For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ. બંગાળના જલપાઇગુડીમાં બ્લાસ્ટ, પાંચના મોત અને છ ઘાયલ

|
Google Oneindia Gujarati News

જલપાઇગુડી, 27 ડિસેમ્બર: જલપાઇગુડીમાં ગુરુવારના રોજ થયેલા બ્લાસ્ટમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાની માહિતી છે. જલપાઇગુડી ગામની પાસે સેન્ટ પોલ્સ સ્કૂલથી કેટલાંક અંતરે એક ચાલતી સાયકલમાં રાખેલા બોમ્બમાં બ્લાસ્ટ થઇ ગયો.

ઉત્તરી બંગાળના મહાનિરીક્ષક શશિકાંત પુજારીએ જણાવ્યું કે જલપાઇગુડી ગામની પાસે બજરાપાડામાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અત્યાર સુધી પાંચ લોકોના મોત થયા છે. વિસ્ફોટક એક સાયકલ પર રાખવામાં આવ્યું હતું. અત્રે આવેલી એક નાની નદી પરના એક નાનકડા પૂલ પર આ બ્લાસ્ટ થયો.

બ્લાસ્ટ સાજે લગભગ 7 વાગ્યાની આસપાસ બજરાપાડામાં થયો. પુજારાએ જણાવ્યું અમે તપાસ શરૂ કરી દીધી છે. અમારે એ તપાસ કરવાની છે કે શું આ કોઇ આતંકવાદી હુમલો હતો કે પછી સાયકલ પર વિસ્ફોટક સામગ્રી લઇ જતા આ વિસ્ફોટ થયો છે.

પોલીસ અધીક્ષક અમિત જવાલગીએ જણાવ્યું કે ગુરુવારના રોજ કામાતપુર લિબરેશન ઓર્ગેનાઇજેશનનો શહીદી દિવસ હતો અને 28 ડિસેમ્બરના રોજ તેનો સ્થાપના દિવસ છે. જાવાલગીએ જણાવ્યું કે પોલીસ એ તપાસ કરવાની કોશિશ કરી રહી છે કે શું આ હુમલો કેએલઓ સાથે જોડાયેલ છે.

blast
તેમણે જણાવ્યું કે 'એ સમજાઇ રહ્યું છે કે સાયકલમાં સવાર એક અથવા તેનાથી વધારે વ્યક્તિ માર્યા ગયેલા લોકોમાંથી એક છે.' જલપાઇગુડી મુખ્ય હોસ્પિટલમાં ડોક્ટર સુસાંતા રેએ જણાવ્યું કે ઇજાગ્રસ્તોમાં કેટલાંકની હાલત ગંભીર છે. આ ઇજાગ્રસ્તોની અત્રે સારવાર ચાલી રહી છે.

ઉત્તરી બંગાળ વિકાસ મંત્રી ગૌતમ દેવએ જણાવ્યું કે સરકાર આ પ્રકારની હરકતને સાખી નહીં લે અને તેની સામે કડકાઇથી પગલા ભરશે. મૃતકોની ઓળખ લાલમોહન દેવનાથ અંજન રાય, રહેમાન રાશીદૂલ ઇસ્લામ અને અરનેશ હુસૈન તરીકે કરવામાં આવી છે.

English summary
Five people were killed and four others injured when suspected Kamtapur Liberation Organization (KLO) militants triggered a bomb blast in Jalpaiguri district of northern West Bengal on Thursday evening, police said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X