For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણા વિવાદ: કોંગ્રેસના 5 સાંસદોએ આપ્યા રાજીનામા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ponnam-prabhakar
નવી દિલ્હી, 31 જાન્યુઆરી: અલગ રાજ્યના દરજ્જામાં મોડું થતાં તેલંગાણા સાથે સંબંધ ધરાવનાર કોંગ્રેસના સાત સાંસદોએ નિર્ણય કર્યો હતો કે તે સંસદ અને પાર્ટી, બંનેમાંથી રાજીનામા આપી દેશે. સાંસદોએ બેઠક બાદ જાહેરાત કરી હતી કે લોકસભા અધ્યક્ષને સંબોધીને પોતાનું ત્યાગપત્ર બુધવારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે સાતમાંથી પાંચ સાંસદોએ અલગ રાજ્યના સમર્થનની માંગના સમર્થનમાં બુધવારે મોડી રાત્રે રાજીનામા આપી દિધાં છે.

બે સાંસદો એસ રાજૈયા અને પોનમ પ્રભાકરે જણાવ્યું હતું કે પાંચ સાંસદોએ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધી કુરિયરના માધ્યમથી સંયુક્ત રીતે રાજીનામા મોકલી આપ્યાં છે. રાજીનામા આપનારાઓમાં માંડા જગન્નાથમ, પોનમ પ્રભાકર, એસ રાજૈયા, વિવેક રેડ્ડી અને સુરેન્દ્ર રેડ્ડીનો સામેલ થાય છે.

એસ રાજૈયાએ કહ્યું હતું કે 'તેલંગાણા રાજ્યના મુદ્દે સમજૂતી કરવાનો કોઇ સવાલ પેદા થતો નથી અને જો સમજૂતી ત્યારે થઇ શકે છે જ્યારે પૃથક રાજ્યના ગઠન માટે સકારાત્મક રોડમેપ આપી દિધો છે.' તેમને કહ્યું હતું કે રાજીનામા આપવાનો નિર્ણય વારંગલમાં સાંસદો વચ્ચે બે દિવસ સુધી થયેલી વાતચીત બાદ કરવામાં આવ્યો હતો. પાંચ કોંગ્રેસ સાંસદોએ એવા સમયે રાજીનામા આપ્યાં છે જ્યારે પાર્ટીએ કહ્યું છે કે તે તેલંગાણા રાજ્યના ગઠન વિરૂદ્ધ છે.

કોંગ્રેસ પ્રવક્તા પીસી ચાકોએ બુધવારે કહ્યું હતું કે 'અમે નિર્ણય લેવાની પ્રક્રિયામાં છીએ, પરંતુ ઔપચારિકતાઓ પૂરી કરવાની છે. તેમને કહ્યું હતું કે આ ફક્ત સમયનો પ્રશ્ન છે કે નિર્ણય અંગે જાહેરાત ક્યારે કરવી.

પૃથક તેલંગાણા રાજ્ય માટે આંદોલનામાં અગ્રિમ મોરચા પર રહેલાં સાંસદોમાંથી એક નિજામાબાદથી કોંગ્રેસ સાંસદ મધુ ગોડ યાસ્ખીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે ચાકોના નિવદન બાદ તેમને રાજીનામું આપવાની જરૂરિયાત લાગી ન હતી.

જોકે રાજૈયા અને પોનમ પ્રભાકરે કહ્યું છે કે તે સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું આપવા અંગે દ્રઢ છે, રાજૈયાએ કહ્યું હતું કે આ મધુ ગોડ યાસ્ખીનો પોતાનો મત છે, અમે અમારું રાજીનામું મોકલવા માંગીએ છીએ.

English summary
Five of the six Congress MPs from Telangana on Wednesday night resigned from the party to press for the creation of a separate state out of Andhra Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X