જમ્મુ-કાશ્મીરઃ કુપવાડામાં બે આંતકવાદીઓ ઠાર

Written By:
Subscribe to Oneindia News

કુપવાડામાં બુધવારે સવારે સુરક્ષા દળો અને આંતકવાદી ઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા હોવાની ખબર છે અને સાથે જ એક ભારતીય પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ હોવાના સમાચાર છે.

army

સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની ખબર મળી હતી. ઉપલબ્ધ જાણકારી અનુસાર આતંકવાદીઓ કુપવાડાના કેલારુસ વિસ્તારના એક ઘરમાં છુપાયેલા હતા. આમ છતાં સેના એ આતંવાદીઓને બહાર કાઢવા માટે ખૂબ મથામણ કરી હતી. 

આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબારી કરી

આ દરમિયાન આંતકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરતાં તેમાં એક પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો. પોલીસે કહ્યું કે, આંતકવાદીઓ સાથે અથડામણ શરૂ થયાં બાદ બહાર જવાના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.

English summary
2 Terrorist killed kupwara jammu kashmir encounter
Please Wait while comments are loading...