For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિક્કિમમાં ભારે પૂર અને ભૂસ્ખલનથી 24નાં મોત

|
Google Oneindia Gujarati News

Flash flood
સિક્કિમ, 23 સપ્ટેમ્બર : ઉત્તર સિક્કિમના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે આવેલાં પૂરને કારણે તથા ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા 24 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. આ કુદરતી આફતને પગલે એક ડઝનથી વધારે લોકો ગુમ થઇ ગયા છે.

પૂરમાં માર્યા ગયેલા 24 લોકોમાં ભારત તિબેટ સીમા પોલીસ (આઇટીબીપી) અને સરહદ માર્ગ સંગઠન (બીઆરઓ)ના કર્મચારીઓ પણ સામેલ છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આઇટીબીપીના ચાર કર્મચારીઓ તેમના બે પરિવારજન અને બીઆરઓના 12 અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પૂરમાં કેટલાક મજૂરો પણ માર્યા ગયા છે.

અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તારમાં 19 સપ્ટેમ્બરથી ભૂસ્ખલન થઇ રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે સતત પડી રહેલા મૂશળાધાર વરસાદને પગલે કુદરતી પ્રકોપ વધ્યો છે. આ કારણે ચુંગથાંગ અને મંગન વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તૂટી ગયો છે.

આ કુદરતી આફતને પગલે ભૂમિ દળ અને વાયુ સેનાના કર્મચારીઓએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. સરકારે પૂર અને વિનાશની સ્થિતિને જોતા હાઇ એલર્ટ જાહેર કર્યું છે.

English summary
At least 24 bodies, including those of Indo-Tibetan Border Police (ITBP) and Border Roads Organization (BRO) personnel, have so far been found while 8 persons are missing due to flash flood and landslides in remote areas of North Sikkim, official sources said on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X