For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણામાં કોંગ્રેસને મોટો ઝાટકો, 12 ધારાસભ્યો TRSમાં સામેલ થશે

તેલંગાણામાં કોંગ્રેસને મોટો ઝાટકો, 12 ધારાસભ્યો TRSમાં સામેલ થશે

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદઃ તેલંગાણામાં કોંગ્રેસને એ સમયે મોટો ઝાટકો લાગ્યો જ્યારે પાર્ટીના ચૂંટાયેલ 12 ધારાસભ્યોનો એક સમૂહે સ્પીકર સાથે મુલાકાત કરી પોતાનો વિલય ટીઆરએસમાં કરવાનો આગ્રહ કર્યો. આ સંબંધમાં આ ધારાસભ્યોએ તેલંગાણા વિધાનસભા અધ્યક્ષે મુલાકા કરી અને ધારાસભ્ય દળના પ્રતિનિધિત્વ પોખરામ શ્રીનિવાસ રેડ્ડીએ તેમનો સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિમાં વિલય કરવાનો આગ્રહ કર્યો છે. પાર્ટીએ કુલ 18 ધારાસભ્યોમાંથી 12 ધારાસભ્યો જલદી જ મુખ્યમંત્રીના ચંદ્રશેખર રાવની પાર્ટી ટીઆરએસમાં વિલય કરવાની ઘોષણા કરી શકે છે.

congress

ધારાસભ્યોની પાર્ટી છોડવાની ઘોષણા બાદ તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ એન ઉત્તમ કુમાર રેડ્ડીએ કહ્યું કે કોંગ્રેસ આને લોકતાંત્રિક તરીકે લડશે, અમે સવારેથી સ્પીકરની તલાશ કરી રહ્યા છીએ, તેઓ ગાયબ છે. તમે લોકો તેને શોધવામાં અમારી મદદ કરો. આ વચ્ચે એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે તંદૂરથી ધારાસભ્ય જલદી જ પાર્ટીનું રાજીનામું આપી દેશે અને સત્તાધારી દળમાં સામેલ થવા માટે ટીઆરએસના પ્રમુખ તેલંગાણાના મુખ્યમંત્રીથી મળશે.

તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ટીઆરએસે 119માંથી 88 સીટ જીતી પોતાની બહુમતીથી સરકાર બનાવી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 19 સીટ જ જીતી શકી હતી. ચૂંટણી બાદથી જ રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ ખરાબ દેખાઈ રહી છે. અત્યાર સુધી કેટલાય ધારાસભ્યો કોંગરેસના રાજ્ય નેતૃત્વથી નારાજ થઈ ટીઆરએસમાં સામેલ થઈ ચૂક્યા છે. હાલમાં જ થયેલ લોકસભા ચૂંટણીમાં ટીઆરએસે 17માંથી 9 સીટ જીતી છે. જ્યારે કોંગ્રેસ એક, ભાજપ 4 અને એઆઈએમઆઈએમ એક સીટ જીત્યું.

કોંગ્રેસની બે તૃતિયાંશ ધારાસભ્યો પક્ષપલટો કરવાને પહલે તેમની સદસ્યતા નહિ જાય કેમ કે બે તૃતિયાંશ સભ્યો પક્ષપલટો કરતા હોવાની સ્થિતિમાં પક્ષપલટા વિરોધી કાનૂન લાગૂ ન થાય. જો વિધાનસભા અધ્યક્ષ સ્પીકર આ ધારાસભ્યોનો આગ્રહ કરે છે તો વિધાનસભામાં કોંગ્રેસની સંખ્યા માત્ર 6 રહી જશે. એવામાં વિપક્ષનો દરજ્જો પણ છિનવાઈ જશે.

આ પણ વાંચો- જાણો, કેમ ચોમાસું મોડું થઈ રહ્યું છે, આ વખતે કેમ નબળું રહેશે?

English summary
12 congress MLA joins TRS in telangana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X