1993 મુંબઇ બ્લાસ્ટના આરોપીનું મોત

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ સાત વર્ષની તેની સજા ઘટાડીને આજીવન કારાવાસની કરી દિધી હતી. મુંબઇ પાસે રાયગઢ જિલ્લાના સંઘેરી નિવાસી ઇસહાક મોહંમદ હજવાને યાદશક્તિ અને અન્ય બિમારીઓથી પીડાતો હતો.
હજવાનેના વકિલ ફરહાના શાહે જણાવ્યું હતું કે હજવાનેની સંઘેરી સ્થિત તેના પૈતૃક સ્થાને મોત નિપજ્યું હતું. તેમને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર તે 17 મે સુધી આત્મસમર્પણ કરવા માટે માનસિક રીતે તૈયાર હતો.
સુપ્રીમ કોર્ટે હજવાને, અભિનેતા સંજય દત્ત અને અન્ય પાંચને આત્મસમર્પણ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો. ટાડા કોર્ટના તત્કાલિન ન્યાયાધીશ પી ડી કોડેએ હજવાનેએ સંઘેરીમાં હથિયારોની તાલીમમાં તેમની ભૂમિકા અને હાથગોળા રાખવા બદલ દોષી ગણવામાં આવ્યો હતો જો કે શ્રૃંખલાબદ્ધ વિસ્ફોટમાં ઉપયોગમાં લેવા માટે ખેપનો ભાગ હતો.
ટાડા કોર્ટે હજવાનેને શ્રૃંખલાબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં તેની ભૂમિકા માટે સાત વર્ષની સજા ફટકારી હતી. જો કે સરકારે તેની સજા વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી જેથી તેની સજા વધારીને આજીવન કારાવાસની કરી દિધી છે.












Click it and Unblock the Notifications
