For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10000 NRI કરશે નરેન્દ્ર મોદી માટે ચૂંટણી પ્રચાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 ઓક્ટોબર : સામાન્ય રીતે ડિસેમ્બર મહિનો એનઆરઆઇ માટે ખૂબ મહત્વનો હોય છે. આ મહિનામાં તેઓ માત્ર પોતાના ફેમિલી સાથે સમય પસાર કરવાનું એક માત્ર પ્લાનિંગ કરતા હોય છે. જો કે આ વર્ષે 50 કે 500 નહીં પણ 10,000 જેટલા એનઆરઆઇએ ડિસેમ્બરનું પ્લાનિંગ કંઇક અલગ કર્યું છે.

ક્રિસમસના 10 દિવસના વેકેશનમાં ભારત આવવાનું આયોજન કરે છે. જોકે તેમના ભારત આગમાનનો ઉદ્દેશ્ય વેકેશનની રજાઓ ગાળવાનો નહીં પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી અને લોકસભા ચૂંટણી 2014માં ભાજપના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે ચૂંટણી પ્રચાર કરવાનો છે. વિદેશોથી અંદાજે 10,000 એનઆરઆઇ મોદીના ચૂંટણી પ્રચારમાં માનદ સેવાઓ આપવા આવી રહ્યા છે.

mission-2014

એનઆરઆઈ ઓર્ગેનાઈઝેશન્સ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકા, બ્રિટન અને સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાંથી ઓછામાં ઓછા 10000 એનઆરઆઈ મોદીના ચૂંટણી પ્રચારમાં જુદી જુદી સેવાઓનું યોગદાન આપશે. મોદીના ચૂંટણી પ્રચારમાં મદદ કરવા આવી રહેલા એનઆરઆઈએ દિવાળી અને અન્ય રજાઓ હાલ પૂરતી ટાળી છે. એનઆરઆઈમાંના કેટલાંક તેમના વતન તેમજ શહેરમાં જઈને ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર માટે પ્રચાર કરશે. તો કેટલાક લોકો મોદીની ટીમમાં સામેલ થઈને કામ કરશે.

આવતા વર્ષે એટલે 2014માં યોજાનારી ચૂંટણીમાં પાંચ હજાર ભારતીય અમેરિકન ભારત આવશે. એનઆરઆઇ એસોસિએશનના વડાઓનું કહેવું છે કે અમારી યુવા ટીમ અમેરિકામાં લાખો ભારતીયોને તેમનો વોટ રજિસ્ટર કરવા માટે જાગ્રત કરી રહી છે. જેથી ચૂંટણી સામે તેઓ ભારતમાં રહી તેમનો વોટ આપી શકે.

બ્રિટનથી અંદાજે 3500 એનઆરઆઈ ચૂંટણી સમયે ભારત આવવાનું આયોજન કરી રહ્યા છે. મોટાભાગ એનઆરઆઇ ડિસેમ્બરમાં દર વર્ષે ભારત આવે છે, પરંતુ આ વર્ષે ટાળ્યું છે કારણ કે ચૂંટણી સમયે અમારા સમય અને રજાનો ઉપયોગ અમે મોદીના પ્રચાર માટે કરી શકાય. મોદીના પ્રચારમાં જોડાનારા આ એનઆરઆઈની પ્રચારમાં ભાગીદારીને વિશ્લેષકો જુદી રીતે જોઇ રહ્યા છે.

English summary
10000 NRI will campaign for Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X