For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકઃ યેદિયુરપ્પાના સમર્થનમાં 12 MLAએ સોંપ્યા રાજીનામા

By Super
|
Google Oneindia Gujarati News

bjp-flag
બેંગ્લોર, 29 જાન્યુઆરીઃ કર્ણાટકમાં રાજકીય કાવાદાવા ચાલું છે. ભારતીય જનતા પાર્ટીના 12 બાગી ધારાસભ્યોએ મંગળવારે સ્પીકર સાથે મુલાકાત કરી છે. યેદિયુરપ્પા સમર્થક આ ધારાસભ્યોએ આજે પોતાના રાજીનામા સ્પીકરને સોંપ્યા છે.

બીજી તરફ, કર્ણાટકમાં સત્તારૂઢ ભાજપે બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા તેમના પ્રતિ નિષ્ઠા વ્યક્ત કરનારા ભાજપના 12 ધારાસભ્યોને પાર્ટી વિરોધી ગતિવિધિઓ માટે અયોગ્ય ઘોષિત કરવાની માંગ કરી છે. મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારએ આ ઉતાર ચઢાવની સ્થિતિ કાઢવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ભાજપના બે ધારાસભ્યો બેલારુ ગોપાલકૃષ્ણ અને એમવી નાગરાજૂના સાઇનવાળી અરજી વિધાનસભા અધ્યક્ષ કાર્યાલયમાં સોંપવામાં આવી, જેમાં 12 ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ ધારાસભ્યો પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે અને દબાણમાં સરકાર પાડવાના પ્રયત્નો કરી રહ્યાં છે.

નોંધનીય છે કે વિધાનસભા અધ્યક્ષ શહેરમા નહીં હોવાના કારણે 23 જાન્યુઆરીના ભાજપના 12 ધારાસભ્યો દ્વારા રાજીનામું સોંપવાનો પ્રયત્ન નિષ્ફળ ગઇ હતી. ત્યારબાદ ધારાસભ્યોએ રાજ્યપાલ એચઆર ભારદ્વાજને રાજીનામા આપ્યા હતા. ગત ગુરુવારે રાજીનામું આપવા ઇચ્છતા 13 ધારાસભ્યોમાં સામેલ થિપ્પેસ્વામી અને વિઠ્ઠલ કટાકાડોંડાનું નામ એ 12 ધારાસભ્યોની યાદીમાં નથી જે અયોગ્ય જાહેર કરવાની માંગ સાથે વિધાનસભા અધ્યક્ષ કાર્યાલયને ભાજપ તરફથી સોંપવામાં આવી છે.

English summary
12 Karnataka BJP MLAs, loyal to former chief minister BS Yeddyurappa, on Tuesday submitted their resignations to Assembly Speaker KG Bopaiah.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X