For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં બ્લાસ્ટનું કાવતરુ કરી રહેલા બે આતંકીઓની ધરપકડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જાન્યુઆરી: નવા વર્ષ પર દિલ્હીમાં ઠેરઠેર બોમ્બ વિસ્ફોટનું કાવતરુ ગઢી રહેલા બે આતંકવાદીઓની નોયડામાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. પશ્ચિમ બંગાળ, દિલ્હી અને યૂપી પોલીસની એટીએસ ટીમઓએ ગુપ્ત વિભાગની જાણકારીઓના આધાર પર આ આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે. ખાસ વાત એ છે કે 19 ડિસેમ્બર 2014ના રોજ ચલાવવામાં આવેલા આ ગુપ્ત ઓપરેશની જાણ મીડિયાને પણ થવા દેવામાં આવી નહીં.

હાલમાં જ આઇબીએ દિલ્હીમાં મોટા આતંકી હુમલાની ચેતાવણી જારી કરી હતી. ત્યારબાદ લગભગ તમામ રાજ્યોની પોલીસ અને એંટી ટેરરિસ્ટ સ્ક્વોડ(એટીએસ)ને એલર્ટ કરી દેવામાં આવ્યા. આ દરમિયાન ગુપ્ત વિભાગથી પ્રાપ્ત તમામ જાણકારીઓના આધાર પર આ સફળતા મળી. ખાસ વાત એ છે કે આ માત્ર બે આતંકી નથી, પરંતુ તેમના તાર સ્લીપર સેલ સાથે જોડાયેલ છે. ત્રણેય રાજ્યોની એટીએસ ટીમ તે સ્લીપર સેલના સક્રીય આતંકવાદીઓની ધરપકડ કરવામાં નીકળી ચૂકી છે.

આ ધરપકડ સાથે જોડાયેલ મહત્વપૂર્ણ વાતો

  • આ ધરપકડ 19 ડિસેમ્બરના રોજ નોયડા સેક્ટર 14ના પેટ્રોલ પમ્પની પાસે થઇ હતી.
  • 20 ડિસેમ્બરના રોજ બંને આતંકવાદીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને બંગાળ લઇ જવામાં આવ્યા.
  • ધરપકડ કરવામાં આવેલા બે આતંકવાદીઓમાં એક રકતુલ્લા બાંગ્લાદેશી છે, જેના તાર જેઇએમબી સાથે જોડાયેલા હોઇ શકે છે.
  • રકતુલ્લા ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ભારત આવ્યો હતો. તેના ઇરાદો ભારતમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો હતો.
  • ધરપકડ એ સમયે થઇ, જ્યારે બાંગ્લાદેશી પોતાના સાથીને લેપટોપ આપવા માટે નોયડા આવ્યો.
  • લેપટોપમાં યૂપી અને દિલ્હીમાં સક્રિય સ્લીપર સેલ અને રેકી કરવામાં આવેલા વિસ્તારોની જાણકારી મળી.
  • ધરપકડના તુરંત બાદ યૂપી, દિલ્હીમાં રહી રહેલા સ્લીપર સેલની તલાશ ઝડપી કરી દેવામાં આવી છે.
  • આઇબીના અધિકારીઓનું કહેવું છે કે નેપાલ અને બાંગ્લાદેશના માર્ગથી અન્ય ઘણા આતંકવાદીઓ દાખલ થયા છે.
English summary
Two terrorists have been nabbed in Noida. One of the terrorist is said to be a Bangladeshi national.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X