For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્યસ્થી દ્વારા ઉકેલો અયોધ્યા વિવાદ, SCમાં સુનાવણીની 10 મોટી વાતો

મધ્યસ્થી દ્વારા ઉકેલો અયોધ્યા વિવાદ, SCમાં સુનાવણીની 10 વાતો

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં આજે સુનાવણી થઈ. આ દરમિયાન હિંદુ મહાસભાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રાખ્યો. આ મામલાની સુનાવણી કરી રહેલ સંવિધાન પીઠે કહ્યું કે આ વિવાદ બે ધર્મોની પૂજા-અર્ચના સાથે જોડાયેલ છે. જે હિસાબે તે કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થી દ્વારા ઉકેલવાની પહેલ કરવી જોઈએ. પીઠે કહ્યું હતું કે મુખ્ય મામલાની સુનાવણી આઠ અઠવાડિયા પછી થશે ત્યાં સુધી આંતરિક સમજૂતીથી વિવાદને ઉકલેવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. જો કે સુપ્રીમ કોર્ટે આજે આ મામલામાં મધ્યસ્થીને લઈ પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો.

supreme court

મધ્યસ્થીના સવાલ પર રામલલા વિરાજમાન અને હિંદુ મહાસભાએ વિરોધ જતાવ્યો હતો, જ્યારે મુસ્લિમ પક્ષ અને સુન્ની વક્ફ બોર્ડે કહ્યું કે તેઓ અસર-પરસ વાતચીત માટે તૈયાર છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ઉપરાંત આ મામલાની સુનાવણી ન્યાયમૂર્તિ એસ એ બોબડે, ન્યાયમૂર્તિ ધનન્જય વાઈ ચન્દ્રચૂડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીરની પીઠ કરી રહી છે. આવો જાણીએ આ મામલે કયા જજે શું કહ્યું.

1. હિંદુ મહાસભા તરફથી વકીલ હરિશંકર જૈને મધ્યસ્થીનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે જો કોર્ટમાં પાર્ટિ મનાવવામાં આવે છે, તો સામાન્ય લોકો આ સમજૂતીને નહિ માન.

2. જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું કે તમે વિચારી રહ્યા છો કે કેવી રીતે સમજૂતી કરવી પડશે, કોઈ હારશે તો કોઈ જીતશે. મધ્યસ્થીમાં દરેક વખત આવું નથી થતું. તેમણે કહ્યું કે આ માત્ર જમીનનો મામલો નથી બલકે ભાવનાઓનો મામલો છે, માટે અમે ઈચ્છીએ છીએ કે વાતચીતથી હલ નીકળે. કોઈ એ જગ્યાએ બગડેલ કે બનેલ નિર્માણને અથવા ઈતિહાસને પહેલા જેવો નથી કરી શકતું. માટે સ્થિતિ વાતચીતથી સુધરી શકે છે.

3. જસ્ટિસ બોબડેએ કહ્યું કે બાબરે જે કર્યું તેને આપણે ઠીક નથી કરી શકતા, અત્યારે જે હાલાત છે અમે તેના પર વાત કરશું. જો કોઈ કેસ મધ્યસ્થીને જાય છે, તો તેના ફેસલાથી કોર્ટને કંઈ લેવાદેવા નથી હોતા. આ માત્ર જમીનનો મામલો નથી, બલકે ભાવનાઓ સાથે જોડાયેલો મામલો પણ છે. દિલ, દિમાગ અને ભાવનાનો મામલો છે. માટે કોર્ટ ઈચ્છે છે કે આંતરિક વાતચીતથી આ મામલાનો હલ કાઢવામાં આવે.

4. જસ્ટિસ બોબડેએ કહ્યું કે કોઈ એ જગ્યાએ બનેલ અને બગડેલ નિર્માણ અથવા મંદિર, મસ્જિદ અને ઈતિહાસને સુધારી ન શકે. બાબર હતો કે નહિ એ બધી ઈતિહાસની વાત છે. માત્ર અરસ-પરસની વાતચીતથી જ આ સ્થિતિ સુધારી શકાય છે.

5. જસ્ટિસ બોબડેએ કહ્યું કે જે પહેલા થયું તેના પર આપણું નિયંત્રણ નથી. આપણે આ વિવાદમાં હવે શું છે તેના પર વાત કરી રહ્યા છીએ. આપણે દેશની બૉડી પૉલિટિક્સની અસરને જાણીએ છીએ. આ દિલ, દમાગ અને હીલિંગનો મામલો છે. જસ્ટિસ બોબડેએ હિંદુસભાને કહ્યું, તમે કહી રહ્યા છો કે સમજૂતી ફેલ થઈ જશે. તમે પ્રી જજ કેવી રીતે કરી શકો છો?

6. હિંદુ મહાસભાએ કોર્ટમાં કહ્યું કે આ કેસને મધ્યસ્થી માટે મોકલવામાં આવે, તેની અગાઉ નોટિસ જરૂરી છે. આ જ કારણ છે કે હિંદુસભા આનો વિરોધ કરી રહી છે. તેમણે કહ્યું કે આ અમારી જમીન છે. માટે અમે મધ્યસ્થી માટે તૈયાર નથી. જેના પર જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે આ મામલામાં જો પબ્લિક નોટિસ આપવામાં આવે તો મામલે વર્ષો સુધી ચાલશે, આ મધ્યસ્થી કોર્ટની દેખરેખમાં થશે.

7. જસ્ટિસ બોબડેએ કહ્યું કે પક્ષકારો દ્વારા ગોપનીયતાનું ઉલ્લંઘન ન થવું જોઈએ. મીડિયામાં આના પર ટિપ્પણીઓ ન થવી જોઈએ. પ્રક્રિયાનું રિપોર્ટિંગ ન થાય. જો આનું રિપોર્ટિંગ થાય તો તેને કોર્ટનો અનાદર ગણાશે.

8. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ સિંહે કહ્યું કે આ માત્ર પાર્ટીઓ વચ્ચેનો વિવાદ નથી, બલકે બે સમુદાયને લઈને વિવાદ છે. આપણ મધ્યસ્થીના માધ્યમથી લાખો લોકોને કેવી રીતે બાંધીશું? આ એટલું સહેલું નહિ હોય. આપણે પક્ષોને પ્રતિનિધિ તરીકે માનશું. મધ્યસ્થી સહમતિના આધાર પર થશે.

9. જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કહ્યું કે અમે આ મામલે જલદી ફેસલો સંભળાવવા માગીએ છીએ. તેમણે મામલામાં પક્ષકારોને મધ્યસ્થીના નામ કહેવા કીધું. સુપ્રીમ કોર્ટ આ વાત પર બાદમાં વિચાર કરશે કે આ મુદ્દા પર દાખલ કરેલ અરજીઓ પર સુનાવણી કરવામાં આવે.

10. હિંદુ પક્ષે કહ્યું કે માનીલો કે તમામ પક્ષોમાં સમજૂતી થઈ જાય તો પણ સમાજ આને કેવી રીતે સ્વીકારશે? આના પર જસ્ટિસ બોબડે કહ્યું કે જો સમજૂતી કોર્ટને આપવામાં આવે અને કોર્ટ તેના પર સહમતિ દર્શાવે છે અને આદેશ જાહેર કરે છે. ત્યારે તે બધાએ માનવું જ પડશે.

આ પણ વાંચો- ગીરના જંગલમાં વધુ બે બાળ સિંહના મોત, તપાસ હાથ ધરાઈ

English summary
10 things that supreme court said while hearing case of ayodhya dispute.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X