરંતુ કેટલીય વાર તેમનો વોટ ત્યારે જ ગણવામાં આવે છે જ્યારે જીત કે હારનું અંતર બહુ ઓછું રહેતું હોય. કેટલીય વાર ડાક બેલેટ સમય પર પહોંચતું પણ નથી હોતું. લગભગ આટલા માટે જ આ વખતે સૈનિયકર્મીઓ માટે ઈલેક્ટ્રોનિક ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલે કે હવે ડ્યૂટી પર રહેતા પણ તેઓ ઈલેક્ટ્રોનિક વોટિંગ સુવિધાનો ઉપયોગ કરી શકશે.

પહેલા મતદાતાઓને સમયસયર માલુમ નહોતું પડતું કે કયા ઉમેદવારનું અપરાધિક બેકગ્રાઉન્ડ શું છે. કેટલીય વાર તેઓ એફિડેવિટમાં તેનો ઉલ્લેખ પણ કરતા હતા, પરંતુ મતદાતા સુધી તેની હકીકત નહોતી પહોંચી શકતી. પરંતુ ચૂંટણી પંચે આ સમસ્યાનું પણ સમાધાન કાઢ્યું છે. હવે રાજનૈતિક દળોની જવાબદારી રહેશે કે તેઓ મીડિયામાં પોતાના ઉમેદવારોના અપરાધિક બેકગ્રાઉન્ડની જાહેરાત આપી લોકોને તેમની હકીકત જણાવે.

નારીને સન્માન, દરેક નાગરીકને મળે કામ

નારીને સન્માન, દરેક નાગરીકને મળે કામ

આ પહેલી એવી ચૂંટણી થવા જઈ રહી છે જ્યાં એક લોકસભા સીટ પર પડતા દરેક વિધાનસભા ક્ષેત્રના ઓછામા ઓછા એક પોલિંગ બૂથ પર પૂરી રીતે નારી શક્તિના નિયંત્રણમાં રહેશે. એટલે કે તે બૂથ પર મતદાન સાથે જોડાયેલ દરેક અધિકારી અને કર્મચારી મહિલા હશે. જે બહુ અનુપમ પ્રયોગ છે. જ્યારે આપણી મહિલા જમીનથી લઈ અંતરિક્ષની ઉંચાઈઓ અને દરિયાની ઉંડાણમાં પોતાનું શૌર્ય દેખાડી રહી છે, તો લોકતંત્રના મહાપર્વમાં તેમને પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરવાનો યોગ્ય મોકો મળવો ગૌર્વની વાત છે.

આ ચૂંટણીમાં આયોગે દરેક નાગરિકને જવાબદારી આપી છે. આયોગ તરફથી સી-વિજિલ (C-Vigil) નામની એક મોબાઈલ એપ લૉન્ચ કરવામાં આવી છે. જેના માધ્યમથી દેશના દરેક નાગરિક ચૂંટણી સાથે જોડાયેલ કોઈપણ ગડબડીની સીધી ફરિયાદ ચૂંટણી પંચને કરી શકે છે. તેઓ આના પર તસવીો અને વીડિયો પણ લોડ કરીને એક જવાબદાર નાગરિક હોવાનું દાયિત્વ નિભાવી શકે છે. ચૂંટણી પંચ તરફથી તહેનાત ફ્લાઈંગ સ્ક્વૉડની ટીમ તુરંત તે જગ્યાએ પહોંચી જશે અને જરૂરી કાર્યવાહી કરશે.

માત્ર તસવીર વાળી વોટર પર્ચીથી કામ નહિ ચાલે

માત્ર તસવીર વાળી વોટર પર્ચીથી કામ નહિ ચાલે

જો તમે મતદાન માટે જાઓ, તો તમારી સાથે જરૂરી ફોટો ઓળખ પત્ર પણ જરૂર રાખવું. કેટલીય વાર લોકો એ ધોખામાં રહે છે કે મતદાન વાળી પર્ચીમાં તો તેમની સવીર લાગેલી જ છે. પરંતુ આ વખતે ચૂંટણી પંચે સ્પષ્ટ કરી દીધું છે કે માન્ય ફોટો આઈડી પ્રૂફ નહિ હોય તો તમને મતદાન કરવાની મંજૂરી નહિ મળે.

આ વખતે ચૂંટણીમાં તમે ઈવીએમ પર તમામ ઉમેદવારોના નામ, તેમનું કે તેમની પાર્ટીનું ચૂંટણી ચિહ્ન ઉપરાંત તેમની તસવીરો પણ જોશો.

સોશિયલ મીડિયા પર પણ ચૂંટણી પંચની નજર

સોશિયલ મીડિયા પર પણ ચૂંટણી પંચની નજર

પહેલીવખત ચૂંટણી પંચે સોશિયલ મીડિયા ફર્મ્સને કહ્યું છે કે તેઓ સોશિયલ મીડિયા પર થનાર પ્રચાર પર નજર રાખે. આના માટે આયોગે તેમને ફરિયાદ અધિકારીઓની નિયુક્ત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે, જેથી સોશિયલ મીડિયાના દુરુપયોગ સંબંધિત ફરિયાદોથી નિપટવું સહેલું રહે. એટલે કે આ વખતે રાજનૈતિક દળ અથવા ઉમેદવાર પોતાના પક્ષમાં પ્રચાર માટે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી શકશે.

પાછલી કેટલીય ચૂંટણીમાં ઈવીએમની હેરફેરની પણ ફરિયાદો મળી છે. જો કે, હજુ સુધી આના કોઈ પુષ્તા સબુત નથી મળ્યા, પરંતુ છતાં ચૂંટણી પંચે સાવચેતી દાખવતા ઈવીએમની જીપીએસ ટ્રેકિંગની વ્યવસ્થા કરી છે. જેના માધ્યમથી ક્ષેત્રમાં તહેનાત ફ્લાઈંગ સ્ક્વૉડની ટીમ દરેક ઈવીએમ પર નજર રાખી શકશે, જેનાથી તેમાં કોઈપણ પ્રકારની ગડબડીની આશંકા લગભગ ખતમ જ થઈ જશે.

લોકસભા ચૂંટણીની ઘોષણા સાથે જ હાર્દિક પટેલે મોટું એલાન કર્યું લોકસભા ચૂંટણીની ઘોષણા સાથે જ હાર્દિક પટેલે મોટું એલાન કર્યું

English summary
10 firsts in loksabha elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X